કાશ્મીરથી કન્યાકુમારી સુધી આખા દેશમાં મોદીજીની લહેર છે: અમિત શાહ

અમિત શાહ (ફાઇલ ફોટો)

તેલંગાણામાં ભાજપ પ્રમુખ અમિત શાહે મહાગઠબંધન પર પ્રહાર કરતા પૂછ્યું, તમારો નેતા કોણ?'

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: ભાજપના પ્રમુખ અમિત શાહે તેલંગાણામાં યોજાયેલી એક સભામાં મહાગઠ બંધન પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું હતં કે લોકોએ પોતાનું મન બનાવી લીધું છે, હું જ્યાં જઈ રહ્યો છું ત્યાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી મોદીજીની લહેર છે અને સકારાત્મક વાતાવારણ સર્જાયું છે.

    તેમણે કહ્યું, “હું મહાગઠબંધનને પૂછવા માંગુ છું કે તમારો નેતા કોણ છે? આ સત્તાના લાલસુ લોકો દેશનું કલ્યાણ કરી શકે નહીં. પુલવામામાં થયેલા હુમલા બાદ આપમી એરફોર્સે પાકિસ્તાનમાં ઘૂસી અને તેમના આતંકવાદી કેમ્પ તબાહ કરી નાખ્યા છે. પાકિસ્તાન પર ભારતે તાત્કાલિક કરેલી કાર્યવાહીના લીધે મોદીજીના નેતૃત્વમાં દેશના આદરમાં વધારો તયો છે. ”

    ભાજપ અધ્યક્ષે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું, “ રાહુલ બાબા અને વિપક્ષ એરસ્ટ્રાઇક પર સવાલ ઊભા કરી રહ્યાં છે. આ સ્થિતિમાં પાકિસ્તાની મીડિયા અને રાહુલ ગાંધીના નિવેદનો વચ્ચે અંતર શોધવું મુશ્કેલ છે. રાહુલ ગાંધી, ચંદ્રાબાબુ નાઇડુ, કેસીઆરે ગેરકાયદેસરરીતે ભારતમાં વસતા લોકો વિશે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો જોઈએ. આજકાલ રાહુલ ગાંધી તેલગુ અસ્મિતાની ચર્ચા કરી રહ્યાં છ, પરંતુ લોકો ભૂલ્યા નથી કે કોંગ્રેસે પૂર્વ મુખ્ય મંત્રી અંજૈયાજીનું અપમાન કર્યુ હતું. પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવના મૃતદેહને કોંગ્રેસ કાર્યલયમાં દાખલ થવા દેવાયો નહોતો.”
    Published by:Jay Mishra
    First published: