નવી દિલ્હી: G-20ની બેઠક કાશ્મીરમાં પણ થશે, દેશના 50થી વધુ શહેરોમાં કોન્ફરન્સની તૈયારી કરવામાં આવશે. પ્રથમ વખત G-20 યજમાન દેશ 50 થી વધુ શહેરોમાં બેઠક યોજશે. જણાવી દઈએ કે. G-20 75 વર્ષમાં ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ હશે. ચીને 14 અને ઈન્ડોનેશિયાએ 20થી વધુ શહેરોમાં જી-20 બેઠકનું આયોજન કર્યું હતું. ભારતની G20 પ્રેસિડન્સી 1 ડિસેમ્બરથી શરૂ થશે.
ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર બુધવારે (16 નવેમ્બર) સમાપ્ત થયેલી G20 બેઠકમાં G20 નું પ્રમુખપદ આગામી 1 વર્ષ માટે ભારતને સોંપવામાં આવ્યું છે. આ વર્ષે 1 ડિસેમ્બરથી શરૂ કરીને, આવતા વર્ષે 30 નવેમ્બર સુધી ભારત G-20 જૂથનું અધ્યક્ષ રહેશે. આ કારણે આવતા વર્ષે નવેમ્બરમાં G20 સમૂહમાં સામેલ દેશોની શિખર બેઠક ભારતમાં જ યોજાશે.
મોદી સરકારે G-20 જૂથના અધ્યક્ષપદને ભારતની એક મોટી રાજદ્વારી સિદ્ધિ ગણાવી છે અને તેથી આગામી એક વર્ષ સુધી સરકાર સમિટ પહેલા વિવિધ વિષયો પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ધરાવે છે. પર્યટનના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ એવા સ્થળો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, જેથી કરીને તેને વિશ્વ સમક્ષ રજૂ કરી શકાય. આવા સ્થળોમાં વારાણસી, કેવડિયા અને કાશ્મીર જેવા સ્થળોનો સમાવેશ થાય છે.
કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?
સમિટ પહેલા આવી બેઠકોમાં ઊર્જા સુરક્ષા, ડિજિટલ ટેકનોલોજી, એક વિશ્વ એટલે કે વસુધૈવ કુટુંબકમ અને સર્વસમાવેશક વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ વર્ષે ઓગસ્ટમાં યોજાયેલી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં વડાપ્રધાને કહ્યું હતું કે, G20 બેઠક એ બતાવવાની સુવર્ણ તક છે કે ભારત માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ છે.
વડાપ્રધાને શું કહ્યું?
વડા પ્રધાને કહ્યું હતું કે, G-20 મીટિંગને ધરી તરીકે દેશમાં જન ચળવળ શરૂ કરવી જોઈએ, જેથી શ્રેષ્ઠ પ્રતિભાઓ બહાર આવી શકે. ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં, વડા પ્રધાને પણ તેમના તમામ પ્રધાનોને આ બેઠકોને સફળ બનાવવા માટે કામ કરવા કહ્યું છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર