Home /News /national-international /Crime News: ગર્લફ્રેન્ડ પર ખરાબ નજર નાખી તો મિત્રએ આપી ખોફનાક સજા, પ્રેમ અને બ્લેકમેઇલનો ભયાનક કિસ્સો

Crime News: ગર્લફ્રેન્ડ પર ખરાબ નજર નાખી તો મિત્રએ આપી ખોફનાક સજા, પ્રેમ અને બ્લેકમેઇલનો ભયાનક કિસ્સો

પકડાયેલા આરોપીઓની તસવીર

Bihar Crime News: એક મિત્ર પર તેના જ મિત્રની (Friend murder) હત્યાનો આરોપ છે. ગર્લફ્રેન્ડનાં ચક્કરમાં (Murder for girl friend) આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું કહેવાય રહ્યું છે.

સારણઃ બિહારના (Bihar News) સારણ જિલ્લામાં ચોંકાવનારી હત્યાનો મામલો સામે આવ્યો છે. એક મિત્ર પર તેના જ મિત્રની (Friend murder) હત્યાનો આરોપ છે. ગર્લફ્રેન્ડનાં ચક્કરમાં (Murder for girl friend) આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું કહેવાય રહ્યું છે.

મિત્રતાનો સંબંધ દરેક સંબંધ કરતા મોટો માનવામાં આવે છે, પરંતુ છાપરામાં મિત્રએ પ્રેમિકા માટે મિત્રની જ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, ઘટના ઇસુપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં 4 એપ્રિલના રોજ મુરવા ચવર વિસ્તારમાંથી યુવકની લાશ મળી આવી હતી. આ લાશ મુરવા ચવરના રહેવાસી રંજન કુમારની હોવાનું સામે આવ્યું હતું.

આ કેસમાં પોલીસે અભિષેક કુમાર અને કૃષ્ણ કુમાર રામની ધરપકડ કરી લીધી છે. આ બંને રંજનના ખૂબ જ નજીકના મિત્રો હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ જણાવ્યું કે કૃષ્ણ કુમારની ગર્લફ્રેન્ડ સાથે રંજન કુમારનો અફેર ચાલુ હતો. હત્યારાઓનું કહેવું છે કે, રંજન યુવતીને બ્લેકમેલ કરીને અનૈતિક સંબંધ બાંધવા માંગતો હતો.

પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
પોલીસે આ કેસમાં ચોંકાવનાર ખુલાસો કર્યો છે. જ્યારે બે આરોપીઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી ત્યારે આ હત્યા કેસનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસનો દાવો છે કે, મૃતકને તેના જ મિત્રની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ સંબંધ હતો. હત્યારાનું કહેવું છે કે જ્યારે મિત્રએ તેની પ્રેમિકાને બ્લેકમેલ કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે તેણે હત્યા કરી હતી.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સુરતના ગોડાદરામાં ટેરેસ પરથી ટાંકી પર કૂદતા બાળકનું ડૂબી જવાથી મોત, ટ્યૂશન જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો વિદ્યાર્થી

બદલાની ભાવના સાથે હત્યા 
રંજન કુમારના ઈરાદાની જાણ થઈ ત્યારે કૃષ્ણ કુમારને ગુસ્સો આવ્યો હતો. બદલો લેવા માટે કૃષ્ણ કુમારે રંજન કુમારની ધારિયા વડે ગળું કાપીને હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યામાં વપરાયેલ આ હથિયાર પણ કબજે કરી લીધું છે.

આ પણ વાંચોઃ-Crime: લક્ઝરી કારની માંગણી કરી ત્રાસ આપતા સાસરિયાથી કંટાળી શિક્ષિકાએ કર્યો આપઘાત

આ કેસમાં એસપી સંતોષ કુમારે જણાવ્યું હતું કે, હત્યાના કેસમાં અજાણ્યા લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે સાયન્ટિફિક ઢબે સંશોધન શરૂ કર્યું અને ઘટનામાં સામેલ અભિષેક કુમારને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવીને કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી. આ બાદ અભિષેકે મુખ્ય આરોપી કૃષ્ણ કુમાર રામ વિશે જણાવ્યું હતુ.

મુખ્ય આરોપીની ધરપકડ
પોલીસે કૃષ્ણ કુમાર રામની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, તેની ગર્લફ્રેન્ડને રંજન કુમાર બ્લેકમેલ કરી રહ્યો હતો. આ અંગે માહિતી મળ્યા બાદ કૃષ્ણએ પોતાના જ મિત્ર રંજન કુમારની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અભિષેક કુમાર દ્વારા રંજન કુમારને એકાંત સ્થળે બોલાવવામાં આવ્યો અને અભિષેક સાથે મળીને ધારિયા વડે તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ તે મૃતદેહને ઘટના સ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો.
First published:

Tags: Bihar News, Crime news, Love affair

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો