કમકમાટી ભર્યા અકસ્માતનો live video, ફૂલ સ્પીડ જીપે મૂર્તિ વિસર્જન માટે જતા લોકોને ફૂટબોલની જેમ ઉછાળ્યા

અકસ્માતની તસવીર

chhattisgarh accident video: અકસ્માતમાં (full speed car hit mobe) 4 લોકોનાં મોત નીપજ્યાં છે. અને 20 લોકો ઘાયલ થયાં છે. ગાડીમાં ભરેલો હતો. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો (police station) ઘેરાવ કર્યો હતો.

  • Share this:
    જશપુરઃ છત્તીસગઢના (Chhattisgarh) જશપુરમાં (Jashpur) એક કમકમાટી ભરી ઘટના બની હતી. અહીં ડ્રગ્સના વ્યસનીઓએ (Drug addicts) ભીડ ઉપર ગાંજો ભરેલી કાર (car full of marijuana) ચઢાવી દીધી હતી. અકસ્માતમાં (full speed car hit mobe) 4 લોકોનાં મોત નીપજ્યાં છે. અને 20 લોકો ઘાયલ થયાં છે. ગાડીમાં ભરેલો હતો. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો (police station) ઘેરાવ કર્યો હતો. દર્દનાક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. સમાચાર મળતા જ કલેકટર અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સ્ટેશન ઇન્ચાર્જ સંતલાલ ડાયમેન્શનને લાઇન સાથે જોડવામાં આવ્યા છે. કારમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    ઘટના અંગે વાત કરીએ તો આ ઘટના છત્તીસગઢના જશપુરના પાથલ ગામની છે. અહીં લોકો દશેરાના દિવસે દુર્ગાની ઝાંખી લઈને નીકળ્યા હતા. ભક્તો મૂર્તી વિસર્જન કરવા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડમાં આપતી કાર ટોળામાં ઘૂસી ગઈ હતી. અને ટોળાનો લોકોને ફૂટબોલની જેમ ઉછાળ્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે કારમાં ગાંજો ભરેલો હતો. આ કાર લોકોને કચડીને રફૂચક્કર થઈ ગઈ હતી. ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને ટોળામાં હડકંપ મચી ગયો હતો. લોકો ચીસો પાડવાનું શરું કર્યું હતું. કારની ટક્કરથી ચાર લોકોના મોત નીપજ્યા હતા. અને 20 લોકો ઘાયલ થયા હતા.

    વીડિયો થયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ
    છત્તીસગઢનો કમકમાટી ભર્યા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે લોકો શાંતિપૂર્ણ રીતે દુર્ગાનો ટેબલો લઈને ચાલતા હતા. અને આ સમયે ભક્તો ગીતોના તાલમાં રંગાયા હતા. જોકે, અચાનક શાંતિ ભંગ થઈ ગઈ હતી. અને પાછળથી ફૂલ સ્પીડમાં આવતી કારે લોકોના ટોળામાં ઘૂસી ગઈ હતી. લોકોને કચડીને કાર રફૂ ચક્કર થઈ ગઈ હતી.

    આ વીડિયો તમને વિચલીત કરી શકે છે



    ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)ઝાંસી જિલ્લાના (Jhansi district)ચિરગાંવ સ્ટેશન વિસ્તારમાં વિજયાદશમીના (Dussehra)દિવસે એક મોટી દુર્ઘટના (Jhansi Accident)બની છે. પડોશી જિલ્લા દતિયાના પંડોખરથી ચિરગાંવમાં જવારા વિસર્જિત કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર ટ્રોલી પલટાઇ ગઇ હતી.

    આ પણ વાંચોઃ-વડોદરા મહેંદી હત્યા કેસઃ પોલીસે ફ્લેટમાં હીનાની લાશ કાઢી, સડેલી હાલતમાં પોટલો બાંધવો પડ્યો

    આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. જેમાં 7 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે. હાઇવ પર શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર ટ્રોલી જઈ રહી હતી ત્યારે અચાનક વચ્ચે ભેસ આવી હતી જેના કારણે ટ્રેક્ટરનો ડ્રાઇવર નિયંત્રણ ગુમાવી બેઠો હતો. ભેસને બચાવવાના પ્રયત્નમાં ટ્રેક્ટરે પલટી મારી હતી. જેમાં ચાર બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. છ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

    આ પણ વાંચોઃ-પંચમહાલઃ મહિલા TDO અને ત્રણ કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા, 'મલાઈ' ખાવાની લાલચ ભારે પડી

    ભીષણ અકસ્માતના કારણે ઘટનાસ્થળ પર ઘણી રોકકળ થઇ ગઈ હતી. આસપાસના લોકો પણ ઘટનાસ્થળ તરફ આવી પહોંચ્યા હતા. સ્થાનીક લોકોએ ટ્રેક્ટરની ટ્રોલીની નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે 7 મહિલા અને 4 બાળકોના જીવ બચાવી શક્યા ન હતા. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
    Published by:ankit patel
    First published: