Home /News /national-international /રશિયા અને ક્રીમિયાને જોડતા બ્રિજ પર થયો મોટો બ્લાસ્ટ, માલવાહક ટ્રેનમાં ભયંકર વિસ્ફોટ

રશિયા અને ક્રીમિયાને જોડતા બ્રિજ પર થયો મોટો બ્લાસ્ટ, માલવાહક ટ્રેનમાં ભયંકર વિસ્ફોટ

રશિયાને ક્રીમિયા સાથે જોડતા બ્રિજ પર બ્લાસ્ટ (@ClintEhrlich))

આ ઘટના બાદ સડક અને પુલ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ બ્રિજને 2018માં ખોલવામાં આવ્યો હતો અને ક્રીમિયાને રશિયાના પરિવહન નેટવર્કથી જોડવા માટે ડિઝાઈન કરવામાં આવી હતી.

નવી દિલ્હી: રશિયા અને ક્રીમિયાને જોડતા બ્રિજ પર બ્લાસ્ટ થયો હોવાના સમાચાર આવી રહ્યા છે. રશિયન મીડિયાનું માનીએ તો, રશિયા અને ક્રીમિયાને મુખ્ય રીતે જોડતો કેર્ચ બ્રિજ પર શનિવારે સવારે માલવાહક ટ્રેનના ફ્યૂલ ટેન્કમાં ભીષણ આગ લાગી ગઈ હતી. તો વળી યુક્રેની મીડિયાએ તેને વિસ્ફોટ ગણાવ્યો છે. જો કે, હાલમાં સાચુ કારણ સામે આવ્યુ નથી.

આ પણ વાંચો: યુક્રેન ઈચ્છતું હતું કે રશિયા પર દબાણ બનાવે ભારત

સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ સડક અને પુલ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ બ્રિજને 2018માં ખોલવામાં આવ્યો હતો અને ક્રીમિયાને રશિયાના પરિવહન નેટવર્કથી જોડવા માટે ડિઝાઈન કરવામાં આવી હતી. એજન્સીએ એક ક્ષેત્રિય અધિકારીનો હવાલો આપતા કહ્યું કે, ક્રીમિયન પુલના એક ભાગમાં ઈંધણ ટેન્કમાં આગ લાગી ગઈ છે. જેનાથી પુલ પર આગની લાંબી જ્વાળાઓ દેખાઈ રહી છે.


યુક્રેની મીડિયાએ દાવો કર્યો હતો કે, આજે સવારે લગભગ 6 વાગ્યે બ્રિજ પર આ બ્લાસ્ટ થયો હતો. તો વળી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ આગ એટલી ભયાનક હતી કે, પુલનો એક બાજૂનો ભાગ પડી ગયો છે. પુલ એકદમ ક્ષતિગ્રસ્ત થયો છે. તેને પુતિન સરકારના પ્રતિકોમાંથી એક માનવામાં આવે છે.
First published:

Tags: Russia, Russia and Ukraine War

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો