New Education Policy 2020: બોર્ડ પરીક્ષાથી લઈને કોલેજ સુધી, જાણો નવી શિક્ષણ નીતિમાં શું-શું બદલાયું

News18 Gujarati
Updated: July 30, 2020, 10:49 AM IST
New Education Policy 2020: બોર્ડ પરીક્ષાથી લઈને કોલેજ સુધી, જાણો નવી શિક્ષણ નીતિમાં શું-શું બદલાયું
10 પોઇન્ટ્સમાં જાણીએ કે 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિમાં શું મહત્વના ફેરફારો કરવામાં આવ્યા

10 પોઇન્ટ્સમાં જાણીએ કે 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિમાં શું મહત્વના ફેરફારો કરવામાં આવ્યા

  • Share this:
નવી દિલ્હીઃ નવી શિક્ષણ નીતિ (New Education Policy 2020)ને કેન્દ્રીય મંત્રીમંડળ (Modi Government Cabinet)એ મંજૂરી આપી દીધી છે. તેની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે. આ નવી શિક્ષણ નીતિ હેઠળ હવેથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD)ને શિક્ષા મંત્રાલય (Ministry of Education) કહેવામાં આવશે. આ નવી નિતી હેઠળ તમામ નવી ચીજો લાગુ કરવામાં આવશે.

આ નવી શિક્ષણ નીતિને કંઈક એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે 21મી સદીના ઉદ્દેશ્યોને પૂરા કરવાની સાથે જ ભારતની પરંપરાઓ અને વેલ્યૂ સિસ્ટમથી પણ સુસંગત હશે. નવી શિક્ષણ નીતિને ભારતના એજ્યૂકેશન સ્ર્ીક્ચરના તમામ પાસાઓનું ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવી છે.

આવો જાણીએ કે 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિમાં શું-શું બદલાઈ ગયું...

1. નવી શિક્ષણ નીતિ હેઠળ દુનિયાની 100 મોટી યુનિવર્સિટીને ભારતમાં સ્થાપિત કરવાની સુવિધા આપવામાં આવશે.

2. વર્ષ 2040 સુધીમાં તમામ હાયર એજ્યૂકેશન ઇન્સ્ટિટ્યૂટને મલ્ટી ડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટમાં બદલવામાં આવશે અને પ્રયાસ કરવામાં આવશે કે ત્રણ હજાર કે તેથી વધુ સ્ટુડન્ટ્સ હોય.

3. તમામ હાયર એજ્યૂકેશન ઇન્ટિુનટ્યૂટ માટે એનટીએ દ્વારા સંયુક્ત પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે. જોકે, આ પ્રવેશ પરીક્ષા વૈકલ્પિક હશે, અનિવાર્ય નહીં હોય.4. બોર્ડ પરીક્ષાને લઈ થશે મોટા ફેરફારઃ બોર્ડ પરીક્ષાને એવા પ્રકારે બનાવવામાં આવશે કે તેમાં સ્ટુડન્ટ્સનું વાસ્તવિક જ્ઞાન જાણી શકાશે ન કે માત્ર ગોખેલાની શક્તિનું.

આ પણ વાંચો, સરકારનો મોટો નિર્ણયઃ હવે 30 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે ઇનકમ ટેક્સ રિટર્ન

5. અનેક સ્તરો પર કોર્સમાં પ્રવેશ કરવા અને બહાર જવાની પણ સુવિધા હશે. Mphilને ખતમ કરવામાં આવશે. રિસર્ચ કરવા માટે Mphilની મંજૂરી નહીં મળે.

6. સરકારી તથા પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાનોમાં પણ ફીને રેગ્યૂલેટ કરવામાં આવશે. જેથી કોઈ પણ સંસ્થાન એક્સ્ટ્રા ફી ન વસૂલી શકે.

7. શિક્ષણના ક્ષેત્રમાં જીડીપીના 6 ટકા સુધીનું રોકાણ કરવામાં આવશે. અત્યાર સુધી રાજ્ય અને કેન્દ્ર મળીને કુલ 4.4 ટકા રોકાણ થાય છે.

આ પણ વાંચો, નવી શિક્ષણ નીતિઃ ફિઝિક્સની સાથે ફેશન ડિઝાઇનિંગ ભણી શકશે સ્ટુડન્ટ્સ, બોર્ડ પરીક્ષા સરળ થશે

8. સ્ટુડન્ટ ધોરણ-6થી જ કોડિંગ શીખી શકશે. મેથમેટિકલ થિન્કિંગ અને સાયન્ટિફિક ટેમ્પરને પ્રોત્સાહન આપવામાં આવશે.

9. ક્ષેત્રીય ભાષાઓમાં પણ ઇ-કન્ટેન્ટને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટેક્નોલોજીને એજ્યૂકેશન પ્લાનિંગ, ટીચિંગ, લર્નિંગ અને અસેસમેન્ટનો હિસ્સો બનાવવામાં આવશે. તેની શરૂઆત 8 મુખ્ય ક્ષેત્રીય ભાષાઓ સાથે કરવામાં આવશે.

10. અન્ડર ગ્રેજ્યૂએટ કોલેજોને વધુ ઓટોનોમસ બનાવવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: July 30, 2020, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading