Home /News /national-international /

Video: આંધ્રમાં ગુસ્સે ભરાયેલા જનસેના ઉમેદવારે જમીન પર પટક્યું EVM, ધરપકડ

Video: આંધ્રમાં ગુસ્સે ભરાયેલા જનસેના ઉમેદવારે જમીન પર પટક્યું EVM, ધરપકડ

જનસેનાના ઉમેદવાર મધુસૂદન ગુપ્તા (ફાઇલ ફોટો)

વિધાનસભા અને સંસદીય સીટનું નામ યોગ્ય રીતે ન હોવાના કારણે મધુસૂદન ગુપ્તા પોલિંગ સ્ટાફ પર ભડકી ગયા

    આંધ્ર પ્રદેશમાં લોકસભા ચૂંટણીની 25 સીટોની સાથે 175 સભ્યોની વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન અહીં વિધાનસભા ચૂંટણી લડી રહેલા જનસેનાના ઉમેદવાર મધુસૂદન ગુપ્તાએ EVM તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે.

    પોલીસે જણાવ્યું કે ગુપ્તાએ અનંતપુર જિલ્લામાં ગુનટકલ સીટના એક પોલિંગ સ્ટેશન પર ઇવીએમને જમીન પર પટકી દીધું, ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી.

    મળતી માહિતી મુજબ, ગુપ્તા અહીં મતદાન કરવા આવ્યા હતા, પરંતુ અહીં વિધાનસભા અને સંસદીય સીટનું નામ યોગ્ય રીતે ન હોવાના કારણે તેઓ પોલિંગ સ્ટાફ પર ભડકી ગયા. આ દરમિયાન તેઓએ ઈવીએમ ઉઠાવ્યું અને જમીન પર પટકી દીધું. આ કારણે મશીન તૂટી ગયું. પોલીસે જણાવ્યું કે ઘટનાના બાદ તરત જ ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી.

    આ પણ વાંચો, પ્રથમ તબક્કા માટે મતદાન : મોદી સરકારના આ આઠ મંત્રીઓનું નસીબ દાવ પર

    આ દરમિયાન રાજ્યભરમાં લગભગ 100થી વધુ ઈવીએમ ખરાબ થવાના પણ અહેવાલ છે, જેના કારણે અનેક સ્થળો પર વોટિંગ શરૂ નહોતું થઈ શક્યું. રાજ્યના મુખ્ય અધિકારી જીકે દ્વિવેદીએ કહ્યું કે,આ બૂથો પર અત્યાર સુધી વોટિંગ શરૂ નથી થઈ શક્યું. 300 BHEL એન્જિનિયર ઈવીએમ ઠીક કરવામાં લાગ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Lok Sabha Election 2019, Lok sabha election 2019, Madhusudhan Gupta, ઇવીએમ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन