કોંગ્રેસમાં તૂટવાના અણસાર, અધ્યક્ષ પદની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પડકાર આપવાની તૈયારીમાં G-23

કોંગ્રેસમાં તૂટવાના અણસાર, અધ્યક્ષ પદની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પડકાર આપવાની તૈયારીમાં G-23

ગ્રૂપ-23ના અંસતુષ્ઠ નેતા જૂનમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે યોજાનાર ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉભો કરી શકે છે

 • Share this:
  નવી દિલ્હી : કોંગ્રેસ (Congress) પાર્ટીમાં તૂટવાના અણસાર જોવા મળી રહ્યા છે. ગત વર્ષે કોંગ્રેસના 23 અસંતુષ્ટ નેતાઓએ પાર્ટીમાં ફેરફારને લઈને સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખી અને હવે 8 નેતાઓએ ભગવા પાઘડી પહેરીને એક પ્રકારે નવી હલચલ ઉભી કરી દીધી છે. શનિવારે ગુલાબ નબી આઝાદ (Ghulam Nabi Azad)સાથે સાત અન્ય નેતાઓએ પણ ભગવા પાઘડી પહેરી તો તેના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ભગવા રંગનો સંબંધ બીજેપી સાથે છે. જેથી કોંગ્રેસમાં વર્તમાન સ્થિતિને લઈને અટકળો લાગવા લાગી છે.

  આ નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેં કોંગ્રેસ સાથે છે પણ પાર્ટીની વર્તમાન સ્થિતિ તેમને મંજૂર નથી. કોંગ્રેસ તરફથી આ ઘટનાને લઈને સત્તાવાર નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ બધા સીનિયર નેતા છે અને તેમણે આ બધી બાબતો છોડીને પાર્ટી માટે તે રાજ્યોમાં પ્રચાર કરવો જોઈએ જ્યાં ચૂંટણી થવાની છે.

  આ પણ વાંચો - ગોધરા : સંસારિક જીવનને અલવિદા કરતાં પહેલા 22 વર્ષીય કાંચી શાહે કર્યુ મતદાન

  આવામાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કોંગ્રેસમાં આગળ શું થશે. કહેવામાં આવી રહ્યું છે કે ફક્ત જમ્મુમાં જ નહીં બીજા રાજ્યોમાં પણ બાગી નેતા બેઠક કરવાના છે. નેતાઓની આગામી બેઠક હિમાચલ પ્રદેશમાં થઈ શકે છે. આનંદ શર્મા તે રાજ્યમાંથી આવે છે. આનંદ શર્માને પાર્ટી સાથે હાલ ઘણી ફરિયાદો છે.

  કહેવામાં આવી રહ્યું છે કે હિમાચલ પ્રદેશ પછી આ પ્રકારની બેઠક હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં પણ થશે. આટલું જ નહીં ગ્રૂપ-23ના અંસતુષ્ઠ નેતા જૂનમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે યોજાનાર ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉભો કરી શકે છે. સૂત્રોના મતે રાહુલ ગાંધી પણ આ ચૂંટણીમાં અધ્યક્ષ પદ માટે દાવેદારી કરી શકે છે. આવામાં અધ્યક્ષ પદ પર રાહુલને સીધો પડકાર આપનાર જી-23ના આ પગલાથી બગાવતી તેવર ખુલીને સામે આવી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: