પીએમ મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
8:24 (IST)
ત્રણ મોટા પડકારોનો સામનો કરવા માટે પીએમ મોદીએ પાંચ ભલામણો કરી હતી
8:9 (IST)
પીએમ મોદીએ આ ત્રણ પડકારોનો ઉલ્લેખ કર્યો. 1- વિશ્વની અર્થવ્યવસ્થામાં મંદી અને અનિશ્ચિતતા. 2- વિકાસ અને પ્રગતિને સસ્ટેનેબલ બનાવવા. 3- આતંકવાદ.
8:0 (IST)
પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ માત્ર માસૂમોનો જીવ નથી લેતો, પરંતુ તે આર્થિક વિકાસ અને સાંપ્રદાયિક સદભાવને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. આપણે આતંકવાદ અને વંશવાદને સમર્થનના તમામ માધ્યમોને રોકવા પડશે.
8:0 (IST)
પીએમ મોદીએ જાપાનના ઓસાકામાં #G20Summit દરમિયાન બ્રિક્સ નેતાઓની અનૌપચારિક બેઠકમાં ત્રણ મુખ્ય પડકારોનો ઉલ્લેખ કર્યો.
7:57 (IST)
ઓસાકામાં અનૌપચારિક બ્રિક્સ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે.
7:53 (IST)
પીએમ મોદીએ કહ્યું કે, આ મીટિંગમાં મને ચાર મુદ્દાઓ પર વાત કરવી છે. જેમાં ઈરાન, 5જી, આપણા દ્વિપક્ષીય સંબંધો અને ડિફેન્સ સંબંધો સામેલ છે.
7:50 (IST)
જી-20 સમિટથી અલગ ભારત અને અમેરિકાની વચ્ચે જાપાનના ઓસાકામાં બેઠક થઈ. આ બેઠકમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત રહ્યા.
ન્યૂઝ18 ગુજરાતી : જી-20 સમિટ દરમિયાન જાપાન, ભારત અને યૂએસની વચ્ચે ઓસાકામાં ત્રિપક્ષીય બેઠક ચાલી રહી છે. આ બેઠકનું નામ 'JAI' આપવામાં આવ્યું છે. તેનો અર્થ જાપાન, અમેરિકા અને ભારત થાય છે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું કે અમે સારા મિત્ર છીએ અને મળીને કામ કરી શકીએ છીએ.
બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન અને ભારતના પીએમને ફરીથી જીતીને વડાપ્રધાન બનવા માટે અભિનંદન પાઠવ્યા. ટ્રમ્પે કહ્યું કે, શ્રી મોદી, આપની શાનદાર જીત પર શુભેચ્છા. મારે બંનેને અભિનંદન આપવા જોઈએ, કારણ કે શિન્જોની પણ શાનદાર જીત હતી. આપ આપના દેશોમાં ઘણા સારા કામ કરી રહ્યા છો.