સુરક્ષિત નથી PM મોદીની વેબસાઇટ, હેકરે ટ્વીટ કરી આપી જાણકારી

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઇટ www.narendramodi.inની સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક સિક્યોરિટી રિસર્ચર એન એથિકલ હેકરે ટ્વીટ કરી દાવો કર્યો કે પીએમ મોદીની વેબસાઇટ સુરક્ષિત નથી. ઈલિયટે ટ્વસટ કરી આ વાતની જાણકારી આપી છે.

  ઈલિયટે ટ્વીટમાં એક સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું કે, 'હાય@narendramodi,આપની વેબસાઇટમાં સુરક્ષાની ખામી જોવા મળી છે. એક અજ્ઞાત સોર્સે મારા નામથી એક ફાઇલ આપની વેબસાઇટ પર અપલોડ કરી છે. તેની પાસે આપના ડેટાબેઝનો પૂરો એક્સેસ છે. આપે વહેલી તકે મારો સંપર્ક કરવો જોઈએ અને પોતાની વેબસાઇટને સુરક્ષિત કરવી જોઈએ.'

   ત્યારબાદ તેણે વધુ એક ટ્વીટ કરીને જાણકારી આપી કે http://narendramodi.inની ટીમે તેનો સંપર્ક કર્યો છે અને તે વેબસાઇટ ખામીને દૂર કરવામાં લાગી ગયા છે. તેઓએ આગળ ટ્વીટમાં લખ્યું કે ટીમ દ્વારા તપાસ કર્યા બાદ ખબર પડી કે આ ખામી માત્ર સબડોમેનને પ્રભાવિત કરી રહી હતી જે તેમનું હાલનું મુખ્ય સર્વર નથી.

  આ પણ વાંચો, વર્જિન મહિલા સીલબંધ કોલ્ડ ડ્રિંકની બોટલ જેવી'- પ્રોફેસરના નિવેદન પર વાંચો મહિલાનો જવાબ
  Published by:Mrunal Bhojak
  First published: