રાજીવ ગાંધીની INS વિરાટની ટ્રીપ ઓફિશિયલ હતી : પૂર્વ નેવી ઓફિસર

News18 Gujarati
Updated: May 9, 2019, 3:39 PM IST
રાજીવ ગાંધીની INS વિરાટની ટ્રીપ ઓફિશિયલ હતી : પૂર્વ નેવી ઓફિસર
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (ફાઇલ ફોટો)

PM મોદીએ આરોપ લગાવ્યો કે, રાજીવ ગાંધીએ અંગત રજાઓ માણવા INS Viraatનો ઉપયોગ કર્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : INS Viraatના કમાન્ડિંગ ઓફિસર રહેલા વિનોદ પસરીચાએ પીએમ નરેન્દ્ર મોદીના દાવાને ફગાવતાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારની INS Viraat દ્વારા કરવામાં આવેલો પ્રવાસ સમગ્રપણે ઓફિશિયલ હતો. તે બે દિવસની ટ્રિપ હતી. બુધવારે મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી દરમિયાન આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધીએ અંગત રજાઓ માટે INS Viraatનો ઉપયોગ કર્યો હતો.

એક ખાનગી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં પસરીચાએ કહ્યું કે આ સમગ્રપણે ઓફિશિયલ પ્રવાસ હતો એન તમામ પ્રોટોકોલ પણ ફોલો કરવામાં આવ્યા હતા. તેઓએ કહ્યું કે, આ પહેલા પણ અનેક પીએમ વિરાટમાં પ્રવાસ કરી ચૂક્યા છે. વિનોદે દાવો કર્યો કે પીએમ મોદીની વાત સાચી નથી, તમામ લોકો ઓફિશિયલ ટ્રિપ હતા. તેઓએ એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી પણ રાજીવ અને સોનિયાની સાથે હતા પરંતુ દાવો મુજબ કોઈ વિદેશી નહોતું.

કોંગ્રેસે પણ સાધ્યું નિશાન


કોંગ્રેસે પણ પીએમ મોદીના નિવેદન પર ટિપ્પણી કરી છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, મોદીજી કહે છે કે રાજીવ ગાંધી વિરાટમાં રજા માણવા ગયા હતા. પીએમ સિરિયલ લાયર છે. પરંતુ તેમના જૂઠને પૂર્વ અધિકારીએ છતું કરી દીધું છે. વાઇસ એડમિરલ વિનોદ પસરીચાએ આજે મીડિયામાં આવીને કહ્યું કે, તેઓ ઓફિશિયલ ટૂર પર ગયા હતા.

આ પણ વાંચો, અહેમદ પટેલે બીજેપી પર મઢ્યો રાજીવ ગાંધીની હત્યાનો દોષઉલ્લેખનીય છે કે, આ મુદ્દો તે સમયે ઊભો થયો જ્યારે પીએમ મોદીએ રામલીલી મેદાનની એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પોતાના પરિવારની સાથે યુદ્ધજહાજથી રજાઓ માણવા જાય? તમે ભલે આ સવાલથી પરેશાન હોવ, પરંતુ અહીં આશ્ચર્યમાં મૂકાવાની કોઈ વાત નથી. આવું થયું છે અને આપણા દેશમાં થયું છે. કોંગ્રેસના સૌથી મોટા પરિવારે દેશની શાનમાં આઈએનએસ વિરાટને પોતાની પર્સનલ ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો. તે સેનાના અપમાનની વાત હતી.

પીએમ મોદીએ કહ્યું કે, આ વાત ત્યારની છે જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને દસ દિવસની રજાઓ માણવા નીકળ્યા હતા. આઈએનએસ વિરાટ તે સમયે સમુદ્દી સીમાઓની દેખરેખ માટે તહેનાત હતું. પરંતે તેને રજાઓ માણવા માટે જઈ રહેલા ગાંધી પરિવારને લેવા માટે મોકલવામાં આવ્યું. તેમના સમગ્ર પરિવારને લઈ આઇએનએસ વિરાટ એક ખાસ દ્વિપ પર રોકાઈ રહ્યું. રાજીવ ગાંધીની સાથે રજા માણનારાઓમાં તેમના સાસરિયા પણ સામેલ હતા.

આ પણ વાંચો, PM મોદીનું રાજીવ ગાંધી પર નિશાન : 'ગાંધી પરિવાર માટે ખાનગી ટેક્સી હતું INS વિરાટ'

વડાપ્રધાને કહ્યું કે, સવાલ એ છે કે શું વિદેશીઓને ભારતના વોરશિપ પર લઈ લઈને દેશની સુરક્ષાની સાથે ચેડાં નહોતા કરવામાં આવ્યા? કે માત્ર એટલા માટે કારણ કે રાજીવ ગાંધીના સાસરિયા હતા, ઈટલથી આવ્યા હતા. તેથી તેમને આ પ્રકારની છૂટ મળેલી હતી. ગાંધી પરિવાર, જે દ્વિપ પર ગયો હતો, ત્યાં તેમની આવતા-સ્વાગતા માટે કોઈ ઉપસ્થિત નહોતું, તેથી તમામ સુવિધાઓ પૂરી પાડવાનું કામ સરકાર અને નેવીના જવાનોએ જ કર્યું હતું.

પીએમે દાવો કર્યો કે , એક વિશેષ હેલિકોપ્ટર દિવસ-રાત તેમની સેવાઓમાં લાગેલું રહ્યું. સમગ્ર વહીવટીતંત્ર આ લોકોના મનોરંજનની વ્યવસ્થા જોતું રહ્યું. જ્યારે એક પરિવાર જ સર્વોચ્ચ થઈ જાય છે, ત્યારે દેશની સુરક્ષા દાવ પર લાગી જાય છે. જ્યારે એક પરિવાર જ સર્વોચ્ચ થઈ જાય છે, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની ચિંતા પણ નથી કરવામાં આવતી.
First published: May 9, 2019, 3:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading