Rafale ફાઇટર જેટ બનાવનારી કંપનીના માલિક ઓલિવિયર ડસૉનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન

Rafale ફાઇટર જેટ બનાવનારી કંપનીના માલિક ઓલિવિયર ડસૉનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન
ઓલિવિયર ડસૉ ફ્રાન્સના ઉદ્યોગપતિ અને અબજોની સંપત્તિના માલિક સર્જ ડસૉના મોટા દીકરા હતા

ઓલિવિયર ડસૉ ફ્રાન્સના ઉદ્યોગપતિ અને અબજોની સંપત્તિના માલિક સર્જ ડસૉના મોટા દીકરા હતા

  • Share this:
    પેરિસ. ફ્રાન્સ (France)ના અબજપતિઓ પૈકીના એક ઓલિવિયર ડસૉ (Olivier Dassault)નું હેલિકોપ્ટર દુર્ઘટના (Helicopter crash)માં નિધન થયું છે. ડસૉ ફ્રાન્સની સંસદના સભ્ય હતા. ડસૉના મોત પર ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મેક્રો (Emmanuel Macron)એ શોક વ્યક્ત કર્યો છે.

    ઓલિવિયર ડસૉ (69) ફ્રાન્સના ઉદ્યોગપતિ અને અબજોની મિલ્કતના માલિક સર્જ ડસૉના મોટા દીકરા હતા. ડસૉની કંપની (Dassault Rafale)માં રાફેલ ફાઇટર પ્લેન (Rafale Fighter Jets) પણ તૈયાર કરવામાં આવે છે. ફ્રાન્સની સંસદના સભ્ય બન્યા બાદ તેઓએ રાજકીય રીતે હિતોના કોઈ પણ ટકરાવથી બચવા માટે કંપનીના બોર્ડથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. 2020 ફોર્બ્સના સૌથી અમીર લોકોની યાદીમાં ડસૉને પોતાના બે ભાઈ-બહેનોની સાથે 361મું સ્થાન મળ્યું હતું.



    આ પણ વાંચો, ધર્મનિરપેક્ષતા વૈશ્વિક સ્તરે ભારત માટે મોટો ખતરો, પ્રોપગેન્ડા ફેલાવનારાને સજા ભોગવવી પડશે- યોગી આદિત્યનાથ

    નોંધનીય છે કે, ઓલિવિયર ડસૉ હાલના દિવસોમાં રજાઓ માણવા માટે ગયા હતા. આ દરમિયાન તેમનું પ્રાઇવેટ હેલિકોપ્ટર નોર્મંડી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું અને તેમનું નિધન થયું. ઓલિવિયર ડસૉના નિધનના સમાચાર સાંભળી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મેક્રોએ ટ્વીટર પર લખ્યું, ઓલિવિયર ડસૉ ફ્રાન્સને પ્રેમ કરતા હતા. તેઓએ ઉદ્યોગ, નેતા, વાયુ સેનાના કમાન્ડર તરીકે દેશની સેવા કરી. તેમનું આકસ્મિક નિધન એક ઘણી મોટી ક્ષતિ છે. તેમનો પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના.

    આ પણ વાંચો, 6 દોસ્તોએ એક સાથે ખરીદી Mahindra XUV 300, તેની પર આનંદ મહિન્દ્રાએ કહી આ વાત

    ઓલિવિયર ડસૉ 2002થી રિપબ્લિકન પાર્ટીના વિધાયક હતા. તેમના દાદા એક એરોનોટિકલ એન્જિનિયર અને પ્રતિષ્ઠિત ઇન્વેન્ટર હતા. તેઓએ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાન્સના પ્લેનોમાં ઉપયોગમાં લેવાતા પ્રોપેલર વિકસિત કર્યા હતા જે આજે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 08, 2021, 08:43 IST

    ટૉપ ન્યૂઝ