Home /News /national-international /G20 Summit 2022: મુંબઈમાં આજે વર્કિંગ ગ્રૂપ G20ની પ્રથમ બેઠક, સરકારે પબ્લિક માટે જાહેર કરી એડવાઈઝરી

G20 Summit 2022: મુંબઈમાં આજે વર્કિંગ ગ્રૂપ G20ની પ્રથમ બેઠક, સરકારે પબ્લિક માટે જાહેર કરી એડવાઈઝરી

G20 summit Mumbai

ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપ G20ની પ્રથમ બેઠક શરૂ થવાના એક દિવસ પહેલા સોમવારથી મુંબઈમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ થઈ જશે. આ બેઠક આવતીકાલે એટલે કે 13મી ડિસેમ્બરથી સાંતાક્રુઝ (પૂર્વ)માં હોટેલ ગ્રાન્ડ હયાતમાં યોજાશે. આ વિસ્તાર વાકોલા ટ્રાફિક વિભાગના અધિકારક્ષેત્રમાં આવતો હોવાથી, વાહનોની અવરજવર પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આજે એટલે કે 12 થી 16 ડિસેમ્બર સુધી નવી ટ્રાફિક માર્ગદર્શિકા લાગુ કરવામાં આવશે.

વધુ જુઓ ...
મુંબઈ: ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપ G20ની પ્રથમ બેઠક શરૂ થવાના એક દિવસ પહેલા સોમવારથી મુંબઈમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ થઈ જશે. આ બેઠક આવતીકાલે એટલે કે 13મી ડિસેમ્બરથી સાંતાક્રુઝ (પૂર્વ)માં હોટેલ ગ્રાન્ડ હયાતમાં યોજાશે. આ વિસ્તાર વાકોલા ટ્રાફિક વિભાગના અધિકારક્ષેત્રમાં આવતો હોવાથી, વાહનોની અવરજવર પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આજે એટલે કે 12 થી 16 ડિસેમ્બર સુધી નવી ટ્રાફિક માર્ગદર્શિકા લાગુ કરવામાં આવશે. આ રહી ટ્રાફિક માર્ગદર્શિકા:

1 . ઇમરજન્સી સેવાઓના વાહનો સિવાય હનુમાન મંદિર, જૂના સીએસટી રોડ, નેહરુ રોડથી વાકોલા પાઈપલાઈન રોડથી હોટેલ તરફ આવતા કોઈપણ પ્રકારના વાહનો માટે પ્રવેશ અથવા પાર્કિંગ રહેશે નહીં.

2. હોટેલમાં પાટક કોલેજ રોડથી છત્રપતિ શિવાજી નગર રોડ સુધી ઇમરજન્સી વાહનો સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

3. હનુમાન મંદિર, નેહરુ રોડ તરફથી આવતા વાહનોએ હંસબુગરા રોડ અથવા આંબેડકર જંકશન થઈને મિલિટરી જંકશન તરફ જવાનું રહેશે.

4. જૂના CST રોડથી આવતા વાહનો હંસાબુગરા જંક્શન પર જમણો વળાંક લઈને આગળ વધશે અને વાકોલા જંક્શનથી સાંતાક્રુઝ સ્ટેશન, નેહરુ રોડ અથવા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ આગળ વધશે.

આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ રવિવારે કહ્યું કે ભારત G20 મીટિંગનો ઉપયોગ વિકાસશીલ દેશો માટે સંબંધિત મુદ્દાઓને પ્રકાશિત કરવા માટે કરશે.

G-20 સમિટ 2023માં ભારતમાં યોજાશે


સપ્ટેમ્બર 2023માં યોજાનારી G-20 સમિટની યજમાની ભારતે કરી છે. જેમાં અનેક દેશોના વડાઓ ભાગ લેશે. ભારતે તેની તૈયારીઓ પહેલેથી જ શરૂ કરી દીધી છે. મુંબઈમાં બેઠક ઉપરાંત, પ્રથમ G20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) મીટિંગ 13-15 ડિસેમ્બર દરમિયાન બેંગલુરુમાં યોજાવાની છે. જેનું આયોજન નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 1 ડિસેમ્બરે ભારતે ઈન્ડોનેશિયામાંથી G20નું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. G20 નેતાઓની સમિટ સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં યોજાશે.
First published:

Tags: Guidelines, Mumbai News, Traffic rule

विज्ञापन