Home /News /national-international /ફ્રેન્ચ લેખિકા એની એનોક્સને મળ્યું સાહિત્યમાં નોબલ પ્રાઈઝ

ફ્રેન્ચ લેખિકા એની એનોક્સને મળ્યું સાહિત્યમાં નોબલ પ્રાઈઝ

લેખિકા એની એનોક્સ

સાહિત્યના નોબલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી છે. ફ્રેન્ચ લેખિક એની એનોક્સને 2022નું સાહિત્યનું નોબલ પ્રાઈઝ મળ્યું છે. નોબલ કમિટીના જણાવ્યા અનુસાર, એનીને તેમના સાહસ અને નૈતિક ચોક્કસતાની સાથે પોતાની યાદોની જડોને ખોદીને, સમાજિક પ્રતિબંધોને ઉજાગર કરવા બદલ તેમને આ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સાહિત્યના નોબલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી છે. ફ્રેન્ચ લેખિક એની એનોક્સને 2022નું સાહિત્યનું નોબલ પ્રાઈઝ મળ્યું છે. નોબલ કમિટીના જણાવ્યા અનુસાર, એનીને તેમના સાહસ અને નૈતિક ચોક્કસતાની સાથે પોતાની યાદોની જડોને ખોદીને, સમાજિક પ્રતિબંધોને ઉજાગર કરવા બદલ તેમને આ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા છે.



    કોણ છે એની એનોક્સ?

    ફાન્સની લેખિકા એની અનોક્સનો જન્મ 1940માં થયો અને તેનો ઉછેર નોર્મંડીના નાના શહેર યવેટોટમાં થયો હતો. તેમના માતા-પિતા એક કરયાણાની દુકાન અને કેફે ધરાવતા હતા. તે બાળપણથી જ મહત્વકાંક્ષી હતી. પોતાના લેખનમાં એની સતત વિવિધ રીતે લિંગ, ભાષા અને વર્ગોના આધારે ફેલાયેલી અસમાનતાઓ પર લખતી રહી. લેખનની તેમની સફર લાંબી અને કઠણ રહી.

    આ પણ વાંચો: વડાપ્રધાન મોદી ભાવનગરમાં કરશે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ, હજારથી વધુ લોકોને મળશે રોજગારી

    નોબેલ વિજેતા એનીનું માનવું છે કે લેખન ખરેખર એક રાજકીય કાર્ય છે, જે સામાજિક અસમાનતાઓ અંગે આપણી આંખો ખોલે છે. આ ઉદેશ્ય માટે તે ભાષાનો પ્રયોગ ચપ્પુ તરીકે કરે છે. જેથી તે કલ્પનાને પડદાઓને ફાડી શકે. નોબેલ કમિટીએ કહ્યું કે લેખનની મુક્તિ શક્તિમાં વિશ્વાસ કરે છે. તેમનું કામ તુલનાથી પર છે અને સાધારણ ભાષામાં લખેલું સ્પષ્ટ સાહિત્ય છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Nobel medicine prize, Nobel Peace Prize laureate Malala Yousafzai, Nobel Prizes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन