દિલ્હીને 'પૂર્ણ રાજ્ય'નો દરજ્જો મળવો એ જ તમામ સમસ્યાનું સમાધાનઃ સિસોદિયા

એલજીના નિવાસ્થાને ધરણા પર બેઠેલા કેજરીવાલ અને સિસોદિયા

 • Share this:
  મહા સિદ્દીકી

  નવી દિલ્હીઃ દિલ્હી સરકાર અને બ્યૂરોક્રેટ્સ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો એ જ તમામ સમસ્યાનું સમાધાન છે. આઈએએસ અધિકારીઓની હડતાલનું સમાધાન લાવવા માટે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ લેફ્ટિનેન્ટ ગવર્નર અનિલ બૈઝલના બંગલા પર ધરણા પર બેઠા છે. ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા સિસોદિયાએ કહ્યું કે, એલજીએ તેમની જ નહીં પરંતુ દિલ્હીની જરૂરિયાતને ઠુકરાવી દીધી છે.

  સિસોદિયાએ કહ્યું હતું કે, આઇએએસ અધિકારીઓ ઓફિસ જઈ રહ્યા છે, ફાઇલોનો નિકાલ પણ કરી રહ્યા છે પરંતુ મંત્રીઓ સાથે મિટિંગ નથી કરી રહ્યા. આવી સ્થિતિમાં શહેરની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે નીકળશે? તેમણે કહ્યું કે અમે લોકો એલજી નિવાસ્થાનના વિઝિટર્સ રૂમમાં 24 કલાક સુધી બેસી રહ્યા હતા, કારણ કે દિલ્હી શહેર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.

  તેમણે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી આઇએએસ અધિકારીઓ કામ નથી કરી રહ્યા. મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે અમુક અધિકારીઓનું કહેવું છે કે વડાપ્રધાન કાર્યાલયના ઈશારે એલજી તેમને ધમકી આપી રહ્યા છે.

  સિસોદિયાએ કહ્યું હતું કે અમારી સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. અમારી પાસે પૈસા અને ઇચ્છાશક્તિની ખોટ નથી. શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અમે સારું કામ કરી બતાવ્યું છે. નવી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તે માટે બીજેપીએ સમર્થન આપવું જોઈએ.
  Published by:Vinod Zankhaliya
  First published: