હર્ષ ગોએન્કાએ શેર કર્યો ગ્રાફ : ઘણાને ફૂલ પેન્ટ નથી પહેરવું, તો કોઈકને સહકર્મીને નથી મળવું, આવા છે ઓફિસ ન જવાના કારણો

હર્ષ ગોએન્કાએ શેર કર્યો ગ્રાફ : ઘણાને ફૂલ પેન્ટ નથી પહેરવું, તો કોઈકને સહકર્મીને નથી મળવું, આવા છે ઓફિસ ન જવાના કારણો (Credit: twitter/ Harsh Goenka)

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વિટરના મધ્યમથી લોકોના વર્ક ફ્રોમ હોમ અંગેના વિચારો સામે મૂક્યા હતા. તેમણે પાઇ ચાર્ટની તસવીર પોસ્ટ કરી ઓફિસ ન જવા અંગે લોકોના કારણો દર્શાવ્યા હતા

  • Share this:
કોરોના મહામારી અસ્તિત્વમાં આવી ત્યારથી મોટાભાગની સંસ્થાઓ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી રહી છે. મોટાભાગની કંપનીઓએ કર્મચારીઓના આરોગ્યના રક્ષણ માટે આ નિર્ણય લીધો છે. કોરોના મહામારીને દોઢ વર્ષ થવા આવ્યું છે, ત્યારે આ વર્ક ફ્રોમ હોમનું ચલણ સામાન્ય બની રહ્યું છે. હવે કર્મચારીઓ પણ ઘરેથી કામ કરવા માંગે છે. તેઓને વર્ક ફ્રોમ હોમ વધુ અનુકૂળ લાગે છે. આ સાથે જ ઘરેથી કામ કરનાર કર્મચારીઓના સ્વાસ્થ્યની સુરક્ષા પણ થઈ છે.

તાજેતરમાં ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વિટરના મધ્યમથી લોકોના વર્ક ફ્રોમ હોમ અંગેના વિચારો સામે મૂક્યા હતા. તેમણે પાઇ ચાર્ટની તસવીર પોસ્ટ કરી ઓફિસ ન જવા અંગે લોકોના કારણો દર્શાવ્યા હતા. જેમાં કર્મચારીઓએ તેમના પરિવારોની આસપાસ રહેવા માંગતા હોવાનું, ઘરે વધુ પ્રોડક્ટિવ હોવાનું કારણ આગળ ધર્યું હતું. આ ઉપરાંત અમુક કર્મચારીઓનું કહેવું છે કે તેઓ ટ્રાફિકમાં સમય બરબાદ કરવા નથી માંગતા.



આ બાબતે કેટલાક લોકોએ રમૂજી કારણો પણ આપ્યા હોવાનો ગોએન્કાએ ઉલ્લેખ કર્યો છે. કેટલાક કર્મચારીઓને ઓફિસે ફૂલ પેન્ટ પહેરવાની ઈચ્છા ન હોવાથી ઓફિસે નથી જવું. ઘરે ટૂંકા વસ્ત્રો કર્મચારીઓને વધુ માફક આવી ગયા હોવાનું આ કારણ પરથી સામે આવે સામે આવે છે. જ્યારે કેટલાક કર્મચારીઓને સહકર્મીઓને નથી મળવું, એટેલે તેઓ વર્ક ફ્રોમ હોમ કરવા ઈચ્છે છે.

આ પણ વાંચો - આ જાનવરના મળમાંથી બને છે દુનિયાની સૌથી મોંઘી કોફી, જાણો એક કપ કોફીની કિંમત





RPG ગ્રૂપના ચેરપર્સને આ ટ્વિટ કર્યાના તુરંત બાદ તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઈ હતી. આ પોસ્ટને 1200 લાઈક અને કેટલાક રીટ્વિટ મળ્યા હતા. આ પોસ્ટની કમેન્ટ્સમાં ઘણે યૂઝર્સે પોતાના રોચક અને રમૂજી મત પણ વ્યક્ત કર્યા હતા. એક યુઝરે લખ્યું કે, મારા ફૂટવેર ક્યાં છે, તેની પણ મને ખબર નથી. એક યૂઝરનું કહેવું છે કે, એક વર્ષ જેટલા સમય સુધી વર્ક ફ્રોમ હોમ કર્યા બાદ હવે કપડાં પણ ફિટ નહીં થાય. એક યુઝરે તો ઓફિસમાં પેન્ટ વગર આવવા દેવામાં આવે તેવી ટીખળ કરી હતી.

કેટલાકે આખા કપડાં પહેરવાની તકલીફ તરફ ઈશારો કર્યો તો એક મહિલા યૂઝરે ઓફીસ જવા અનકન્ફર્ટેબલ ફૂટવેર પહેરવા પડે તેવું કારણ આપ્યું હતું. અહી ગોએન્કાએ મૂકેલા ચાર્ટ સાથે ઘણા યુઝર સહમત થયા છે. ઉલ્લેખનીય છે કે, ગોએન્કા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ ઘણીવાર તેમના ચાહકો સાથે રમૂજી અને પ્રેરણાદાયી પોસ્ટ્સ શેર કરે છે.
First published: