Home /News /national-international /

ગાંધી જયંતિ 2021: જાણો આખરે શા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા ગાંધીજી?

ગાંધી જયંતિ 2021: જાણો આખરે શા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા ગાંધીજી?

મહાત્મા ગાંધી (ફાઇલ તસવીર)

મહાત્મા ગાંધી (Mahatma Gandhi) લંડનથી વકીલાતનો અભ્યાસ કરીને પહેલાં ભારત (India) આવ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ દક્ષિણ આફ્રિકા (South Africa) ચાલ્યા ગયા, જ્યાં તેમણે સત્યાગ્રહનો પાયો નાખ્યો.

  નવી દિલ્હી: દેશ પોતાના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ને તેમની 152મી જયંતિ પર યાદ કરી રહ્યો છે. ગાંધીજીએ આખી દુનિયાને અહિંસાનો એવો મંત્ર આપ્યો હતો જે આજે પણ પ્રાસંગિક છે. દુનિયાભરમાં ગાંધીજીને યાદ કરીને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે તેઓ સત્યાગ્રહી કઈ રીતે બન્યા અને દુનિયાને અહિંસાનો પાઠ તેમણે કઈ રીતે ભણાવી નાખ્યો. આટલા સીધા અને સરળ હોવા છતાં કોઈ જાદુઈ વ્યક્તિત્વ વિના લોકો કઈ રીતે તેમના પ્રશંસક બની જતાં હતા. બાપૂની સત્યાગ્રહની વાર્તા દક્ષિણ આફ્રિકા (South Africa)થી શરૂ થઈ હતી, પરંતુ તેઓ ત્યાં કઈ રીતે પહોંચ્યા એ બહુ ઓછા લોકો જાણે છે.

  બાળપણથી શરમાળ સ્વભાવના હતા બાપૂ

  ગાંધીજી એ લોકોમાંથી છે જેમણે પોતાના વિશે ખુલ્લીને વાત કરવામાં કોઈ સંકોચ નથી રાખ્યો. પોતાની આત્મકથામાં તેમણે જણાવ્યું છે કે બાળપણથી જ તેઓ કેટલા શરમાળ સ્વભાવના હતા. એક વકીલ હોવાના કારણે તેમનો આ સ્વભાવગત ગુણ તેમના વ્યવસાયમાં કેટલો બાધક સાબિત થયો. તેમણે શાળાકીય દિવસોથી માંડીને લંડનમાં વકીલાતના અભ્યાસ દરમિયાન આ પડકારનો ઉલ્લેખ કર્યો છે.

  ભારતમાં વકીલાત કરવામાં આવી મુશ્કેલી

  લંડનમાં વકીલાત કરતી વખતે ગાંધીજીને બહુ સંઘર્ષ કરવો પડ્યો. તો પણ તેઓ લંડનની સંસ્કૃતિ સાથે તાલમેલ બેસાડવામાં સફળ રહ્યા. પરંતુ તેઓ જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે તેમને વકીલાત કરવામાં મુશ્કેલી ઊભી થઈ. તેમને વકીલાતનું કામ ન મળ્યું. એટલે સુધી કે તેમણે જે પ્રકારની દિનચર્યા લંડનમાં બનાવી હતી તે ખૂબ યાદ આવવા લાગી, પરંતુ તેમની પહેલી સમસ્યા કામ હતી અને એ માટે તેઓ બહાર જવા માટે પણ તૈયાર હતા.

  પછી કામ મળ્યું તો દક્ષિણ આફ્રિકાનું

  1893માં ગાંધીજીને કાનૂની સેવા આપવાનો મોકો મળ્યો. ભારતીય મૂળના વ્યાપારી દાદા અબ્દુલાહે દક્ષિણ આફ્રિકા માટે એક વર્ષનો કરાર કર્યો. ગાંધીજીએ આ કામનો સ્વીકાર કર્યો કેમકે પહેલા તો તેમને કામ ન હતું મળી રહ્યું. બીજું તેઓ અહીંની દિનચર્યાથી પરેશાન થઈને પણ ભારત બહાર જવા માગતા હતા. ત્યારબાદ તેઓ 1893માં ડરબન દક્ષિણ આફ્રિકા માટે રવાના થયા.

  આ પણ વાંચો: Gandhi Jayanti 2021:  મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ, PM મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

  પરિવર્તનની શરૂઆત

  ગાંધીજીમાં દક્ષિણ આફ્રિકા પહોંચ્યા પહેલાં કોઈ મોટું પરિવર્તન થયું ન હતું. તેઓ એક જેન્ટલમેનની જેમ વકીલાત કરવા માગતા હતા. પણ હા લંડન ગયા પછીથી તેમણે દુનિયાભરના ધર્મો વિશે જાણવાનું શરુ કરી દીધું હતું. ગાંધીજીના સત્યાગ્રહી અને મહાત્મા ગાંધી બનવાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકામાં શરુ થઈ હતી અને એ પહેલાં ખુદ ગાંધીજીને ખ્યાલ ન હતો કે તેઓ કયા પ્રકારના બદલાવમાંથી પસાર થવાના છે.

  ટ્રેનથી બહાર ફેંકાઇ જવું

  પહેલી વખત તેઓ વિચારવા મજબૂર ત્યારે થયા જ્યારે તેમને દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. અહીં તેમને અંગ્રેજોની રંગભેદવાળી દ્રષ્ટિ બહુ ખટકી હતી. અહીંથી જ ગાંધીજીનું અસમાન વ્યવહાર વિરુદ્ધ કામ શરુ થયું.

  અહિંસક વિરોધની શરૂઆત

  તેમણે 1894માં નેટલ ઇન્ડિયન કોંગ્રેસ બનાવી જેનું કામ ગોરાઓનું આફ્રિકન અને ભારતીયો પ્રત્યેના દમનકારી વ્યવહાર વિરુદ્ધ અહિંસક વિરોધ કરવાનું હતું. પરંતુ આ તો ફક્ત શરૂઆત હતી. એ સમયે પણ ગાંધીજીને લાગતું હતું કે તેઓ એક સ્થાનિક સમસ્યા ઉકેલી રહ્યા છે. પરંતુ ધીમેધીમે લોકોની ધારણા બદલવા લાગી.

  આ પણ વાંચો: Gandhi Jayanti Special: ચરખો ચલાવી જૂનાગઢની મહિલાઓ કરે છે મોટી કમાણી

  ગાંધીજીને હવે દક્ષિણ આફ્રિકામાં ભારતીય લોકો માટે એક કાનૂની સલાહકાર કરતાં પણ વધુ દરજ્જો મળવા લાગ્યો. આ દરમિયાન અંગ્રેજોના ભારતીય પ્રત્યેના ભેદભાવ અને અત્યંત દમનકારી વર્તને તેમને એક શક્તિશાળી સત્યાગ્રહી બનાવવા તરફ ધકેલ્યા. 1899માં તેઓ ભારત આવ્યા અને અહીંથી 800 ભારતીયોને દક્ષિણ આફ્રિકા લઈ ગયા, જ્યાં તેમનું સ્વાગત ક્રોધિત થયેલી ભીડ દ્વારા થયું. પરંતુ ધીરે-ધીરે તેમને ભારતીયો ઉપરાંત આફ્રિકન લોકોનું પણ સમર્થન મળ્યું. 1906માં તેમનો પહેલો સત્યાગ્રહ શરુ થયો અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Gandhi Jayanti, Gandhiji, South africa

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन