ભારતીય સંસ્કૃતિનો શંખનાદ! G20ના રાજદૂતોએ ભારતના પ્રમુખપદને આવકારવા શંખ ફૂંક્યો
G20 દેશોએ અંદામાન નિકોબારમાં શંખ વગાડ્યો
G20 CONCH FOR INDIA'S PRESIDENCY: આંદામાન અને નિકોબાર ટાપુ ખાતે વૈશ્વિક પાવર બ્લોકના પ્રસંગે ભારતના પ્રમુખપદને આવકારવા માટે શંખનાદ કર્યો હતો.જુઓ આ VIDEO
G20 દેશોના રાજદૂતોએ શનિવારે આંદામાન અને નિકોબાર ટાપુ ખાતે વૈશ્વિક પાવર બ્લોકના પ્રસંગે ભારતના પ્રમુખપદને આવકારવા માટે શંખનાદ કર્યો હતો. ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રાજદૂતો હાથમાં શંખ લઈને સ્ટેજ પર ઊભા છે અને તેમને એકસાથે શંખ ફૂંકતા જોઈ શકાય છે.
G20 દેશોના દૂતો માટે બ્રીફિંગ
40થી વધુ આંતરરાષ્ટ્રીય મિશન અને સંસ્થાઓના વડાઓએ શનિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી હતી, 1 ડિસેમ્બરે વૈશ્વિક બ્લોકનું પ્રમુખપદ ગ્રહણ કરતા ભારત સરકારે દિલ્હીમાં G20 દેશોના દૂતો માટે એક બ્રીફિંગ યોજી હતી. સરકારના જણાવ્યા અનુસાર G20ના સહભાગીઓ શેરપા અમિતાભ કાંત અને ચીફ G20 કો-ઓર્ડિનેટર હર્ષવર્ધન શ્રિંગલા દ્વારા ભારતના પ્રમુખપદ દરમિયાન વિવિધ G20 ક્રિયાપ્રતિક્રિયાઓના નોંધપાત્ર ઓપરેશનલ અને લોજિસ્ટિકલ પાસાઓ પર વિગતવાર બ્રીફિંગ્સ આપવામાં આવી હતી.
#WATCH | G20 Ambassadors blew conch shells (Shankh) welcoming India’s G20 Presidency at Swaraj Dweep in Andaman and Nicobar Islands, yesterday. pic.twitter.com/yPN33tmRwQ
બ્રીફિંગ્સની વાતચીતમાં જાહેર ડિજિટલ સામાન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આબોહવા, નાણાં અને તકનીકી સહયોગ, સ્વચ્છ, ટકાઉ અને સમાવિષ્ટ ઉર્જા સ્ત્રોતો, મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ અને ટકાઉ વિકાસના લક્ષ્યો પર પ્રગતિને વેગ આપવા પર પણ વાતચીત થઈ હતી.
બ્રીફિંગ પછી પ્રતિનિધિઓએ યોગ સેશન અને બીચ-સફાઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો. સરકાર મુજબ (બીચ-સફાઈ)એ આપણા પૃથ્વી ગ્રહની ટકાઉ જીવનશૈલી અને 'વન અર્થ' અભિગમનું પ્રતીક છે.
8 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20ના ભારતના પ્રમુખપદ માટે લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું. લોગોમાં રાષ્ટ્રધ્વજને ચાર રંગોથી બનાવેલ કમળની ટોચ પર બેઠેલી પૃથ્વી સાથે દર્શાવાઈ છે. સાત પાંખડીઓ સાત સમુદ્ર અને સાત ખંડોને એકસાથે દર્શાવાયા છે.
G20ની થીમ છે - વસુધૈવ કુટુંબકમ :એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય.
વડાપ્રધાન મોદીએ રવિવારે તેમના માસિક કાર્યક્રમ મન કી બાતનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, G20માં પ્રમુખ પદ ધારણ કરવું એ ભારત માટે ખૂબ જ મોટી તક છે. દેશભરના લોકોએ મને લખ્યું છે કે તેઓને કેટલો ગર્વ છે કે ભારતને G20નું પ્રમુખપદ મળ્યું છે.
G20ના ગ્રુપમાં ભારત ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ તેમજ યુરોપિયન યુનિયન જેવા દેશોનો સમાવેશ થાય છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર