Home /News /national-international /Communal Harmony: કોણ હિન્દુ, કોણ મુસલમાન; પોતાના મિત્ર પીયૂષને બચાવવામાં ઈસરાર તેની સાથે જ તળાવમાં ડૂબી ગયો

Communal Harmony: કોણ હિન્દુ, કોણ મુસલમાન; પોતાના મિત્ર પીયૂષને બચાવવામાં ઈસરાર તેની સાથે જ તળાવમાં ડૂબી ગયો

ગણેશ વિર્સજન દરમિયાન બન્યો બનાવ

ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લામાં ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. મૂર્તિના વિસર્જનના સમયે અહીં પોતાના એક હિન્દુ મિત્રને બચાવવા માટે પાણીમાં કૂદેલા મુસ્લિમ યુવક અને તેના મિત્ર બંનેનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે.

વધુ જુઓ ...
    લલિતપુરઃ ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લામાં ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. મૂર્તિના વિસર્જનના સમયે અહીં પોતાના એક હિન્દુ મિત્રને બચાવવા માટે પાણીમાં કૂદેલા મુસ્લિમ યુવક અને તેના મિત્ર બંનેનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ઘટના પટૌરાકલા ગામની છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. આ દુઃખદ દુર્ઘટના પછી બંને હિન્દુ-મુસ્લિમ મિત્રોની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. લોકો કહી રહ્યાં છે કે બંને જીવતા પણ સાથે રહ્યાં અને મૃત્યુ સમયે પણ સાથે જ રહ્યાં.

    બચાવવા જતા બંને ઉંડા પાણીમાં ડૂબી ગયા

    પોલીસના જણાવ્યા મુજબ, જિલ્લાના સદર કોતવાલીમાં નહેરુનગરના રહેવાસી 17 વર્ષીય પીયૂષ ચંદેલ પોતાના મોહલ્લાના અન્ય યુવકોની સાથે પટૌરા કલા ગામમાં આવેલા તળાવમાં ગણેશ જીની મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતા. આ દરમિયાન પીયૂષ તળાવમાં ઉંડે સુધી ગયો હતો અને બાદમાં તે ડુબવા લાગ્યો હતો. તે સમયે ત્યાં ઘણા બધા યુવકો હાજર હતા, જોકે કોઈએ પણ પીયૂષને બચાવવાની હિંમ્મત ન કરી. જોકે ત્યાં હાજર પીયૂષનો એક મિત્ર 18 વર્ષીય ઈસરાર ખાન તેના મિત્રને બચાવવા માટે તળાવમાં ડૂબી ગયો હતો. જોકે પીયૂષને બચાવવામાં ઈસરાર પણ પીયૂષની સાથે તળાવમાં ડૂબી ગયો હતો.

    આ પણ વાંચોઃ Valsad: 15વર્ષથી હિન્દુ-મુસ્લિમ ભાઈઓ ઉજવે છે ગણેશહોત્સવ

    બંનેના શબને તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યા

    પીયૂષ અને ઈસરારને તરવાનું આવડતું હતું કે નહોતું, તેની હજી કોઈ માહિતી મળી નથી. જોકે બંનેએ પાણીમાંથી નીકળવાની ઘણી કોશિશ કરી હતી. જોકે આ બંને તેમાં અસફળ રહ્યાં હતા અને મૃત્ય પામ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસે બંનેના શબને તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોલીસ અધિક્ષક ગોપાલ ચૌધરીએ જિલ્લા હોસ્પિટલમાં પહોંચીને પરિવારના લોકોને સાંત્વના આપી હતી.

    પીપૂષ અને ઈસરાર બંને બાળપણના મિત્ર હતા અને બંને હમેશા સાથે રહેતા હતા. એટલે સુધી કે મૂર્તિનું વિસર્જન કરવા પણ ઈસરાર પીયૂષની સાથે ઘાટ પર ગયો હતો. બંનેના મૃત્યુ પછી બંનેના પરિવારની સાથે જ સમગ્ર વિસ્તારમાં તેમની દોસ્તીની ચર્ચા લોકો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આવા ઘણા બનાવ સમ્રગ ભારતમાં વિવિધ રાજ્યોમાં જોવા મળે છે, જેમાં હિન્દુ અને મુસલમાન વચ્ચે ભાઈચારો જોવા મળે છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Friendship, Ganesh Chaturthi, Ganesh Visarjan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन