સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, હવામાન વિભાગે 6 રાજ્યો માટે જાહેર કરી 'Red Warning'

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, હવામાન વિભાગે 6 રાજ્યો માટે જાહેર કરી 'Red Warning'
નવી દિલ્હીમાં લોકો તાપણાંક કરીને હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. (Photo-PTI)

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે રેડ વૉનિંગ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં રવિવારે શીત લહેરની આગાહી છે.

 • Share this:
  નવી દિલ્હી : ઉત્તર ભારત (North India)ના અનેક હિસ્સામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને બિહાર (Bihar) સહિત અનેક રાજ્યોમાં લોકોને ઠંડીના કારણે ઘરથી બહાર જવું મુશ્કેલ બની રહ્યું છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સરકારી અને બિન-સરકારી સ્કૂલોને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવી છે. સાથોસાથ ઘેરા ધુમ્મસને કારણે હવાઈ, રેલ અને માર્ગ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. બીજી તરફ, દિલ્હીના સફદરગંજમાં રવિવાર સવારે 7 વાગ્યાનું તાપમાન 3.6 ડિગ્રી રેકાર્ડ થયું છે, જ્યારે મહત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. આ વચ્ચે, હવામાન વિભાગે રવિવારે માટે પંજાબ (Punjab), હરિયાણા (Haryana), દિલ્હી, રાજસ્થાન (Rajasthan), ઉત્તર પ્રદેશ અને બિહાર માટે રેડ વૉનિંગ (Red Warning) જાહેર કરી છે. હવામાન વિભાગે હવામાન અત્યંત ખરાબ થવાનું અનુમાન લગાવ્યું છે. બીજી તરફ, મધ્ય પ્રદેશ માટે યલો વૉર્નિંગ (Yellow Warning) જાહેર કરી છે.

  હવામાન વિભાગ મુજબ, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં શનિવારનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જતું રહ્યું હતું. લોધી રોડમાં તે 1.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષનો રેકોર્ડ તોડી દીધો હતો. હવામાન વિભાગનું કહેવું હતું કે શનિવાર સવારે 8:30 વાગ્યે દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં તાપમાન અત્યાર સુધી સૌથી ઓછું 1.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. બીજી તરફ, સફદરગંજ એન્ક્લેવમાં 2.4, પાલમમાં 3.1 અને આયાનગર 1.9 ડિગ્રી તાપમાન હતું.  અનેક ટ્રેનો મોડી દોડી રહી છે

  મળતી જાણકારી મુજબ, દિલ્હીમાં ચાર ઉડાનોને દિલ્હી એરપોર્ટથી અન્ય સ્થળો તરફ ડાઇવર્ટ કરવામાં આવી છે. રનવે પર આરવીઆર 50થી 175 મીટરની વચ્ચે રહી. બીજી તરફ, રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે ખરાબ દૃશ્યતાના કારણે હાવડા-નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસ સહિત 24 ટ્રેનો બેથી પાંચ કલાક વિલંબથી ચાલી રહી છે.

  ધુમ્મસના કારણે અકસ્માત

  હરિયાણાના રેવાડીમાં દિલ્હી-જયપુર હાઈવે પર ઘેરા ધુમ્મસના કારણે 15 વાહનો એક-બીજાથી ટકરાઈ જવાથી બે વ્યક્તિઓના મોત થયા અને 12 અન્ય ઘાયલ થયા. હરિયાણા અને પંજાબમાં અનેક સ્થળે લઘુત્તમ તાપમાન સામાન્યથી પાંચથી સાત ડિગ્રી નીચે નોંધાયું. હિસાબ બંને રાજ્યોમાં સૌથી ઠંડું રહ્યું. અહીં લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર પ્રદેશના અનેક સ્થળે લોકો ઠંડીથી ઠુંઠવાઈ ગયા, કારણ કે પારામાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. મુજફ્ફરનગર રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું જ્યાં લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. બીજી તરફ, અલીગઢમાં 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

  આ પણ વાંચો,

  75 વર્ષ બાદ ફરી એકવાર 7 મહિના સુધી નહીં જોવા મળે તાજ મહેલનો ગુંબજ
  ઈમરાન ખાનના મંત્રી TikTok સ્ટારને મોકલતા હતા પોતાની ન્યૂડ તસવીરો, વાતચીત વાયરલ
  Published by:News18 Gujarati
  First published:December 29, 2019, 08:31 am

  ટૉપ ન્યૂઝ