લાંચથી લઈને પશુ તસ્કરોને મદદ સુધી, CVCના આ રિપોર્ટે કરી આલોક વર્માની છુટ્ટી!

News18 Gujarati
Updated: January 11, 2019, 9:29 AM IST
લાંચથી લઈને પશુ તસ્કરોને મદદ સુધી, CVCના આ રિપોર્ટે કરી આલોક વર્માની છુટ્ટી!
આલોક વર્મા (ફાઇલ ફોટો)

સીવીસીએ પૂર્વ આલોક વર્મા પર લખનઉમાં પોસ્ટિંગ દરમિયાન લાગેલા 5 અન્ય આરોપોની તપાસ પણ કરી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી હાઈ પાવર કમિટીએ સીબીઆઈ ચીફ આલોક વર્માને હટાવી દીધા છે. લાંચ અને ડ્યૂટીમાં બેદરકારીના આરોપોને આધારે કમિટીએ આ નિર્ણય લીધો. સીબીઆઈના 55 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે, જ્યારે કોઈ ચીફને આ રીતે હટાવવામાં આવ્યા હોય. આલોક વર્માનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ ખતમ થઈ રહ્યો હતો. 1979ની બેચના આઈપીએસ અધિકારી વર્મા સીબીઆઈથી હટાવ્યા બાદ હવે સિવિલ ડિફેન્સ, ફાયર સર્વિસિસ એન હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટના જનરલ ડાયરેક્ટર તરીકે નિમાયા છે. બીજી તરફ, નાગેશ્વર રાવ ફરી સીબીઆઈ ચીફ બની ગયા છે.

આલોક વર્મા પર લાંચથી લઈને પશુ તસ્કરોને મદદ કરવાનો આરોપ છે. કેન્દ્રીય સતર્કતા આયોગ (સીવીસી) આ આરોપોની તપાસ કરી રહી હતી. તેને જ આધાર બનાવીને પીએમ મોદીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીએ 2:1થી વર્માને હટાવવાનો નિર્ણય લીધો. મોદી અને કમિટીના બીજા સભ્ય સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ કે સીકરી વર્માને હટાવવાના પક્ષમાં હતા. બીજી તરફ, સમિતિના ત્રીજા સભ્ય અને લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે સીબીઆઈ ચીફને હટાવવાની વિરુદ્ધ હતા. ખડગેએ કમિટીને પોતાનો વિરોધ પત્ર (પ્રોટેસ્ટ લેટર) પણ સોંપ્યો.

News18ની પાસે 66 પાનાનો તે રિપોર્ટ છે, જેનાથી જાણી શકાય છે કે સીવીસી આલોક વર્માની વિરુદ્ધ 10 મોટા આરોપોની તપાસ કરી રહી હતી. તેમાંથી ચાર આરોપોને પુરતા પુરાવા પણ મળ્યા હતા. સીબીઆઈ ચીફ રહેતા આલોક વર્માને કેવી રીતે આઈઆરસીટીસી કેસમાં પશુ તસ્કરોનો બચાવ કર્યો હતો, સીવીસીને તેના પુરાવા પણ મળ્‍યા છે.

આ પણ વાંચો, CBI વિવાદ: સિલેક્શન કમિટીએ CBI ચીફ આલોક વર્માને પદ પરથી હટાવ્યા

આ ઉપરાંત સીવીસીએ પૂર્વ સીબીઆઈ ચીફ આલોક વર્મા પર લખનઉમાં પોસ્ટિંગ દરમિયાન લાગેલા 5 અન્ય આરોપોની તપાસ પણ કરી હતી. વર્મા પર આ આરોપ કેન્દ્રીય તપાસ એજન્સીમાં નંબર-2 રહેલા રાકેશ અસ્થાનાએ લગાવ્યા હતા.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...