Home /News /national-international /Elon Musk: ટેક વિઝનરીથી સોશિયલ મીડિયા કિંગ બનવા સુધી, કોઈ મુશ્કેલી ન રોકી શકી એલન મસ્કનો માર્ગ

Elon Musk: ટેક વિઝનરીથી સોશિયલ મીડિયા કિંગ બનવા સુધી, કોઈ મુશ્કેલી ન રોકી શકી એલન મસ્કનો માર્ગ

એલન મસ્ક બન્યા ટ્વિટરના માલિક (twitter/@elonmusk)

Elon Musk Buys Twitter: દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કે (Elon Musk) સોમવારે ટ્વિટર (Twitter)ને 44 અબજ ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો છે. જેનાથી દુનિયાના સૌથી પ્રભાવશાળી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક પર મસ્કનો અંગત કબ્જો કરવાનો માર્ગ મોકળો થઈ જશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. ટ્વિટરને હસ્તગત કરવાના સફળ પ્રયાસ પછી એલન મસ્કે (Elon Musk) તેમની સફળતાની યાદીમાં વધુ એક સિદ્ધિ ઉમેરી છે. આ અમેરિકન અબજોપતિએ પ્રતિ શેર 54.20 ડોલરના ભાવે ટ્વિટર ખરીદવાનો સોદો કર્યો હતો. મસ્ક આ પહેલા પણ આવા ઘણા કામ કરી ચૂક્યા છે જેના કારણે તેમનું નામ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે 2003માં સ્થાપેલી ટેસ્લા (Tesla) ઇલેક્ટ્રિક કાર કંપની દ્વારા કાર ઉધોગમાં ક્રાંતિ લાવી દીધી છે અને અવકાશમાં ખાનગી રોકેટ મોકલતી કંપની બનાવી છે. જો કે, તેમના અમુક કામો આદર્શવાદીઓમાં રોષ ફેલાવે છે અને આ અબજોપતિ ટેક વિઝનરી સેલિબ્રિટીનું અંગત જીવન પણ વિવાદોથી મુક્ત નથી.

એવી પણ આશંકા છે કે એલન મસ્ક તેમના રાજકીય મંતવ્યો, વ્યવસાયિક રીતો અને તેની આડમાં વ્યક્તિ સાથેના વિવાદો અંગેના તેમના મંતવ્યો સોશિયલ મીડિયા કંપની ટ્વિટર દ્વારા લોકો સુધી પહોંચાડવાની કોશિશ જરૂર કરશે. મસ્ક પોતાને ઉદારવાદી અને સ્વતંત્ર ભાષણના સમર્થક કહેવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકો તેમને જમણેરી કહે છે. તેમના ટીકાકારો તેમને નિરંકુશ તરીકે વર્ણવે છે અને તેમના વિરોધીઓને ધમકી આપવાનો આરોપ મૂકે છે.

આ પણ વાંચો: ટેક્નોલોજી વર્લ્ડની સૌથી મોટી ડીલ, એલન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદ્યું, યૂઝર્સને થશે શું ફાયદો?

મસ્ક પોતાની શરતો પર કામ કરે છે

મસ્કે એક મહિના પહેલા જ ટેક્સાસમાં ટેસ્લાની ‘ગીગાફેક્ટરી' ખોલી છે. કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે ટેસ્લાના પ્લાન્ટને બંધ કરવાને લઈને કેલિફોર્નિયાના અધિકારીઓ સાથે તેમનો વિવાદ થયો હતો. આ પછી મસ્કે કેલિફોર્નિયામાંથી પોતાની ફેક્ટરીને હટાવવાનો નિર્ણય કર્યો. મસ્કના ખાતામાં ઘણું બધું નોંધાયેલું છે. તેમની સ્પેસ કંપની સ્પેસએક્સ (SpaceX) તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહેલું અને સંપૂર્ણપણે ખાનગી મિશન મોકલવામાં સફળ થઈ છે.

વિવાદો સાથે મસ્કનો જૂનો સંબંધ

પરંતુ મસ્કનો વિવાદો સાથે પણ જૂનો સંબંધ છે. તેમની કાર કંપની ટેસ્લાએ ઘણા મુકદ્દમાનો સામનો કર્યો છે. જેમાં અશ્વેત કર્મચારીઓ સામેના ભેદભાવથી લઈને જાતીય સતામણી સુધીના આરોપોનો સમાવેશ થાય છે. આ સિવાય તેમની બિઝનેસ મેથડ અને પર્સનલ લાઈફને લગતા વિવાદો પણ સતત હેડલાઈન્સ બની રહ્યા છે. તેઓએ ત્રણ વખત લગ્ન કર્યા છે અને છૂટાછેડા લીધા છે. તેમને સાત બાળકો છે. એક રીતે જોઈએ તો ઈલોન મસ્ક આ સમયના સૌથી વધુ ચર્ચિત લોકોમાંના એક બની ગયા છે. મસ્ક આજે જે ઊંચાઈએ પહોંચ્યા છે, તેમની સફર અવરોધોથી ભરેલી રહી છે. તેમ છતાં મસ્કે દરેક અવરોધનો સફળતાપૂર્વક સામનો કર્યો છે.

દરેક અવરોધ પાછળ છોડી દીધા

28 જૂન, 1971ના રોજ પ્રિટોરિયામાં જન્મેલા, એન્જિનિયર પિતા અને કેનેડિયન- મોડલ માતાના પુત્ર મસ્ક ઓન્ટારિયોમાં ક્વીન્સ યુનિવર્સિટીમાં ભણવા માટે કિશોર વયે દક્ષિણ આફ્રિકા છોડી ગયા હતા. તેમણે બે વર્ષ પછી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં સ્થાનાંતરિત કર્યું અને ભૌતિકશાસ્ત્ર અને વ્યવસાયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. બાદમાં મસ્કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું માંડી વાળ્યું. તેના બદલે તેમણે Zip2 નામની કંપની શરૂ કરી. આ કંપનીએ મીડિયા ઈન્ડસ્ટ્રી માટે ઓનલાઈન પબ્લિકેશન સોફ્ટવેર બનાવ્યું છે. ઈલોન મસ્ક 30 વર્ષની ઉંમરે કરોડપતિ બની ગયા. જ્યારે તેમણે 1999માં યુએસ કોમ્પ્યુટર નિર્માતા કોમ્પેકને 300 મિલિયન ડોલરથી વધુમાં Zip2ને વેચી.

આ પણ વાંચો: NASAએ ટેસ્ટ કરી ‘હોલોપોર્ટેશન’ ટેક્નોલોજી, અવકાશયાત્રીઓ સામે આવી ગયા ડોક્ટર! જાણો તેના વિશે

મસ્કએ આગામી કંપની X.com બનાવી જે PayPal સાથે મર્જ થઈ. બાદમાં તેને 2002માં ઓનલાઈન પેમેન્ટ ફર્મ eBay દ્વારા 1.5 બિલિયન ડોલરમાં ખરીદવામાં આવી હતી. PayPal  છોડ્યા પછી એલન મસ્કએ વધુ મહત્વાકાંક્ષી કંપનીઓની એક સિરીઝ જ શરૂ કરી દીધી. તેણે 2002માં સ્પેસએક્સની સ્થાપના કરી હતી. તે હવે તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર છે. 2004માં મસ્કે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા બનાવી, જેના તે પ્રેસિડન્ટ બન્યા. મસ્ક પાસે યુએસ, કેનેડા અને દક્ષિણ આફ્રિકાની નાગરિકતા છે. ફોર્બ્સનો અંદાજ છે કે તેની વર્તમાન નેટવર્થ 266 બિલિયન ડોલર છે.

સ્પેસએક્સે અપાવી જોરદાર સફળતા

કેટલીક પ્રારંભિક દુર્ઘટનાઓ અને ક્ષતિઓ પછી સ્પેસએક્સ નક્કર જમીન અને મહાસાગરમાં બનેલા પ્લેટફોર્મ પર રોકેટને લોન્ચ કરવા અને લેન્ડ કરવાની ટેક્નોલોજી વિકસાવવામાં સફળ થયું. આનાથી રોકેટનો ઘણી વખત ઉપયોગ કરવાનો માર્ગ મોકળો થયો. આ ટેક્નિકના કારણે અવકાશ યાત્રાને સસ્તી બનાવવી શક્ય બનશે. સ્પેસએક્સે સ્પેસ ટુરિઝમના ક્ષેત્રમાં પણ સફળતા હાંસલ કરી અને અવકાશ પ્રવાસીઓને અવકાશમાં મોકલ્યા.

મસ્ક અલ્ટ્રા-ફાસ્ટ ‘હાયપરલૂપ' રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બનાવવા પર કામ કરી રહ્યા છે જે લોકોને સુપરસોનિક ઝડપે મુસાફરી કરાવી શકશે. મસ્કના સપના માત્ર અહીં જ નથી, પરંતુ તે મંગળ પર મનુષ્યોની વસાહત બનાવવા માંગે છે. સ્પેસએક્સ પ્રોટોટાઇપ રોકેટ 'સ્ટારશિપ' વિકસાવી રહ્યું છે. જેમાં તે ચંદ્ર, મંગળ અને તેનાથી આગળના ગ્રહો પર ક્રૂ અને કાર્ગો લઈ જઈ શકશે.
First published:

Tags: Elon musk, Explained, Gujarati tech news, Twitter, World News in gujarati

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો