Home /News /national-international /United Nations General Assembly: પાકિસ્તાન-ચીન-તુર્કીની ત્રિપુટીના આતંકવાદને સપોર્ટ મામલે UNGAમાં ભારતીય વિદેશ મંત્રીના દમદાર નિવેદન

United Nations General Assembly: પાકિસ્તાન-ચીન-તુર્કીની ત્રિપુટીના આતંકવાદને સપોર્ટ મામલે UNGAમાં ભારતીય વિદેશ મંત્રીના દમદાર નિવેદન

એસ. જયશંકર, કેન્દ્રીય વિદેશ મંત્રી - ફાઇલ તસવીર

United Nations General Assembly: ભારતના કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે ભારતની લિડરશિપે કેવી રીતે આ વૈશ્વિક મુશ્કેલી સામે બાથ ભીડી હતી તે મામલે રજૂઆત કરી હતી.

  નવી દિલ્હીઃ 77મા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી સભા દરમિયાન વિશ્વના નેતાઓએ વૈશ્વિક શાંતિ અને વિકાસ માટેની ભારતની મક્કમતાની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જનરલ એસેમ્બલીમાં હાજરી નહોતી આપી પરંતુ તેમની જગ્યાએ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએનજીએમાં હાજરી આપી હતી.

  એસ. જયશંકરે વિવિધ સહયોગી સાથે બેઠક કરી


  યુએનજીએમાં વિદેશ મંત્રીએ ગ્લોબલ સાઉથના ભાગીદારો તેમજ પશ્ચિમના સહયોગીઓ સાથે બેઠકો કરી હતી. યુએનજીએમાં તેમની બેઠક દરમિયાન અને આ સાથે જ સમિટ સિવાયની બેઠક દરમિયાન જયશંકરે UNSC સુધારાની હિમાયત કરી હતી. આ ઉપરાંત આતંકવાદને પ્રોત્સાહન આપતા રાજ્યોને પડકાર ફેંક્યો હતો અને જણાવ્યુ હતુ કે, અશાંત વિશ્વને ભારતે કેવી રીતે કારણ અને સદ્ભાવના આપી હતી.

  આ પણ વાંચોઃ યુક્રેનના PM અને રશિયાના વિદેશ મંત્રીને મળ્યા એસ.જયશંકર

  સંયુક્ત રાષ્ટ્રની નજરલ એસેમ્બલીમાંથી એસ. જયશંકરના નિવેદન


  પાકિસ્તાન પર નિવેદનઃ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએસ અને પાકિસ્તાન વચ્ચે થયેલી F-16 ફાઇટર જેટની ડીલ મામલે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ભારતીય-અમેરિકનોના એક કાર્યક્રમમાં ભારતીય વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, તેઓ જાણે છે કે કોની વિરુદ્ધ અને ક્યાં F-16નો ઉપયોગ કરવામાં આવશે ત્યારે જેટ્સનો ઉપયોગ આતંકવાદ વિરોધી ઓપરેશનમાં કરવામાં આવશે તેનો છેદ ઉડાડી દે છે.

  જયશંકરે કહ્યુ હતુ કે, ‘તમે આવી વાતો કરીને કોઈને મુર્ખ નહીં બનાવી શકો... આ એક એવો સંબંધ છે કે જે પાકિસ્તાનને બરાબર સેવા પૂરી પાડી રહ્યો નથી કે નથી અમેરિકાનું હિત કરતો! આજે ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ માટે આ સંબંધની યોગ્યતાઓ શું છે અને તેઓ તેનાથી શું મેળવે છે તેના પર વિચાર કરવાનો છે.’

  આતંકવાદ પર નિવેદનઃ ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં એસ. જયશંકરે કહ્યુ હતુ કે, ‘આતંકવાદ પર: દશકોથી સરહદ પારના આતંકવાદનો ભોગ બનનારું ભારત શૂન્ય-સહિષ્ણુતા સુધીના અભિગમની હિમાયત કરે છે. અમારા મતે આતંકવાદ તરફેણમાં દલીલ કરવાનો અને તેને પ્રોત્સાહન આપવાની કોઈ દલીલ હોતી નથી.’

  આ પણ વાંચોઃ UNSCમાં જયશંકરે ચીન પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા

  આતંકવાદીઓને વૈશ્વિક ખતરો જાહેર કરવાના પ્રસ્તાવ પર અસહમતિ દર્શાવવાના ચીનના પ્રયત્ન પરઃ જયશંકરે ચીનનું નામ લીધા વિના કહ્યુ હતુ કે, ‘જેઓ UNSC 1267 પ્રમાણે પ્રતિબંધ શાસનની રાજનીતિ કરી ઘણીવાર આતંકવાદી ઘોષિત થયો હોય તે છતાં તેના બચાવની હદ સુધીનું જોખમ લેતા હોય છે. જો મારી વાત માનો તો, આવું કરનારા ના તો તેમની પ્રતિષ્ઠા વધારી શકે છે, ના તો હિતોને વધારી શકે છે.’

