Home /News /national-international /ડોમિનિકામાં મેહુલ ચોકસીની જામીન અરજી રદ, વકીલે કહ્યું- હાઈકોર્ટ જઈશું

ડોમિનિકામાં મેહુલ ચોકસીની જામીન અરજી રદ, વકીલે કહ્યું- હાઈકોર્ટ જઈશું

ડોમિનિકામાં વ્હીલચેર પર જોવા મળ્યો મેહુલ ચોકસી

મેહુલ ચોકસીના વકીલે આરોપ લગાવ્યો છે કે તેમના અસીલને એન્ટિગુઆના જોલી હાર્બરથી કિડનેપ કરીને ડોમિનિકા લાવવામાં આવ્યા હતા

નવી દિલ્હી. પંજાબ નેશનલ બેંક (PNB Scam)માં કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી મામલામાં ભારતમાં વોન્ટેડ હીરા વેપારી મેહુલ ચોકસી (Mehul Choksi) તરફથી દાખલ અરજી પર ડોમિનિકા હાઈકોર્ટ (Dominica High Court)માં સુનાવણી હાથ ધરાશે. આ પહેલા ડોમિનિકાની એક મેજિસ્ટ્રેટ કોર્ટે ચોકસીને દેશમાં ગેરકાયદેસર પ્રવેશ મામલામાં તેની જામીન અરજી ફગાવી દીધી છે. જેની પર ચોકસીના વકીલ વિજય અગ્રવાલ (Vijay Aggarwal)એ કહ્યું કે તેઓ ઉપલી કોર્ટના દરવાજા ખખડાવશે.

નોંધનીય છે કે, મંગળવારે જસ્ટિસ બર્ની સ્ટીફેંસને અરજીની સુનાવણીના લગભગ ત્રણ કલાક બાદ એક મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. ત્યારબાદ મામલાની સુનાવણી 3 જૂન માટે ટાળી દેવામાં આવી હતી. મેહુલની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચોકસીની એન્ટિગુઆ અને બારબુડાથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી ડોમિનિકા લાવવામાં આવ્યા હતા.

મેહુલ ચોકસીના વકીલનો શું છે દાવો?

ચોકસીના વકીલે આરોપ લગાવ્યો છે કે તેમના અસીલને એન્ટિગુઆના જોલી હાર્બરથી કિડનેપ કરવામાં આવ્યા અને તેમને લગભગ 100 નોટિકલ માઇલ દૂર એક બોટમાં બેસાડી ડોમિનિકા લાવવામાં આવ્યા. ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે, અમારું માનવું છે કે મેહુલ ચોકસી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં કેમ છે. તેમને 72 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવા જોઈતા હતા, જ્યારે આવું નથી કરવામાં આવ્યું. તેનાથી તેમના વલણની પુષ્ટિ થાય છે.

આ પણ વાંચો, મેહુલ ચોકસીના ભાઈએ ડોમિનિકામાં નેતાને લાંચ આપી, સ્થાનિક મીડિયાનો દાવો

ચોકસીના વકીલે કહ્યું કે, જે વિષયની સુનાવણી કરવામાં આવી રહી છે તે બંદી પ્રત્યક્ષીકરણ અરજી છે, ભારતમાં તેમને પ્રત્યર્પિત કરવાનો વિષય નથી. તેમની નાગરિકતાનો વિષય કોર્ટની સમક્ષ નથી. મીડિયાના વિવિધ અહેવાલોથી વિપરીત ભારત સરકાર વિશે કોઈ ચર્ચા જ નથી.

આ પહેલા મેહુલ ચોકસીની પત્ની પ્રીતિ ચોકસીએ એક સ્પેશલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેના પતિ 23 મેની સાંજે રાતનું ભોજન લેવા માટે નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યા જ નહીં. પ્રીતિ ચોકસીએ જણાવયું કે તેમણે ચોકસીની ભાળ મેળવવા માટે દરિયાકાંઠે એક સલાહકાર અને રસોઈયાને મોકલ્યા હતા, પરંતુ કોઈ પગેરું ન મળતાં અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો, જો આપની પાસે છે 1 રૂપિયાનો આ સિક્કો તો આપને મળશે દોઢ લાખ રૂપિયા, જાણો કેવી રીતે



મેહુલ ચોકસીની પત્નીએ કહ્યું હતું કે, હું એ જાણીને હેરાન થઈ ગઈ હતી કે ચોકસીને સાંજે લગભગ 5.30 વાગ્યે એક યાટ પર લઈ જવામાં આવ્યા અને કોઈએ આ જોયું નહીં. તેમની કાર પણ ઘટનાસ્થળેથી ગાયબ હતી, જે બીજા દિવસ સવારે 7.30 વાગ્યે મળી હતી. તેને પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવી હતી. જ્યારે પ્રીતિને મિસ્ટ્રી ગર્લ બારબરા જૈબરિકા (તેને કથિત રીતે મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ કહેવામાં આવી રહી છે) વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, હું જાણું છું કે જૈબરિકા ગયા વર્ષે ઓગસ્ટમાં એન્ટિગુઆ આવી હતી. ત્યાં આઇલેન્ડમાં અમારા બીજા ઘરે પણ આવી ચૂકી છે. ત્યાંના શેફ સાથે તેની દોસ્તી થઈ ગઈ હતી.
First published:

Tags: Antigua and Barbuda, Dominica, Mehul Choksi, PNB scam, કોર્ટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો