ઓલાંદનાં ખુલાસા બાદ ફ્રાન્સ સરકારનું 'ડેમેજ કંટ્રોલ', કહ્યું- ભારતીય કંપનીની પસંદગીમાં અમારો રોલ નહીં

રાફેલ વિમાનનો ફાઇલ ફોટો

પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે સંવેદનાત્મક ખુલાસો કરતાં કહ્યું કે, અરબો ડોલરની આ ડિલથી ભારત સરકારે ખાનગી કંપનીઓ દસોલ્ટ એવિએશનને ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો

 • Share this:
  નવી દિલ્હી: રાફેલ મુદ્દા પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદનાં નિવેદન બાદ ત્યાંની સરકારે આ મુદ્દે ટિપ્પણી કરી છે. શુક્રવારે મોડી રાત્રે ફ્રાન્સની સરકારે કહ્યું કે, રાફેલ ફાઇટર જેટ ડીલમાં તે કોઇપણ પ્રકારે ભારતીય ભાગીદારની પસંદગી કરવામાં શામેલ ન હતાં. સરકારે કહ્યું કે, ફ્રાંસીસી કંપનીઓનાં કોન્ટ્રાક્ટ માટે ભારતની કોઇપણ ફર્મને પસંદ કરવાની આઝાદી હતી.

  રાફેલ કરારમાં એક ફ્રેન્ચ પ્રકાશકે કથિત રીતે પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદનાં હવાલાથી સંવેદનાત્મક ખુલાસો કરતાં કહ્યું કે, અરબો ડોલરનાં આ સોદામાં ભારત સરકારે અંગત કંપનીને દસોલ્ટ એવિએશનની ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

  ફ્રાંસ્વા ઓળાંદનાં નિવેદન બાદ ફ્રાંસીસી સરકારે કહ્યું કે, 'ભારતની અધિગ્રહણ પ્રક્રિયા અનુસાર જેને ફ્રાંસીસી કંપનીઓ ઉત્તમ માને છે તેમને ભારતીય ભાગીદાર તરીપે પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી હતી' ફ્રાંસ સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, આ બાદ તેઓ ભારત સરકાર તરફથી પરિયોજનાઓ પર મંજૂરી માટે તેમનાં સમક્ષ મુકતા કે તે આ સ્થાનિક ભાગીદાર સાથે કામ કરવા ઇચ્છે છે.  આ પણ વાંચો- રાફેલ: PM પર કમેન્ટને લઇને રાહુલ પર ભડકી સ્મૃતિ, કહ્યું- આપ કરી રહ્યાં છો નિમ્ન કક્ષાનું રાજકારણ

  રાફેલ: PM પર કમેન્ટને લઇને રાહુલ પર ભડકી સ્મૃતિ, કહ્યું- આપ કરી રહ્યાં છો નિમ્ન કક્ષાનું રાજકારણ

  ફ્રાંસીસી સરકારે કહ્યું કે, 36 રાફેલ વિામનની આપૂર્તિ માટે ભારતની સાથે કરવામાં આવેલી સરકારી સમજોતાથી વિમાનની ડિલેવરી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા સંબંધમાં સંપૂર્ણ દાયિત્વની ચિંતા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'આમ થવા પર બારતીય કાયદાનાં બીબા હેઠળ સાર્વજનિક અને અંગત બંને ભારતીય કંપનીઓ સાથે ફ્રાંસીસી કંપનીઓ દ્વારા કરાર પ પહેલેથી જ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.'

  આ સંપૂર્ણ મામલે દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી છે કે, 'રાફેલ ડીલ પર અહમ તથ્યોને છુપાવીને શું મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં તો નથી મુકી રહી ને? મોદી સરકાર અત્યાર સુધી જે કહેતી આવે છે. પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિનાં નિવેદન તેનાંથી તદ્દન ઉંધા છે.' (એજન્સી ઇનપુટની સાથે.)
  Published by:Margi Pandya
  First published: