LAC પર તણાવ વચ્ચે 'મિત્ર' રશીયાનાં પ્રયાસથી 10 દિવસમાં બીજી વખત મોદી-જિનપિંગ આમને- સામને

LAC પર તણાવ વચ્ચે 'મિત્ર' રશીયાનાં પ્રયાસથી 10 દિવસમાં બીજી વખત મોદી-જિનપિંગ આમને- સામને
PM મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપિંગ (File Photo)

ચીનની સાથે વાસ્તિવક નિયંત્રણ રેખા (LAC Rift) પર વિવાદ છતા PM મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) રશીયાની આગેવાનીમાં 10 દિવસથી ઓછા દિવસોમાં બીજી વખત આમને-સામને આવશે. આ ફહેલાં બંને નેતા 10 નવેમ્બરનાં શાંઘાઇ કોઓફરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)માં એક મંચ પર સાથે આવ્યાં હતાં.

 • Share this:
  મહા સિદ્દકી /નવી દિલ્હી: ભારત અને ચીન (India China)ની વચ્ચે પૂર્વી લદ્દાખ (East Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વિવાદ વચ્ચે બંને દેશોનાં રાષ્ટ્રાધ્યક્ષ પછી મંગળવારનાં આમને-સામને હશે. આપને જણાવી દઇએ કે, 12માં BRICS શિખર સમ્મેલન માટે બ્રિક્સ દેશો-બ્રાઝીલ, રશીયન, ભારતીય, ચીન અને દક્ષિણ આફ્રીકાનાં નેતા મંગળવારનાં બેઠક કરશે. આ બેઠક આ વર્ષે જુલાઇમાં થવાની હતી. જેને કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયની પ્રેસ વિજ્ઞાપ્તિમાં કહેવામાં આવ્યું છે કે, 'રાષ્ટ્રપતિ પુતિનનાં નિમંત્રણ પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા દ્વારા આયોજિત 12માં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેશે.'

  ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર (LAC Rift) પર વિવાદ છતા PM મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) રશીયાની આગેવાનીમાં 10 દિવસથી ઓછા દિવસોમાં બીજી વખત આમને-સામને આવશે. આ ફહેલાં બંને નેતા 10 નવેમ્બરનાં શાંઘાઇ કોઓફરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)માં એક મંચ પર સાથે આવ્યાં હતાં.  ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરવું મહત્વપૂર્ણ- PM
  પ્રધાનમંત્રીએ SCO મંચથી ચીન અને પાકિસ્તાનને સખ્ત સંદેશ આપ્યો હતો. અને તેની વિસ્તારવાદી નીતિ સંબંધમાં, તેમણે કહ્યું હતું કે, 'ભારતનું માનવું છે કે, કનેક્ટિવિટીમાં સુધાર કરવા માટે બીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરવું મહત્વપૂર્ણ છે.'

  ભારત અને ચીનનાં સંકટમાં રશીયા એક શાંત મધ્યસ્થની ભૂમિકા સતત અદા કરે છે. આ વાત અલગ છે કે, વિદેશમંત્રી એસ જયશંકર અને તેમનાં ચીની સમકક્ષ વાંગ પણ સ્પટેમ્બરમાં શંઘાઇ સહયોગ સંગઠનની મંત્રિસ્તરીય બેઠક દરમિયાન મોસ્કોમાં વ્યક્તિગતરૂપે મળ્યાં હતાં. જે બાદ બંને LAC પર ગતિરોધ ઓછો કરવા માટે પાંચ સૂત્રીય પ્રસ્તાવ સાથે સામે આવ્યા હતાં.

  સંયુક્ત પ્રેસ વિજ્ઞાપ્તિમાં કહેવામાં આવ્યું હતું કે, હાલની સ્થિતિ કોઇપણ પક્ષનાં હિતમાં નથી અને સીમા પર વાતચીત ચાલુ રાખવી જોઇએ. ખુબજ જલ્દી ડિએસ્કેલેશન થાય અને ઉચિત દૂરી બનાવી રાખીએ અને સાથે જ તાણ ઓછો થાય.

  રશીયાએ મે મહિનામાં સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી પણ હસ્તક્ષેપનો ઇનકાર કર્યો હતો, જોકે, તેમણે કહ્યું હતું કે, સાઝેદાર દેશોની વચ્ચે વિશ્વાસ વધારવા માટે SCO અને પ્રિક્સ જેવાં પ્લેટફર્મ મહત્વપૂર્ણ છે. CNN-NEWS18 સાથે વાત કરતાં મિશનનાં પ્રમુખ રોમન બાબૂસકિને કહ્યું હતું કે, 'રશિયા બંને માટે એક વિશ્વસનીય મધ્યસ્થ છે, અને તેમની સાથે અમારા બહુપક્ષીય અને દ્વિપક્ષીય સંબંધ યૂરેશિયામાં સ્થિરતા બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ છે. આ સંબંધમાં RIC એક યૂનીક પ્લેટફર્મ છે. જે સંવાદને મજબૂત કરવા અને વ્યાવહારિક સહયોગ તરફથી આગળ વઘવાની છે સાથે સાથે ક્ષેત્રમાં વિશ્વાસ બનવામાં મદદ કરે છે. '
  Published by:Margi Pandya
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