Home /News /national-international /UP Crime: આશારામ આશ્રમની અંદર પાર્ક કરેલી કારમાંથી મળી યુવતીની લાશ, 4 દિવસથી હતી ગૂમ

UP Crime: આશારામ આશ્રમની અંદર પાર્ક કરેલી કારમાંથી મળી યુવતીની લાશ, 4 દિવસથી હતી ગૂમ

આશારામ આશ્રમમાંથી મળી યુવતીની લાશ

Crime News: કહેવાય છે કે, યુવતી ગત 4 દિવસથી ગૂમ છે. શહેર પોલીસ ક્ષેત્રનાં બેમૌર ગામની પાસે આશારામ આશ્રમ છે. સૂચના મળવા પર ઘટના સ્થળે પોલીસ તપાસ માટે લાગી ગઇ છે. પોલીસે યુવતીનું શવને કબ્જે કરી લીધું છે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. બીજી તરફ પોલીસ આશ્રમનાં કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસે હત્યા બાદ લાશ છુપાવવાની આશંકા જાહેર કરી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ઉત્તર પ્રદેશનાં ગોંડા (Gonda) જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં આશારામ આશ્રમ (Asaram Ashram)ની અંદર એક કાર ઉભેલી હતી જેમાંથી યુવતીની લાશ મળ્યાનાં સમાચાર સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. કહેવાય છે કે, આ યુવતી છેલ્લા ચાર દિવસથી લાપતા હતી. શહેર પોલીસ વિસ્તારનાં બેમૌર ગામની પાસે આશારામ આશ્રમ આવેલો છે. સૂટના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તેણે તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવતીની લાશને કબ્જે કરી પોસ્ટમોર્ટમ કરવાં મોકલી દીધી હતી. બીજી તરફ પોલીસ આશ્રમનાં કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસને હત્યા બાદ લાશ છુપાવી હોવાની આશંકા છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ આશ્રમ અને ગાડીની તપાસ કરી રહી છે.

    આ પણ વાંચો-UP Assembly Election 2022: જ્યારે વોટ આપવા પહોંચી ‘પીળી સાડી’ વાળી મેડમ રીના દ્વિવેદી, ભારતીય અવતારમાં જોવા મળી, જુઓ PHOTO

    આ યુવતી તેનાં ઘરેથી ચાર દિવસથી ગૂમ છે. જેની લાશ આસારામનાં આશ્રમમાં કેટલાય દિવસોથી પાર્ક કરેલી કારમાંથી મળી આવી હતી. કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના કર્મચારીઓએ કાર ખોલી તો અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસને માહિતી આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘટનાસ્થળ અને આશ્રમને સીલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવાનો મામલો હોવાનું જણાય છે.
    " isDesktop="true" id="1197179" >

    આ ઘટના નગર કોતવાલી વિસ્તારના બિમૌર ગામમાં સ્થિત આસારામ બાપુના આશ્રમની છે, જ્યાં એક કાર છેલ્લા ઘણા દિવસોથી ઉભી હતી. પોલીસે જણાવ્યું કે કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના ચોકીદારે જ્યારે કાર ખોલી તો તેને અંદરથી મૃતદેહ જોવા મળ્યો, ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર અને આશ્રમને સીલ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Asharam Ashram, Gilr Dead body found in car, Gonda Crime, Up crime, ગુનો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन