કેજરીવાલે લાયસન્સ સહિત 40 સેવાઓ લોકોને ઘેર-બેઠાં આપવાની શરૂ કરી 

કેજરીવાલે લાયસન્સ સહિત 40 સેવાઓ લોકોને ઘેર-બેઠાં આપવાની શરૂ કરી 
અરવિંદ કેજરીવાલ (ફાઈલ ફોટો)

આમ આદમી પાર્ટીની સરકાર ડ્રાઇવીંગ લાયસન્સ, મેરેજ સર્ટિફિકેટ સહિતની 40 જેટલી સેવાઓ લોકોના ઘરે આવીને આપશે

 • Share this:
  દિલ્હીંમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર ડ્રાઇવીંગ લાયસન્સ, મેરેજ સર્ટિફિકેટ સહિતની 40 જેટલી સેવાઓ લોકોના ઘરે આવીને આપશે એટલે કે લોકોને ઘેર બેઠા આ સેવાઓનો લાભ મળશે. આ સેવાનો આજથી દિલ્હીમાં પ્રારંભ થયો છે.  આ વર્ષની શરૂઆતમાં કેજરીવાલની સરકારે આ ડુરસ્ટેપ ડિલીવરી સેવાનો પ્રસ્તાવ કર્યો હતો અને દિલ્હીના લેફટનન્ટ ગવર્નર અનિલ બઇજલ પર એવો આરોપ લગાવ્યો હતો કે, તેઓ આ સેવાઓને રોકી રહ્યા છે.

  જો કે, પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે 4 જુલાઇના રોજ દિલ્હી રાજ્યનાં વહીવટ માટે કેટલા નિયમો-ધારાધોરણો બનાવ્યા હતા અને કેજરીવાલને આ યોજનામાં આગળ વધવાનો રસ્તો મોકળો કર્યો હતો. ગયા મહિને અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યં હતું કે, લોકોને ઘેર બેઠા સેવાઓ મળતી થશે અને એ રીતે વહીવટીતંત્રમાં એક નવી ક્રાંતિ આવશે. ભ્રષ્ટાચારને મોટો ઝટકો પડશે. વિશ્વમાં પહેલી વખત આવું બની રહ્યું છે. 10 સપ્ટેમ્બરથી”.  આ પણ વાંચો: 2019ની ચૂંટણીને લઈને કેજરીવાલે કરી મોટી જાહેરાત, ગઠબંધન ચોક્યું

  અરવિંદ કેજરીવાલની સરકારે એવો દાવો કર્યો હતો કે, દિલ્હીના કોઇ પણ નાગરિકને હવે આ 40 સેવાઓ માટે લાઇનમાં ઉભુ રહેવુ નહી પડે.

  સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ સેવોઓ મેળવવા માટે નાગરિકોએ ફક્ત 50 રૂપિયા વધારાનો ચાર્જ આપવાને રહેશે. દિલ્હી સરકારે આ સેવાઓ પુરી પાડવા માટે એક કંપનીને કામ સોંપ્યુ છે. આ કામ પાર પાડવા માટે મોબાઇલ સહાયકોની નિમણુંક કરવામાં આવી છે. લોકો આ 40 સેવાઓ જેમાં મેરેજ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, પાણીનું કનેક્શન, રાશન કાર્ડ, ડુપ્લિકેટ આર.સી બુક વગેરે ઘેર બેઠા મેળવી શકાશે.

  આ પણ વાંચો: દિલ્હીના ખેડૂતોની આવક થશે 4 ગણી, કેજરીવાલ સરકારે બનાવી યોજના
  Published by:Vijaysinh Parmar
  First published:September 10, 2018, 12:02 pm

  ટૉપ ન્યૂઝ