NRCથી લઈને આર્થિક સુસ્તી સુધી, શિયાળુ સત્રમાં વિપક્ષ ઉઠાવી શકે છે આ મુદ્દા

મોદી સરકાર વિવાદાસ્પદ નાગરિકતા (સંશોધન) બિલને પાસ કરાવવા માંગે છે જે બીજેપીના વૈચારિક એજન્ડાનો મહત્વપૂર્ણ હિસ્સો છે

મોદી સરકાર વિવાદાસ્પદ નાગરિકતા (સંશોધન) બિલને પાસ કરાવવા માંગે છે જે બીજેપીના વૈચારિક એજન્ડાનો મહત્વપૂર્ણ હિસ્સો છે

 • Share this:
  નવી દિલ્હી : આજથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર (Parliamentary winter session)માં ઘણું ઘર્ષણ ભરેલું રહેવાની શક્યતા છે. વિપક્ષી પાર્ટીઓ જ્યાં આર્થિક સુસ્તી અને કાશ્મીરમાં સ્થિતિને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીમાં છે તો બીજી તરફ મોદી સરકાર (Modi Government) વિવાદાસ્પદ નાગરિકતા (સંશોધન) બિલને પાસ કરાવવા માંગે છે જે બીજેપી (BJP)ના વૈચારિક એજન્ડાનો મહત્વપૂર્ણ હિસ્સો છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે સર્વપક્ષીય બેઠકમાં પોતાના ઔપચારિક સંબોધનમાં કહ્યુ કે, સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. તેઓએ શિયાળુ સત્રને અગાઉના સત્રની જેમ કારગર બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. અગાઉના સત્રમાં સંસદથી અનેક મહત્વપૂર્ણ બિલ ઉપરાંત જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) રાજ્યને બે બાગમાં વહેંચવાની અને આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરવા પર સહમતિ મળી હતી.

  13 ડિસેમ્બર સુધી ચાલશે સત્ર

  કૉંગ્રેસ નેતા ગુલામ બની આઝાદ (Congress leader Ghulam Nabi Azad) સહિત વિપક્ષી નેતાઓએ જમ્મુ-કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) જેવા મુખ્યધારાના નેતાઓને સતત કસ્ટડીમાં રાખવાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યુ કે, આર્થિક સુસ્તી અને બેરોજગારી જેવા મુદ્દાઓને સત્રમાં ઉઠાવશે. સંસદનું શિયાળુ સત્ર 13 ડિસેમ્બર સુધી ચાલશે.

  બીજેપીના નેતૃત્વવાળા NDAએ અગાઉના સત્રમાં ખાસ કરીને રાજ્યસભામાં (Rajya Sabha)માં જ્યાં સત્તા પક્ષ બહુમતમાં નથી, ત્યાં સ્વતંત્ર ક્ષેત્રીય પાર્ટીઓ અને અનેક વિરોધી નેતાઓને પોતાના પક્ષમાં કરીને અનેક બિલોને પાસ કરાવીને વિપક્ષને ચકિત કરી દીધું હતું. જોકે, રાજકીય ઘટનાક્રમોથી કૉંગ્રેસના નેતૃત્વવાળા સમૂહનો ઉત્સાહ વધ્યો છે. હાલની વિધાનસભા ચૂંટણીઓમાં આશાથી સારું પ્રદર્શન, શિવસેનાની સાથે બીજેપીના સંબંધો તૂટવા અને આર્થિક સુસ્તી પર રિપોર્ટે હવાની દિશા વિપક્ષી પાર્ટીઓ તરફ કરી દીધી છે.

  નાગરિકતા સંશોધન બિલ પણ થઈ શકે છે રજૂ

  સરકારે નાગરિકતા સંશોધન બિલને આ સત્રમાં પાસ કરાવવા માટે સૂચીબદ્ધ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય પડોશી દેશોથી આવેલા બિન-મુસ્લિમ પ્રવાસીઓને રાષ્ટ્રીયતા પ્રદાન કરવાની છે.

  મોદી સરકારે પોતાના પહેલા કાર્યકાળમાં આ બિલને રજૂ કર્યું હતું પરંતુ વિપક્ષી પાર્ટીઓના વિરોધને કારણે તેને પાસ નહોતી કરાવી શકી. વિપક્ષે આ બિલની ટીકા કતાં તેને ધાર્મિક આધાર પર ભેદભાવપૂર્ણ ગણાવ્યું હતું.

  બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ધર્મના આધારે જુલમ સહન કરવાના કારણે સંબંધિત દેશથી પલાયન કરનારા હિન્દુ, જૈન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ તથા પારસી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાની જોગવાઈ છે. આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં આ બિલનો વિરોધ થઈ રહ્યો છે, જ્યાં મોટાભાગના હિન્દુ પ્રવાસી રહી રહ્યા છે.

  આ વટહુકમ પણ થઈ શકે છે રજૂ

  સરકારની બે મહત્વપૂર્ણ વટહુકમ ઉપર પણ સ્વીકૃતિ મેળવવાની યોજના છે. આવકવેરા અધિનિયમ, 1961 અને નાણાકિય અધિનિયમ, 2019માં સંશોધનને પ્રભાવી બનાવવા માટે સપ્ટેમ્બરમાં એક વટહુકમ જાહેર કરવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ્ય નવી તથા સ્થાનિક ઉત્પાદન કંપનીઓ માટે કૉર્પોરેટ ટેક્સના દરોમાં ઘટાડો લાવીને આર્થિક સુસ્તીને રોકવા અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

  બીજો વટહુકમ પણ સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ઈ-સિગરેટ અને એવા પ્રકારની ઉત્પાદનના વેચાણ, નિર્માણ અને સ્ટૉક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

  આ પણ વાંચો,

  NDAની બેઠકમાં મહારાષ્ટ્રની અસર જોવા મળી, PM મોદીએ કહ્યું - નાના મતભેદો દૂર કરવામાં આવે
  શ્રીલંકા : ગોટાબાયા રાક્ષપક્ષેએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી, PM મોદીએ આપી શુભેચ્છા
  Published by:Mrunal Bhojak
  First published: