નવી દિલ્હી. ઇટલી (Italy)ની રાજધાની રોમ (Rome)માં ચાલી રહેલા જી20 શિખર (G20 Summit) સંમેલન ઘણી બાબતો માટે ભારત માટે સફળ રહ્યું છે. સરકારી સૂત્રોનું માનીએ તો ભારત આ શિખર સંમેલનમાં અન્ય વિકાસશીલ દેશો સાથે જળવાયુ (climate) અને ઊર્જા વિશિષ્ટ લક્ષ્યો મેળવવા માટે શું એક્શન લેવામાં આવે આ મુદ્દે ભાષાનું મહત્વ સમજાવવા માટે સફળ રહ્યું. રિપોર્ટ મુજબ જી20 દેશોને આબોહવા પરિવર્તન પ્રત્યેની તેમની જવાબદારીઓ પર સક્રિયપણે કાર્ય કરવા કહેવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે ભારત જી-20 દેશોનું ધ્યાન ખેડૂતો તરફ આકર્ષવામાં પણ સફળ રહ્યું છે. ભારતે G20 શિખર સંમેલનના મંચ પરથી નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા સુધારવા માટે જી20 દેશોને પગલાં ભરવા કહ્યું જેના માટે તમામ દેશોએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે શિખર સંમેલનમાં આ વખતે સમૂહ દેશોનું ધ્યાન સીમાંત ખેડૂતો પર વધુ હતું.
ભારત જળવાયુ પરિવર્તન પર શા માટે ભાર આપી રહ્યું છે?
આ વર્ષની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન (Climate Change) પર નજર રાખનારી મુખ્ય મોનિટરિંગ બોડી ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાયમેટ ચેન્જએ કહ્યું હતું કે દુનિયાએ વૈશ્વિક તાપમાન વૃદ્ધિને પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવા માટે તરત અસામાન્ય પગલા ઉઠાવવાની જરૂર છે. સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે 2015માં પેરિસમાં સીઓપી બેઠક પૂરતી મહત્વકાંક્ષી ન હતી અને ક્લાયમેટ ચેન્જના સંકટને દૂર કરવા માટે પર્યાપ્ત પણ ન હતી. પેરિસ બેઠકમાં 190 દેશોએ ઔદ્યોગિક સ્તરોથી તાપમાન વૃદ્ધિને 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે સીમિત કરવન દિશામાં કામ કરવાની સહમતિ વ્યક્ત કરી હતી જ્યારે આપણા પર્યાવરણ માટે સૌથી સારી સ્થિતિ 1.5 ડિગ્રી સેલ્સિયસ પર હતી.
જો કે, એ વાત સામે આવી છે કે જો વર્તમાન પરિસ્થિતિ અનુસાર ઊર્જા ઉત્સર્જન ચાલુ રહેશે તો આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું તાપમાન 2.7 ડિગ્રી સે. વધી જશે. આને ટાળવા માટે, IPCCએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને 2050ની આસપાસ 'નેટ ઝીરો' સુધી પહોંચવાની જરૂર પડશે. અમેરિકા, બ્રિટન જેવા દેશોએ 2050 સુધીમાં નેટ-ઝીરો હાંસલ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે, જ્યારે ચીને કહ્યું છે કે તે 2060 સુધીમાં કાર્બન ન્યુટ્રલ થઈ જશે.
ભારતની સ્થિતિ શું છે?
G20 સમિટમાં ભાગ લેવા યુરોપ જતા પહેલા પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ ગ્લાસગોની બેઠકમાં જળવાયુ પરિવર્તનના મુદ્દાઓને વ્યાપકપણે સંબોધિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકશે. જળવાયુ પરિવર્તનના મુદ્દે ભારત 24 'લાઇક-માઇન્ડેડ ડેવલપિંગ કન્ટ્રીઝ' (LMDCs)ના સમૂહનો એક ભાગ છે. આ સમૂહની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ એ તૂટેલા વાયદાઓની ટીકા કરી જે પૂર્વમાં જળવાયુ પરિવર્તનની દિશામાં ઉઠાવવા માટે કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ બેઠકમાં જણાવ્યું હતું કે, આજે ભારત આબોહવા અનુકૂલન, શમન અને સ્થિતિસ્થાપકતા અને બહુપક્ષીય જોડાણો બનાવવાના સામૂહિક પ્રયાસમાં નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. સ્થાપિત નવીનીકરણીય ઉર્જા, પવન અને સૌર ઉર્જા ક્ષમતાના સંદર્ભમાં ભારત વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર