ફ્રાંસના નાગરિકો સેટેલાઇટ ફોન સાથે લેહ કેમ જઈ રહ્યા છે? બીજો નાગરિક પકડાયો

સેટેલાઇટ ફોન

લેહ અને કારગીલ વચ્ચે ઓછું અંતર અને સેટેલાઇટ ફોનના સંબંધને જોતા ઇન્ટેલિજન્સ એજન્સીઓમાં ઊહાપોહ મચી ગયો છે.

 • Share this:
  એક ફ્રાંસનો નાગરિક સેટેલાઇટ ફોન લઈને લેહ જતા પકડાયો છે. જેને લઈને ઇન્ટેલીજન્સ એજન્સીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. બે મહિનામાં ફ્રાંસનો બીજો નાગરિક સેટેલાઇટ ફોન સાથે પકડાયો છે. એરપોર્ટ પર સીઆરપીએફના જવાનોએ તલાશી દરમિયાન તેને પકડી પાડ્યો હતો. ધરપકડ બાદ ફ્રાંસના નાગરિકને દિલ્હી પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે. આ પહેલા જૂન મહિનામાં એરપોર્ટ પરથી ફ્રાંસના નાગરિક પાસેથી સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો. લેહ અને કારગીલ વચ્ચે ઓછું અંતર અને સેટેલાઇટ ફોનના સંબંધને કારણે ઉહાપોહ મચી ગયો છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે રવિવારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆરપીએફના જવાનોએ આવતા-જતા નાગરિકોના સમાનની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ફ્રાંસના એક નાગરિક થેયરી રેગલસ ઓલવાર લેમાર્કનો સામાન ચેક કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામાન વચ્ચેથી સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો.

  પ્રતિકાત્મક તસવીર


  સેટેલાઇટ ફોન મળતા જ એરપોર્ટ પર ઊહાપોહ થઈ ગયો હતો. ઇન્ટેલીજન્સ એજન્સીઓ એરપોર્ટ પર દોડી આવી હતી. સૂચના મળતા દિલ્હી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આરોપી ફ્રાંસના નાગરિકને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ફ્રાંસનો નાગરિક એરપોર્ટથી વિમાનમાં સવાર થઈને લેહ જવાની તૈયાર કરી રહ્યો હતો.

  ઇન્ટેલીજન્સ એજન્સી પણ તેની પૂછપરછ કરી રહી છે. એજન્સીએ એ વાતનો ઇન્કાર કર્યો ન હતો કે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કારગીલની આસપાસ તો નથી કરવામાં આવી રહ્યો ને. એજન્સી એવી તપાસ કરી રહી છે કે શું ફ્રાંસનો નાગરિક કોઈ અન્યના સંપર્કમાં હતો કે કેમ? ક્યાંક એવું તો નથી ને કે કોઈને મળવા માટે તે કારગીલ કે તેની આસપાસના વિસ્તારમાં જઈ રહ્યો હતો.

  પ્રતિકાત્મક તસવીર


  નોંધનીય છે કે આ પહેલા અન્ય ફ્રાંસના અન્ય એક નાગરિકને સેટેલાઇટ ફોન સાથે પકડવામાં આવ્યો હતો. એ પણ હવાઇ માર્ગે લેહ જવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો અને તપાસ દરમિયાન પકડાયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: