Home /News /national-international /

20th Year of NaMo: બીજેપીએ ગણાવ્યા PM મોદીએ 20 વર્ષમાં કરેલા 20 મોટા કામ

20th Year of NaMo: બીજેપીએ ગણાવ્યા PM મોદીએ 20 વર્ષમાં કરેલા 20 મોટા કામ

આજના જ દિવસે વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, આવો જાણીએ તેમના અગત્યના યોગદાન વિશે

આજના જ દિવસે વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, આવો જાણીએ તેમના અગત્યના યોગદાન વિશે

  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્ર્સ મોદી (PM Narendra Modi) રાજકારણના શિખર પર પહોંચનારા તે ગણતરીના રાજનેતાઓ પૈકીના એક છે જેઓએ પોતાની સફર એક કાર્યકર્તા તરીકે શરૂ કરી અને પછી મુખ્યમંત્રી બનીને અને પછી વડાપ્રધાન પણ બન્યા. નરેન્દ્ર મોદીના રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મુખ્ય ભૂમિકામાં આજે 20 વર્ષ (20thYearOfNaMo) થઈ ચૂક્યા છે. આજના જ દિવસે વર્ષ 2001માં મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી લઈને આજ સુધી મોદીના નામનો જાદુ પહેલા ગુજરાતમાં જોવા મળતો હતો, જે હવે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે.

  વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનનો ચહેરો બનાવીને સમગ્ર દેશમાં રજૂ કર્યો. તેના કારણે બીજેપીએ પ્રચંડ બહુમત પ્રાપ્ત કરતાં અનેક રેકોર્ડ્સ તોડી દીધા. નરેન્ર્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનો અવાજ અને તેમનો જાદુ સમગ્ર દેશમાં જોવા મળતો હતો. એવામાં જ્યારે તેઓ વડાપ્રધાન પદ માટે પસંદ કરાયા તો બીજેપીને દેશની જનતાએ ભરપૂર વોટ આપ્યા અને બહુમત આપીને લોકસભામાં બેસાડ્યા. બીજેપીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર પર મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનેલા મોદીના 20 વર્ષના કાર્યકાળના 20 કામ ગણાવ્યા છે. આવો જાણીએ આ 20 વર્ષોમાં નરેન્દ્ર મોદીએ કયા 20 મોટા કામ કર્યા...

  વર્ષ 2001: 20 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા.

  વર્ષ 2002: નરેન્દ્ર મોદીએ 2002 ગુજરાત વિધાનસભા ચૂંટણીની આગેવાની કરી. તેમના નેતૃત્વમાં ગુજરાત બીજેપીને ઈતિહાસમાં પહેલીવાર રેકોર્ડ બ્રેક સીટો મળી.

  વર્ષ 2003: આ વર્ષે નરેન્દ્ર મોદીએ પહેલા બાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યું. સમિટ દરમિયાન 14 બિલિયન ડૉલરના 76 MoU સાઇન કરવામાં આવ્યા.

  વર્ષ 2004: નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણો યોજના લૉન્ચ કરી અને શાળા પ્રવેશોત્સવ પ્રોગ્રામની શરૂઆત કરી.

  વર્ષ 2005: રાજ્યમાં સેક્સ રેશિયોમાં આવી રહેલા અંતરને રોકવા માટે બેટી બચાવો અભિયાન લૉન્ચ કર્યું. અભિયાન બાદ રાજ્યમાં દીકરીઓના જન્મ દરમાં વૃદ્ધિ જોવા મળી.

  વર્ષ 2006: ગુજરાતના લોકોને આપી જ્યોતિગ્રામ યોજનાની ખાસ ભેટ.

  વર્ષ 2007: નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીએ ત્રીજી વિધાનસભા ચૂંટણી જીતી. મોદી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી બન્યા.

  વર્ષ 2008: ગુજરાતની ધરતી પર ટાટા નેનોનું સ્વાગત કર્યું, કાર મેન્યૂફેક્ચરિંગનું ગુજરાત હબ બન્યું.

  વર્ષ 2009: રાજયના સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવા માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાનું ઉદ્ઘાટન કર્યું.

  વર્ષ 2010: ગુજરાતના 50 વર્ષના ઈતિહાસને આગામી 1000 વર્ષ માટે સાચવવા માટે 90 Kgની ટાઇમ કેપ્સૂલમાં કર્યું સીલ.

  વર્ષ 2011: 17 સપ્ટેમ્બર 2011ના રોજ સદભાવના મિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લાખો લોકોએ હિસ્સો લીધો.

  વર્ષ 2012: 26 ડિસેમ્બર 2012ના રોજ નરેન્દ્ર મોદી ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

  વર્ષ 2013: 13 સપ્ટેમ્બર 2013ના રોજ બીજેપીની સંસદીય બોર્ડની બેઠકમાં નરેન્દ્ર મોદીને પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવાયો.

  વર્ષ 2014: 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના 15મા વડાપ્રધાન તરીકે શપથ લીધા.

  વર્ષ 2015: 21 જૂન 2015ના રોજ દુનિયાભરમાં પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો.

  વર્ષ 2016: ભ્રષ્ટાચાર, કાળા ધન અને નકલી નોટ સામે લડવા માટે નોટબંધી લાગુ કરવામાં આવી. લેવડ-દેવડ માટે BHIM/UPI લૉન્ચ કરવામાં આવ્યા.

  વર્ષ 2017: એક દેશ એક ટેક્સ પ્રણાલી, GST લાગુ કરવામાં આવી.

  વર્ષ 2018: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી.

  વર્ષ 2019: નરેન્દ્ર મોદી પ્રચંડ જીતની સાથે સતત બીજી વાર દેશના વડાપ્રધાન બન્યા.

  વર્ષ 2020: યોગ્ય સમયે પૂર્ણ લૉકડાઉન લાગુ કરી કોરોનાને મહામારી બનતા રોકી. દરેક નાગરિક સુધી બીમારીથી લડવાની જાણકારી પહોંચાડી અને લોકોને જાગૃત કર્યા.

  મોદી સરકારે એક-એક કરીને અનેક નિર્ણયો લીધા, જેના કારણે તેમને ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે. તે આર્ટિકલ 370 હોય કે પછી રામ મંદિરના ભૂમિ પૂજનમાં સામેલ થઈને શ્રીરામને દંડવત પ્રણામ કરવા. નરેન્દ્ર મોદીને ઈતિહાસમાં એક સફળ વડાપ્રધાન અને એક શ્રેષ્ઠ રાજનેતા તરીકે પણ યાદ રાખવામાં આવશે.

  આજે નરેન્દ્ર મોદી જન-વિશ્વાસનું બીજું નામ છે. જ્યારે-જ્યારે કોઈ મુસીબત સામે આવે છે, ગરીબોની સાથે તેમનું બોન્ડિંગ અગાઉથી પણ વધી જાય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ગરીબો માટે તેઓએ જે કંઈ કર્યું છે, તે કદાચ કોઈ બીજા વડાપ્રધાને અત્યાર સુધી કોઈએ નથી કર્યું. તેમનામાં જે જન-ભાવના અને આશ્વાસન છે તેના કારણે તેમને પહેલાથી અનેકગણું વધારે બહુમત પ્રાપ્ત થયું છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: RSS, Vadnagar, ગાંધીનગર, ગુજરાત, નરેન્દ્ર મોદી, ભાજપ, ભારત, રાજકારણ, વડાપ્રધાન

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन