પીએમ નરેન્દ્ર મોદીએ G-7 સમિટમાં દુનિયાને આપ્યો ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’નો મંત્ર

પીએમ નરેન્દ્ર મોદીએ G-7 સમિટમાં દુનિયાને આપ્યો ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’નો મંત્ર
પીએમ નરેન્દ્ર મોદીએ G-7 સમિટમાં દુનિયાને આપ્યો ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’નો મંત્ર

બ્રિટન આ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે. તેણે ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને પણ જી-7 સંમેલનમાં આમંત્રિત કર્યા છે

 • Share this:
  નવી દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)આજે G-7 દેશોના સંમેલનમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. પીએમે પોતાના ભાષણમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્યનો મંત્ર આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વખતે સંમેલનની અધ્યક્ષતા બ્રિટન કરી રહ્યું છે અને તેણે ભારતને આ સમિટમાં સામેલ થવા માટે આણંત્રણ આપ્યું હતું. જોકે કોરોના મહામારીના કારણે આ સંમેલનમાં વર્ચ્યુઅલી ભાગ લેવાની જાહેરાત કરી હતી.

  સૂત્રોએ જણાવ્યું કે પીએમના મંત્રનો જર્મનીના ચાન્સલર એન્જલા મર્કલે ખાસ કરીને ઉલ્લેખ કર્યો. G-7 સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ વેક્સિન માટે ભારતને કાચો માલ આપવાની અપીલ કરી છે.  આ પણ વાંચો - યૂપીમાં નેતૃત્વ પરિવર્તનની વાત પૂરી રીતે નિરર્થક, બીજેપીના શીર્ષ નેતૃત્વને છે યોગી પર પૂરો વિશ્વાસ!

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંમેલનના સંપર્ક (આઉટરીચ)ને સંબોધિત કર્યું. તેમણે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનના આમંત્રણ પર ડિજિટલ માધ્યમથી આ સંમેલનમાં ભાગ લીધો હતો. બ્રિટન આ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે. તેણે ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને પણ જી-7 સંમેલનમાં આમંત્રિત કર્યા છે. જી-7માં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા અને બ્રિટન સામેલ છે.

  બીજી વખત પ્રધાનમંત્રી મોદી જી-7 બેઠકમાં સામેલ થયા છે. 2019માં ફ્રાન્સની અધ્યક્ષતામાં યોજાયેલ જી-7 શિખર સંમેલનમાં ભારતને આમંત્રિત કરવામાં આવ્યું હતું.
  Published by:Ashish Goyal
  First published:June 12, 2021, 23:32 IST

  ટૉપ ન્યૂઝ