Home /News /national-international /

Republic Day 2022: વીરતા પુરસ્કારોની જાહેરાત, Neeraj Chopra ને પરમ વિશિષ્ટ સેવા મેડલ

Republic Day 2022: વીરતા પુરસ્કારોની જાહેરાત, Neeraj Chopra ને પરમ વિશિષ્ટ સેવા મેડલ

આ વર્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) દ્વારા 384 લોકોને એવોર્ડ આપવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા 4 રાજપુતાના રાઈફલ્સના સુબેદાર નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.

આ વર્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) દ્વારા 384 લોકોને એવોર્ડ આપવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા 4 રાજપુતાના રાઈફલ્સના સુબેદાર નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.

    પ્રજાસત્તાક દિને (Republic day) વીરતા પુરસ્કાર (Gallantry Awards) મેળવનાર વીરોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) દ્વારા 384 લોકોને એવોર્ડ આપવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા 4 રાજપુતાના રાઈફલ્સના સુબેદાર નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે. 73મા પ્રજાસત્તાક દિવસના અવસરે જાહેર કરાયેલા 384 પુરસ્કારોમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 53 અતિ વિશેષ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 122 વિશિષ્ટ સેવા મેડલ, 81 સેના મેડલ (વીરતા), 2 વાયુ સેના મેડલ, 40 સેના મેડલ, 8 નેવી મેડલ, 14 વાયુ સેના મેડલ સામેલ છે.

    આ ઉપરાંત 189 વીરોને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. ત્યાં જ 88 બહાદુરોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) આપવામાં આવશે અને 662 ને ગુણવત્તાયુક્ત સેવા માટે પોલીસ મેડલ (PM) આપવામાં આવશે. 189 વીરતા પુરસ્કારોમાંથી મોટાભાગના 134 કર્મચારીઓ જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તેમની વીરતા માટે સન્માનિત કરવામાં આવ્યા છે. 47 જવાનોને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં વીરતાપૂર્ણ કાર્યવાહી માટે અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં 1 વ્યક્તિને વીરતાપૂર્ણ કાર્યવાહી માટે પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો: પાકિસ્તાન સરકારના અજીબોગરીબ નિર્ણય બાદ કોઇ કાર ખરીદવાનું પણ નહીં વિચારે

    વીરતા પુરસ્કાર મેળવનારા જવાનોમાં J&K પોલીસમાંથી 115, CRPFમાંથી 30, ITBPમાંથી 03, BSFમાંથી 02, SSBમાંથી 03, છત્તીસગઢ પોલીસમાંથી 10, ઓડિશા પોલીસમાંથી 9 અને મહારાષ્ટ્ર પોલીસમાંથી 7 અને બાકીના અન્ય રાજ્ય/કેન્દ્ર પ્રદેશોમાંથી છે.

    આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ ભારતની આઝાદીના 75માં વર્ષમાં ઉજવવામાં આવી રહી છે જે સમગ્ર દેશમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે ઉજવવામાં આવી રહી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના 75 એરક્રાફ્ટનો ભવ્ય ફ્લાય-પાસ્ટ, સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલા 480 નર્તકો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન, 75 મીટર લંબાઈના 10 સ્ક્રોલનું પ્રદર્શન અને 10 મોટી એલઈડી સ્ક્રીન લગાવવા જેવા કર્યક્રમો બુધવારે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પહેલીવાર થશે.

    આ પણ વાંચો: કેવી રીતે પોલીસ કોન્સ્ટેબલનો દીકરો બન્યો મોસ્ટવોન્ટેડ ક્રિમિનલ Dawood, જાણો ક્રાઇમ કુંડળી

    મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય વાયુસેનાએ ફ્લાય-પાસ્ટ દરમિયાન કોકપિટનો વીડિયો બતાવવા માટે પ્રથમ વખત દૂરદર્શન સાથે સંકલન કર્યું છે. રાફેલ, સુખોઈ, Mi-17, સારંગ, અપાચે, જગુઆર અને ડકોટા જેવા જૂના અને હાલના આધુનિક એરક્રાફ્ટ ફ્લાય-પાસ્ટમાં રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિતની વિવિધ રચનાઓનું પ્રદર્શન કરશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: India republic day, Neeraj Chopra, President Ramnath Kovind

    આગામી સમાચાર