જૈન મહારાજને મળ્યા પછી ફ્રાન્સનાં રાજૂદત શાકાહારી થઇ ગયા!

ફ્રાંસનાં રાજદૂત

રાજૂદતે જણાવ્યું કે, જૈન મહારાજને મળ્યા પછી તેમના મનમાં શાંતીનો અનુભવ થયો હતો અને હવે તેમણે શાકાહારી બનવાનો નિર્ણય લીધો છે.

 • Share this:
  જૈન મહારાજ વિદ્યાસાગરને મળ્યા પછી ફ્રાંસનાં ભારતનાં રાજૂદત એલેક્ઝાન્ડર ઝિગલરે પ્રણ લીધું કે, હવે પછી તે શાકાહારી થઇ ગયા છે અને આજીવન શાકાહારી ભોજન લેશે. ફ્રાંસનાં રાજદૂત જૈન મહારાજના તત્વજ્ઞાનથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે આ મહત્વનો નિર્ણય લીધો હતો.
  એલેક્ઝાન્ડરે ખજૂરાહોમાં તેમના પત્નિ અને બે દિકરીઓ સાથે જૈન મહારાજ વિદ્યાસાગરને મળ્યા હતા અને તેમના તત્વજ્ઞાનમાં ઉંડો રસ દાખવ્યો હતો. જૈન મહારાજ હાલ ચાતુર્માસ માટે ઐતિહાસિક ખજુરાહોમાં છે.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, ફ્રાંસનાં રાજૂદત અને તેમના પરિવારે જૈન મહારાજને એક ચિત્તે સાંભળ્યા હતા અને તેમને સાંભળવા માટે જમીન પર બેસી ગયા હતા. આ બછી બંને વચ્ચે ગહન ચર્ચા થઇ હતી. જૈન મહારાજ સાથે શાકાહારી વિશે ચર્ચા થયા બાદ ફ્રાંસનાં રાજૂદતે શાકાહારી થવાનો નિર્ણય લીધો હતો.

  રાજૂદતે જણાવ્યું કે, જૈન મહારાજને મળ્યા પછી તેમના મનમાં શાંતીનો અનુભવ થયો હતો અને તેમના આશિર્વાદ મેળવ્યા હતા.

  જૈન ધર્મના મહત્વા સિંદ્ધાતોમાં શાકાહારી જીવન એક મહત્વનો જીવનક્રમ છે. જીવો અને જીવવા દો નો સિંદ્ધાત માનવજાતને ની દિશા આપે છે. આ સિંદ્ધાતે અનેક લોકોને આ ધર્મનાં તત્વજ્ઞાન તરફ આકર્ષ્યા છે.
  Published by:Vijaysinh Parmar
  First published: