G20 સમિટમાં પીએમ મોદીએ કહ્યું- બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયાની સામે સૌથી મોટો પડકાર છે કોરોના

G20 સમિટમાં પીએમ મોદીએ કહ્યું- બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયાની સામે સૌથી મોટો પડકાર છે કોરોના
G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ બાદની દુનિયા માટે એક નવા વૈશ્વિક સૂચકાંકના વિકાસની ભલામણ કરી

G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ બાદની દુનિયા માટે એક નવા વૈશ્વિક સૂચકાંકના વિકાસની ભલામણ કરી

  • Share this:
    નવી દિલ્હી/રિયાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારે G-20 સંમેલન (G20 Summit)માં કહ્યું કે કોવિડ-19 મહામારી (COVID-19) દુનિયાની સામે બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટો પડકાર અને માનવતાના ઈતિહાસમાં મહત્વ્દપૂર્ણ વળાંક છે. તેઓએ G-20ના પ્રભાવી કામકાજમાં ભારતના ઈર્ન્ફોમેશન ટેક્નોલોજી કૌશલની રજૂઆત કરી. મોદીએ એવું પણ કહ્યું કે કોવિડ બાદની દુનિયામાં ક્યાંયથી પણ કામ કરવું એક નવી સામાન્ય સ્થિતિ છે અને G-20નું એક ડિજિટલ સચિવાલય બનાવવા માટે પણ ભલામણ કરી.

    વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ બાદની દુનિયા માટે એક નવા વૈશ્વિક સૂચકાંકના વિકાસની ભલામણ કરી જેમાં ચાર અગત્યના તત્વ- પ્રતિભાઓનો મોટો સમૂહ તૈયાર કરવો, સમાજના દરેક વર્ગ સુધી ટેક્નોલોજીની પહોંચ સુનિશ્ચિત કરવી, શાસન પ્રણાલીમાં પારદર્શિતા લાવવી અને પૃથ્વીને સંરક્ષણની ભાવનાથી જોવી- સામેલ થાય. તેઓએ કહ્યું કે આ આધાર પર G-20 એક નવી દુનિયાનો પાયો નાખી શકે છે. સઉદી અરબના શાહ સલમાને G-20 સંમેલનની શરૂઆત કરી. આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે સમૂહના સભ્ય દેશોના વડાઓની બેઠક ડિજિટલ રીતે થઈ રહી છે. ભારત 2022માં G-20 સંમેલનની મેજબાની કરશે.



    આ પણ વાંચો, ખુશખબરીઃ બિલકુલ Freeમાં Netflix જોવાની તક, જાણો ક્યારે અને કેવી રીતે મળશે ઓફરનો લાભ

    પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, G-20ના નેતાઓ સાથે ખૂબ રચનાત્મક મંત્રણા થઈ. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાને સમન્વિત પ્રયાસ નિશ્ચિત રૂપથી આ મહામારીથી ઝડપથી બહાર આવવાની આગેવાની કરશે. ડિજિટલ સંમેલનના આયોજન માટે સઉદી અરબનો આભાર. તેઓએ કહ્યું કે, અમારી પ્રક્રિયાઓમાં પારદર્શિતાથી આપણા સમાજોના સામૂહિક રૂપથી તથા વિશ્વાસની સાથે સંકટથી લડવા માટે પ્રેરિત કરવામાં મદદ મળે છે. પૃથ્વીના પ્રતિ સંરક્ષણની ભાવના આપણને એક સ્વસ્થ અને સમગ્ર જીવનશૈલી માટે પ્રેરિત કરે છે.

    આ પણ વાંચો, આ છે આ વર્ષના 20 સૌથી નબળા પાસવર્ડ, ક્યાંક તમે પણ નથી રાખ્યોને આવો Password, જુઓ યાદી

    વડાપ્રધાને કહ્યું કે G-20ના પ્રભાવી કામકાજ માટે ડિજિટલ સુવિધાઓના વિકાસના ઉદ્દેશ્યથી ભારતના ઇર્ન્ફોમેશન ટેક્નોલોજીના કૌશલની રજૂઆત કરી. વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાને કોવિડ-19 મહામારીને માનવતાના ઇતિહાસમાં એક અગત્યનો વળાંક અને બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયાની સામે સૌથી મોટો પડકાર ગણાવ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 22, 2020, 07:13 am