Gandhi Jayanti 2020: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદીએ મહાત્મા ગાંધીને કર્યું નમન

News18 Gujarati
Updated: October 2, 2020, 8:45 AM IST
Gandhi Jayanti 2020: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદીએ મહાત્મા ગાંધીને કર્યું નમન
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દેશવાસીઓને બાપૂના સિદ્ધાંતો અને તેમના સત્ય અને અહિંસાના પથ પર ચાલવાનો ફરી સંકલ્પ લેવા કહ્યું

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દેશવાસીઓને બાપૂના સિદ્ધાંતો અને તેમના સત્ય અને અહિંસાના પથ પર ચાલવાનો ફરી સંકલ્પ લેવા કહ્યું

  • Share this:
Gandhi Jayanti 2020: આજે સમગ્ર દેશ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની 151મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. મોહનદાસ કરમચંદ ગાંધી, ભારતીય સ્વાધીનતા આંદોલનના પ્રરેણા હતા. સત્યાગ્રહ અને અહિંસાના સિદ્ધાંતો પર ચાલીને બાપૂએ ભારતને આઝાદી (Freedom) અપાવવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. તેમના આ સિદ્ધાંતોએ સમગ્ર દુનિયામાં લોકોને નાગરિક અધિકારો અને સ્વતંત્રતા આંદોલન માટે પ્રેરિત કર્યા. મહાત્મા ગાંધીની 151મી જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)એ તેમને નમન કર્યું અને દેશવાસીઓને બાપૂના સિદ્ધાંતો અને તેમના સત્ય અને અહિંસાના પથ પર ચાલવાનો ફરી સંકલ્પ લેવા માટે કહ્યું.

મહાત્મા ગાંધીને નમન કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે, આવો ગાંધી જયંતીના પુનીત અવસર પર આપણે સૌ પુનઃ એ સંકલ્પ લઈએ કે આપણે સત્ય અને અહિંસાના માર્ગનું અનુકરણ કરીને, રાષ્ટ્રના કલ્યાણ અને પ્રગતિ માટે હંમેશા સમર્પિત રહીશું અને એક સ્વચ્છ, સમૃદ્ધ, સશક્ત તથા સમાવેશી ભારતનું નિર્માણ કરીને ગાંધીજીના સપનાને સાકાર કરીશું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે, ગાંધી જયંતીએ કૃતણ રાષ્ટ્રની તરફથી રાષ્ર્ૃપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા-સુમન અર્પિત કરું છું. સત્ય, અહિંસા અને પ્રેમના તેમનો સંદેશ સમાજમાં સમરસતા અને સૌહાર્દનો સંચાર કરીને સમસ્ત વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેઓ સંપૂર્ણ માનવતાના પ્રેરણા-સ્ત્રોત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને યાદ કર્યા અને કહ્યું કે બાપૂના જીવન અને મહાન વિચારોથી શીખવા માટે ઘણું બધું છે. તેઓએ લખ્યું કે, ગાંધી જયંતીના અવસરે વ્હાલા બાપૂને નમન કરીએ છીએ. તેમના જીવન અને મહાન વિચારોથી શીખવા માટે ઘણું બધું છે. બાપૂના આદર્શ સમૃદ્ધ અને કરૂણ ભારત નિર્માણમાં અમારું માર્ગદર્શન કરતા રહેશે.

આ પણ વાંચો, ખુશખબર! આપના શહેરમાં સસ્તું થયું ડીઝલ, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

આ પણ વાંચો, ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશનથી લઈને ઇ-ચલણ સુધી બદલાઈ ગયા આ નિયમ

ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ખાસ પ્રસંગે મહાત્મા ગાંધીને નમન કરતાં લખ્યું કે, ગાંધીજીના અસાધારણ વ્યક્તિત્વ તથા સાધનાપૂર્ણ જીવને વિશ્વને શાંતિ, અહિંસા અને સદભાવનો માર્ગ દર્શાવ્યો. સ્વદેશીનો ઉપયોગ વધારવાના તેમના સ્વપ્નને પૂર્ણ કરવા માટે આજે સમગ્ર દેશ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પની સાથે સ્વદેશીને અપનાવી રહ્યા છે. ગાંધી જયંતી પર તેમને કોટિ કોટિ વંદન.
Published by: Mrunal Bhojak
First published: October 2, 2020, 8:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading