Home /News /national-international /VIDEO: વાયરલ થયો ફની કપલનો વીડિયો, લોકોએ કહ્યું- મોત આપજો પણ આવી ગર્લફ્રેન્ડ ન આપતા

VIDEO: વાયરલ થયો ફની કપલનો વીડિયો, લોકોએ કહ્યું- મોત આપજો પણ આવી ગર્લફ્રેન્ડ ન આપતા

funny video of couple

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક કપલ બાઈકમાં જઈ રહ્યું છે. છોકરાની સાથે પાછળ બેઠેલી ગર્લફ્રેન્ડ વીડિયો બનાવવામાં બીઝી હોય છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad Cantonment, India
    સોશિયલ મીડિયા અલગ અલગ પ્રકારના કંટેંટ રોજ વાયરલ થતાં રહે છે. તેમાંથી અમુક તો હેરાન કરી દેનારા હોય છે, તો અમુક વીડિયો જોઈને આપ હાસ્ય રોકી શકતા નથી. હાલમાં બાઈક સવાર કપલનો આવો જ એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. અમે દાવો કરી છીએ કે, આપે જીંદગીમાં ક્યારેય આવી ગર્લફ્રેન્ડ જોઈ નહીં હોય, જેવી અહીં વીડિયોમાં દેખાય છે.

    વાયરલ થઈ રહેલા ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર memecentral.backup નામના અકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. જેમાં એક યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે જે કરે છે, તે જોઈને આપ હસવાનું રોકી શકશો નહીં. સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો જોઈને કહે છે કે, ' મોત આવે તો, આવી ગર્લફ્રેન્ડ ન મળે. હું સીંગલ રહેવાનું પસંદ કરીશ.'



    શું છે આ વીડિયોમાં?


    વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક કપલ બાઈકમાં જઈ રહ્યું છે. છોકરાની સાથે પાછળ બેઠેલી ગર્લફ્રેન્ડ વીડિયો બનાવવામાં બીઝી હોય છે. તે વારંવાર મોબાઈલ જોઈને બોયફ્રેન્ડ સાથે વાત કરતી રહે છે. છોકરાને ખબર છે કે બાઈક ચલાવતી વખતે મોબાઈલમાં જોવાય નહીં. જો કે, છોકરી વારંવાર કહી રહી છે અને છોકરો એક વાર મોબાઈલમાં જોવા જાય છે, તે જ ક્ષણે જે જાય છે, તે જોવા જેવું છે. આપ ખુદ વીડિયો જોઈ લો, આપને ખબર પડી જશે.

    લોકોએ કહ્યું- આવી ગર્લફ્રેન્ડ ન આપતાં


    આ મજેદાર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર memecentral.backup નામના અકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે, તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, અરે દીદી. એક દિવસ પહેલા અપલોડ થયેલા આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છએ. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોયો છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Latest viral video

    विज्ञापन
    विज्ञापन