Home /News /national-international /G20 Summit: પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ બાલીમાં મળ્યા, સરહદ પર તણાવ બાદ પ્રથમ વખત બંને નેતાની મુલાકાત

G20 Summit: પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ બાલીમાં મળ્યા, સરહદ પર તણાવ બાદ પ્રથમ વખત બંને નેતાની મુલાકાત

પીએમ મોદી અને જીનપિંગે કરી મુલાકાત

ઈંડોનેશિયાના બાલીમાં ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો તરફથી આયોજીત જી 20 ડિનરમાં મોદીએ શી સાથે મુલાકાત કરી હતી.

    બાલી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે મંગળવારે બાલીમાં G20 શિખર સંમેલાનમાં એકબીજા સાથે મુલાકાત કરી અને એકબીજાનું અભિવાદન પણ કર્યું હતું. એપ્રિલ 2020માં ચીનની PLA અને ભારતીય સેનાના સંઘર્ષ બાદ બંને નેતાઓની આ પ્રથમ સાર્વજનિક મુલાકાત હતી.

    ઈંડોનેશિયાના બાલીમાં ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો તરફથી આયોજીત જી 20 ડિનરમાં મોદીએ શી સાથે મુલાકાત કરી હતી. તેની સાથે જ તેમણે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેન સાથે પણ મુલાકાત કરી હતી.



    આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં મંગળવારે જી 20 શિખ સંમેલનથી અલગ અમેરિકીની રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટેનના પ્રધાનમંત્રી ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેંક્રો અને કેટલાય અન્ય વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક રીતે કેટલાય મુદ્દાનું આદન પ્રદાન કર્યું હતું.

    મોદીએ વાર્ષિક જી 20 શિખર સંમેલનના એક સત્રને અહીં સંબોધન કરતા કહ્યું કે, જળવાયુ પરિવર્તન, કોવિડ વૈશ્વિર મહામારી અને યુક્રેન સંકટના કારણે ઉત્પન્ન થયેલા વૈશ્વિક પડકારે દુનિયામાં તબાહી મચાવી છે અને વૈશ્વિક સપ્લાઈ ચેન ડગમગી ગઈ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: G20 Summit, PM Modi Live

    विज्ञापन
    विज्ञापन