  ચીને આતંકવાદીના અનેક પ્રસ્તાવ રોક્યા હતા


  26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં તેની સંડોવણી માટે જાણીતા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને નિયુક્ત કરવા માટે યુનાઇટેડ નેશન્સમાં યૂએસ અને ભારત દ્વારા સહ-સમર્થિત પ્રસ્તાવ પર ચીને રોક લગાવ્યા પછી તે અંગે ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. તેટલું જ નહીં, ચીને અગાઉ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અઝહર અને આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવોને રોકી રાખ્યાં હતા.

  ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા પર નિવેદન: જયશંકરે યુએનજીએને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે, ‘ભારત મોટી જવાબદારીઓ નિભાવવા તૈયાર છે. પરંતુ ત્યારે ગ્લોબલ સાઉથ દ્વારા કરવામાં આવેલા અન્યાય મામલે નિર્ણાયક રીતે સંબોધવામાં આવે. હાલના સમયમાં વિશ્વ વિવિધ કારણો સાંભળે અને સદ્ભાવનાના વધુ કાર્યો કરે છે. ભારત બંને બાબતોમાં ઇચ્છુક અને સક્ષમ છે.’

  વિદેશ મંત્રીએ કહ્યું હતુ કે ભારત દેવું, આર્થિક વૃદ્ધિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા અને આબોહવાના પડકારો મામલે વિકાસશીલ દેશો સાથે કામ કરવા તૈયાર છે.

  આ પણ વાંચોઃ ચીન સાથે ભારતના સંબંધો બગડવા અંગે વિદેશ મંત્રીનો ખુલાસો

  જયશંકરે કહ્યુ હતુ કે, ‘તમે તે જોઈ શકો છો અને અનુભવી પણ શકશો. આ અંગે રાષ્ટ્રપતિ બિડેને પણ અભિવ્યક્તિ આપી હતી. મને લાગે છે કે, તમે રશિયાના મંત્રી લવરોવને પણ જનરલ એસેમ્બલીના પોડિયમ પરથી ભારતનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા જોયાં છે. સંખ્યાબંધ દેશોએ પણ ભારતનો ઉલ્લેખ કર્યો છે. સામાન્ય સભામાં રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો અથવા દેશના વિદેશ મંત્રીઓને અન્ય દેશનો સંદર્ભ લેવો યોગ્ય નથી.’

  જયશંકરે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, ‘હું મીડિયા પર નજર રાખતો હોઉં છું. આ શહેરમાં ચાલતા એક અખબાર સહિત એવા ઘણાં અખબારો છે જેના વિશે તમે જ જાણો છો કે તે શું લખે છે. આ તેટલા માટે નથી કે મોટાભાગના અમેરિકનોને ખબર નથી હોતી કે ઘરે પાછા ફરવાથી ઘોંઘાટ અને જટિલતાઓ કેવા પ્રકારની છે, તેથી પાછળ બેસી રહેવું તે મહત્ત્વનું નથી. અન્ય લોકોને મને વ્યાખ્યાયિત કરે તે યોગ્ય નથી. મને એક કોમ્યુનિટી તરીકે લાગે છે કે તે આપણાં માટે ખૂબ જ મહત્ત્વનું છે.’

  આર્ટિકલ 370ના રિવોલ્યુશન પર નિવેદનઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનું જે રીતે વર્ણન કરવામાં આવી રહ્યું છે તેનો વિરોધ કરવાની જરૂર છે. તેઓ કહે છે કે, ‘જે રીતે સત્યને મરોડવામાં આવે છે, તેને બધા સામે મૂકવામાં આવે છે. ત્યારે શું સાચું છે અને શું ખોટું છે તે નક્કી કરવામાં મૂંઝવણ પેદા કરે છે. આ હકીકતમાં રાજકારણ છે. અમે આ ચર્ચાઓથી દૂર રહીને આપણા દેશની કે આપણી માન્યતાઓની સારી રીતે સેવા કરી રહ્યા નથી અથવા તો શું સાચું અને ખોટું છે તે અંગેની આપણે સમજણ પણ આપી નથી રહ્યા.’  જયશંકરે તુર્કીના વડાપ્રધાન રેસેપ તૈયપ એર્દોગન પર પણ કાશ્મીરનો મુદ્દે ઉખેડવા મામલે પ્રહાર કર્યા હતા. તુર્કીના સમકક્ષ મેવલુત કાવુસોગ્લુ સાથેની બેઠક પછી જયશંકરે ટ્વીટ કર્યુ હતુ કે તેમની વચ્ચે સાયપ્રસ મુદ્દા મામલે ચર્ચા થઈ હતી. તુર્કીએ 1974માં સાયપ્રસના ઉત્તરીય ભાગ પર આક્રમણ કર્યું હતુ અને તે પછી દસકાઓ સુધી આ સમસ્યા વણઉકેલાયેલી જ છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: S Jaishankar, UNGA

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन