ન્યૂઝ18 ગુજરાતી : જી-20 સમિટથી અલગ ભારત અને અમેરિકાની વચ્ચે જાપાનના ઓસાકામાં બેઠક થઈ. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીત કરી. વડાપ્રધાન મોદીએ ઓસાકામાં પત્રકારોને જાણકારી આપી કે તેમની ટ્રમ્પ સાથે 5G, દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા સંબંધો પર વાત થઈ. પીએમ મોદીએ ટ્રમ્પે માટે કહ્યું કે આપે જીત માટે શુભેચ્છાઓ પાઠવી, આપનો ભારત પ્રત્યે પ્રેમ છે, તેના માટે આભારી છું.
આ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું કે અમે સારા મિત્ર છીએ અને મળીને કામ કરી શકીએ છીએ. હું આ વિશ્વાસ સાથે કહી શકું છું. અમે મિલિટ્રી સહિત અનેક પાસાઓ પર કામ કરીશું, અમે આજે વેપાર પર ચર્ચા કરીશું.
બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન અને ભારતના પીએમને ફરીથી જીતીને વડાપ્રધાન બનવા માટે અભિનંદન પાઠવ્યા. ટ્રમ્પે કહ્યું કે, શ્રી મોદી, આપની શાનદાર જીત પર શુભેચ્છા. મારે બંનેને અભિનંદન આપવા જોઈએ, કારણ કે શિન્જોની પણ શાનદાર જીત હતી. આપ આપના દેશોમાં ઘણા સારા કામ કરી રહ્યા છો.
ટ્રમ્પે ભારતીય લોકસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે કહ્યું કે, શ્રી મોદી, આપની શાનદાર જીત પર શુભેચ્છા. મારે બંનેને અભિનંદન આપવા જોઈએ, કારણ કે શિન્જોની પણ શાનદાર જીત હતી. આપ આપના દેશોમાં ઘણા સારા કામ કરી રહ્યા છો.
'સાત મહિના બાદ આપને ફરી મળી રહ્યો છું'
નોંધનીય છે કે, પીએમ મોદીએ ગુરુવારે જાપાનના કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતાં કહ્યું હતું કે સાત મહિના બાદ હું ફરી આપ સૌને મળી રહ્યો છું. આ મારા માટે સૌભાગ્યાની વાત છે. આ યોગાનુયોગ છે કે ગઈ વખતે જ્યારે હું અહીં હતો તો અહીં ચૂંટણીના પરિણામ જાહે થયા હતા, જેમાં આપ સૌના મારા મિત્ર શિન્જો આબે પર પોતાનો વિશ્વાસ દર્શાવ્યો હતો. આજે હું અહીં છું જ્યારે દુનિયાના સૌથી મોટા લોકતંત્રએ આ પ્રધાન સેવક પર પોતાના વિશ્વાસ દર્શાવ્યો છે.
130 કરોડ ભારતીયોએ પહેલાથી વધુ મજબૂત સરકાર બનાવી છે
પીએમ મોદીએ કહ્યું હતું કે 130 કરોડ ભારતીયોએ પહેલાથી વધુ મજબૂત સરકાર બનાવી છે. આ મોટી વાત છે. લગભગ 3 દાયકા બાદ આવું પહેલીવાર થયું છે કે સતત પહેલીવાર પૂર્ણ બહુમતથી બીજી વાર સરકાર બની છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે એ વાત સાતી છે કે 1971 બાદ દેશે પહેલીવાર એક સરકારની યોજનાઓથી ખુશ થઈને મતદાન કર્યુ છે. આટલી ભીષણ ગરમી હોવા છતાંય 61 કરોડ લોકોએ મતદાન કર્યુ. ચીનને બાદ કરતાં દુનિયાના કોઈ પણ દેશની વસતીથી વધુ મતદારોની સંખ્યા હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર