Home /News /national-international /

'તિંરગો જ ધર્મ'થી 'શિવભક્તિ' સુધી... સત્તામાં વાપસી માટે 'સોફ્ટ હિન્દુત્વ'ના સહારે રાહુલ!

'તિંરગો જ ધર્મ'થી 'શિવભક્તિ' સુધી... સત્તામાં વાપસી માટે 'સોફ્ટ હિન્દુત્વ'ના સહારે રાહુલ!

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અભિયાનની શરૂઆત શિવભક્તિ સાથે કરી હતી.

  પલ્લવી ઘોષ

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અભિયાનની શરૂઆત શિવભક્તિ સાથે કરી હતી. આ દરમિયાન પાર્ટીના પોસ્ટરો લગવામાં આવ્યા હતા જેમાં રાહુલ ગાંદઈને શિવલિંગ ઉપર જળનો અભિષક કરતા દેખાડવામાં આવ્યા છે. જોકે આ એક અઘોષિત પરંપાર બની ચુકી છે. રાહુલ ગાંધી મંદિર દર્શનથી જ અભિયાનની શરૂઆત કરે છે. ગત વર્ષે ગુજરાતમાં થયેલી ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એક તિંરગાથી સોફ્ટ હિદુત્વનું કાર્ડ રમ્યું હતું. ક્યારેક મંદિર દર્શન કે ક્યારેક શિવ ભક્તિથી વોટર્સનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો હતો.

  મધ્ય પ્રેદશમાં ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીને શિવ ભક્ત તરીકે પ્રોજક્ટ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના હિન્દુત્વને લઇને ખુબ જ રાજનીતિક ગરમાવો થયો છે. કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીની જનેઉધારી હિન્દુ ગણાવ્યા હતા કર્ણાટકના ચૂંટણીમાં રાહુલ ગાંધીની માનસરોવર યાત્રાનું એલાન થયું છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રામ અને ગાય વચ્ચે હવે રાહુલ ગાંધીના શિવ ભક્ત અવતારથી સત્તામાં પરત ફરવાનો માર્ગ શોધી રહી છે.

  2014માં કોંગ્રેસને મળેલી કારમી હારથી સબક લઇને રાહુલ ગાંધી 2019માં પાર્ટીના પ્રદર્શનને વધારે સારું કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે પાર્ટી માટે આઇડિયોલોજી પણ બદલી છે. પોલિટિકલી યુ ટર્ન મારતા કોંગ્રેસ અધ્યક્ષે અભિયાન રણનીતિ તરીકે તિરંગની જગ્યાએ ધર્મને સ્થાન આપ્યું છે.

  આ કડીમાં રાહુલે ગુજરાત અને કર્ણાટક ચૂંટણી દરમિયાન 11 મંદિરો, મઠોના દર્શન કર્યા છે. તાજેતરમાં કૈલાશ માનસરોવરની યાત્રા કરીને પરત ફર્યા છે. રવિવારે રાહુલ ગાંધીએ 11 પુજારીઓના મંત્રોચ્ચાર પછી ભોપાલમાં લાલઘાટી ચોકમાં પોતાના રોડ શોની શરૂઆત કરી હતી.

  'News18'ના સુત્રોના જણાવ્યા પ્રમાણે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યોમાં પોતાના પ્રદર્શન સુધારવા માટે કોંગ્રેસને એ રસ્તો અપનાવ્યો છે જે સોફ્ટ હિન્દુત્વ તરફ જાય છે. આમ રાહુલ ગાંધી જ્યોતિર્રમઠ ગયા અને તેને હિન્દુઓનું અભૂતપૂર્વ તીર્થ સ્થળ કરાર આપ્યું છે. ચૂંટણી પ્રચાર અભિયાન અંતર્ગત રાહુલ ગાંધી આવનારા દિવસોમાં મધ્ય પ્રદેશ તરફથી મંદિરોના દર્શન કરશે.

  આ પ્રકારે કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓને એ ચોક્કી સલાહ આપી છે કે રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રાને એક રાજકીય રણનીતિ તરીકે વર્ણવે. પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીએ 2014ની લોકસભાની ચૂંટમી પછી કોંગ્રેસને સોફ્ટ હિન્દુત્વને લઇને એક રિપોર્ટ રજૂ કરી હતી. જે પ્રમાણે અન્ય અનેક મુદ્દાઓ વચ્ચે કોંગ્રેસ અલ્પસંખ્યત હિતેચ્છું છાપના કરાણે ભાજપે મજબૂત હિન્દુત્વ છાપ બનાવી હતી. જેનો ભરપૂર લાભ મળ્યો હતો.

  પાર્ટી રણનીતિની જેમ કોંગ્રેસ પ્રવક્તાઓને પણ આ સલાહ આપી છે કે તેઓ કોઇપણ ટીવી ડિબેટમાં ભાગ લે. કારણ કે સંભવ છે કે, એનાથી રાજનીતિક ચર્ચાનું ધ્રુવિકરણ થઇ શકે. પાર્ટી પ્રવક્તાઓને કહેવામાં આવ્યું છે કે મોબ લિંચિગ, ગૌહત્યા, રામમંદિર જેવા મુદ્દાઓ ઉપર કોઇપણ નિવેદન આપતા બચે.

  કોંગ્રેસના એક સીનિયર નેતાએ જણાવ્યું હતું કે, અમારી રણનીતિથી આરએસએસ ચિડાઇ રહી છે. કોંગ્રેસ નેતા આરએસએસના કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતના સંબોધનમાં આ વા કરી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આ સોફ્ટ હિન્દુત્વને લઇને બીજેપી સતત હુમલો કરી રહી છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં રાહુલ ગાંધીની યાત્રાને લઇને લગાયેલા પોસ્ટરોમાં હુમલાનું વલણ અપાનીવીને બીજેપી આની આલોચના કરવાનું શરુ કરી દે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: 2019 election, Hindutva, Madhya pradesh, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन