ભૂમિ પૂજન પહેલા રામ લલ્લાની પહેલી તસવીર આવી સામે, લીલા રંગના વસ્ત્રોમાં પ્રભુ લાગ્યા મનમોહક

News18 Gujarati
Updated: August 5, 2020, 2:47 PM IST
ભૂમિ પૂજન પહેલા રામ લલ્લાની પહેલી તસવીર આવી સામે, લીલા રંગના વસ્ત્રોમાં પ્રભુ લાગ્યા મનમોહક
રામ લલ્લાની પહેલી તસવીર

જુઓ રામ લલ્લાની પહેલી ઝલકનો વીડિયો.

  • Share this:
અયોધ્યા : ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં (Ayodhya) આજે રામ મંદિર (Ram Mandir, Ram temple)નું ભવ્ય ભૂમિ પૂજન (Bhumi Pujan) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. આ પહેલા જ અયોધ્યા સજી ધજીને પૂરી રીતે તૈયાર છે. અયોધ્યામાં હાલ ચારે તરફ દિવાળી જેવો માહોલ છે. ત્યારે ભૂમિ પૂજન પહેલા રામ લલ્લાની પહેલી તસવીર સામે આવી છે. ભૂમિ પૂજન પહેલા રામ લલ્લા લીલા રંગના સોનરી અને રત્ન જડિત વસ્ત્રોમાં નજરે પડ્યા હતા. જેમાં તે મનમોહક દેખાઇ રહ્યા હતા. રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા રામ લલ્લાને સોળે સણગાર સાથે સજાવવામાં આવ્યા હતા. જુઓ રામ લલ્લાની પહેલી ઝલકનો વીડિયો.

બપોરે 12:30ની આસપાસ ભૂમિ પૂજનનો કાર્યક્રમ કરવામાં આવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી રવાના થઇ ગયા છે. સાથે જ અયોધ્યામાં આ પ્રસંગે મોટી ભીડ ના થાય તે માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ત દ્વારા સંતો અને તમામ સામાન્ય લોકોને પોતાના ઘર, મંદિર અને મઠમાં રહીને પૂજાપાઠ કરવાની અપીલ કરવામાં આવી છે.બીજી તરફ રામ મંદિરના શિલાન્યાસ સમારંભનું શુભ મૂહૂર્ત 32 સેકન્ડનું જ છે જે 12:44 મિનિટની 8 સેકન્ડથી શરૂ થઇને 12:44ની 40 સેકન્ડ સુધી રહેશે. જેમાં જ નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કરશે. આ સિવાય આ પ્રસંગે મોટી સંખ્યામાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અને મંદિરોને પણ કોરોનાના કારણે સેનેટરાઇઝ કરવામાં આવ્યા છે. જેની વડાપ્રધાન નરેન્દ્ર મુલાકાત લેવાના છે.
વધુમાં રામની પૌડી પર લગભગ દોઢ લાખ દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. આ સિવાય અયોધ્યાના બધા મોટા મંદિરો અને અન્ય 50 મંદિરોમાં પણ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે.
Published by: Chaitali Shukla
First published: August 5, 2020, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading