Home /News /national-international /

કોંગ્રેસ અને ગાંધી પરિવારના હાથથી સરકી રહ્યો છે સમય, જલ્દી ફેરફારની જરૂર

કોંગ્રેસ અને ગાંધી પરિવારના હાથથી સરકી રહ્યો છે સમય, જલ્દી ફેરફારની જરૂર

(તસવીર - PTI))

સમય આવી ગયો છે કે કોંગ્રેસે પોતાની અંદર એક ઝડપી પરિવર્તન કરવા પડશે. કોંગ્રેસ અને નહેરુ-ગાંધી પરિવાર બંને માટે સમય ઝડપથી હાથથી સરકી રહ્યો છે

  રશિદ કિદવઇ, નવી દિલ્હી : આધુનિક કાળના ઇતિહાસમાં 136 વર્ષોની સફર લાંબો સમય છે. યૂનાઇટેડ કિંગડમની કંઝરવેટિવ પાર્ટી (UK's Conservative Party), અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી (Democratic Party of the USA)અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Indian National Congress) દુનિયાની સૌથી જૂની રાજનીતિક પાર્ટીઓમાંથી છે. કોંગ્રેસ આટલા લાંબા વર્ષો સુધી સતત અસ્તિત્વમાં બન્યા રહેવા પાછળ એક મૂળ મંત્ર કામ કરતો રહ્યો છે અને તે છે સતત પરિવર્તનનો.

  કહી શકાય કે સમય સાથે ફેરફાર થવાના કારણે જ કોંગ્રેસ ચાલતી રહી છે. જોકે હવે આ ફેરફાર કોંગ્રેસમાં અટકી ગયો છે અને આ જ કારણ છે કે પાર્ટીએ 2014 અને 2019માં સતત બે લોકસભા ચૂંટણીમાં પરાજય જોયો છે. તેનાથી પણ વધારે ભયાનક એ છે કે આ જૂની પાર્ટી પોતાની વૈચારિક, નૈતિક સાહસને ધાર આપી રહી નથી. સાથે પાર્ટીની અંદર વિવાદ ઉકેલવામાં આવી રહ્યા નથી. એક દિશાહીનતા છે.

  રાહુલ ગાંધીના ફેરફારથી પણ ના આવ્યો ઘણો ફેરફાર

  2019ના પરિણામોએ કોંગ્રેસના આત્મવિશ્વાસ અને વૈચારિકના પ્રતિ આસ્થાને ડગમગાવી દીધા છે. રાહુલ ગાંધી બીજા નેતાઓને પ્રેરણા આપવામાં અને પાર્ટીને લીડ કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. 2019 ચૂંટણી પછી તેમના રાજીનામાંએ પણ પાર્ટીની વધારે મદદ કરી નથી. કોંગ્રેસ હાલના સમયે પૂરી રીતે નહેરુ-ગાંધી પરિવાર પર આશ્રિત છે. પ્રિયંકા દ્વારા રાહુલની જવાબદારી સંભાળવાની આશા છે પણ મામલો એ છે કે બિલાડીના ગળામાં ઘંટ બાંધે કોણ?

  પાર્ટીની અંદર લોકતંત્ર સ્થાપિત કરવું પડશે

  પાર્ટીની અંદર લોકતંત્રને સ્થાપિત કરવી પણ કોંગ્રેસ માટે મોટી ચેલેન્જ છે. લીડરશિપમાં સુધારાની અવાજ ઉઠાવનાર નેતાઓએ કોઈનો ડર રાખવાની જરૂર નથી. એક અન્ય વાત જેને રાહુલ નકારતા રહ્યા છે અને તે છે વ્યક્તિગત છાપ. જો ભારતીય રાજનીતિ તરફથી જોવામાં આવે તો જવાહર લાલ નહેરુથી લઈને ઇન્દીરા ગાંધી અને આજના સમયમાં નરેન્દ્ર મોદી. બધાની વ્યક્તિગત છાપ પાર્ટીને ચૂંટણી જીતાડવામાં ઘણી મદદ કરી છે. આપણે તેને અન્ય પાર્ટીઓના ઉદાહરણ રીતે પણ જોઈ શકો છો. હાલમાં કેરળમાં થયેલા સ્થાનિય ચૂંટણીમાં મુખ્યમંત્રી પિનરાઇ વિજયનને પોસ્ટર બોય તરીકે ઉપયોગ કર્યો હતો. ગઠબંધનની જોરદાર જીત થઈ છે.

  પાર્ટીએ પોતાની અંદર જલ્દી ફેરફાર કરવો પડશે

  સમય આવી ગયો છે કે કોંગ્રેસે પોતાની અંદર એક ઝડપી પરિવર્તન કરવા પડશે. કોંગ્રેસ અને નહેરુ-ગાંધી પરિવાર બંને માટે સમય ઝડપથી હાથથી સરકી રહ્યો છે. આ વિચારથી બહાર આવવું પડશે કે એક દિવસ જનતા મોદી-શાહના ભ્રષ્ટ શાસનથી રુષ્ટ થઈને કોંગ્રેસનો હાથ પકડશે. આવું થવા જઈ રહ્યું નથી.

  ( આ વરિષ્ઠ પત્રકાર રશિદ કિદવઇના અંગત વિચાર છે.)
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Priyanka gandhi, Sonia Gandhi, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  આગામી સમાચાર