ઇસ્લામ અંગે મેક્રોનના નિવેદન પર કેનેડા PMનું નિવેદન- અભિવ્યક્તિની આઝાદીની મર્યાદા નક્કી થાય

જસ્ટિન ટ્રૂડો.

ફ્રાસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) તરફથી આપવામાં આવેલા નિવેદવને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રેડોએ વખોડી કાઢ્યું છે.

 • Share this:
  ટોરન્ટો: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો (Canada Prime Minister Justin Trudeau)એ શુક્રવારે અભિવ્યક્તિની આઝાદી (Freedom Of Expression)નું સમર્થન કર્યું હતું, પરંતુ સાથે એવું પણ જણાવ્યું કે આની મર્યાદી નક્કી હોવી જોઈએ. એટલું જ નહીં અમુક ખાસ સમાજને મનફાવે તે રીતે અને કારણ વગર નુકસાન ન પહોંચાડવું જોઈએ. ટ્રૂડોએ ફ્રાંસના શાર્લી એબ્દો પત્રિકા તરફથી પૈગંબર મોહમ્મદ (Prophet Mohhamad)ના કેરિકેચર બતાવવાના અધિકારી અંગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું કે, "અમે હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમર્થન કરીએ છીએ પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ એક હદથી બહાર ન હોવી જોઈએ."

  'બીજાઓનું સન્માન કરો'

  ટ્રૂડોએ કહ્યુ કે આપણે બીજાઓનું સન્માન કરતા કામ કરવું જોઈએ. એવો પણ પ્રયાસ કરવો જોઈએ કે તે લોકોને કારણ વગર નુકસાન ન પહોંચાડવામાં આવે.

  આ પણ વાંચો: પહેલી નવેમ્બરથી બદલી જશે આ નિયમો, જાણી લો તમારા ખિસ્સા પર શું અસર પડશે

  વિવિધતાવાળા સમાજમાં શબ્દોનો પ્રભાવ સમજવો જરૂરી

  વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ એક ઉદાહરણ આપતા પોતાની વાત રાખી કે આપણને દર્શકોથી ખીચોખીચ ભરેલા સિનેમા હૉલમાં આગ-આગની બૂમો પાડવાનો અધિકાર નથી. દરેક અધિકારની મર્યાદા હોય છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તરફથી આપવામાં આવેલા નિવેદનથી અંતર રાખતા ટ્રૂડોએ અભિવ્યક્તિના અધિકારને ખૂબ જ સાવચેતી પૂર્વક ઉપયોગ કરાની વિનંતી કરી હતી.

  આ પણ વાંચો: અમદાવાદ: મોટી નોટના બદલામાં નાની નોટની અદલાબદલીનું કૌભાંડ, દિલ્હીના વેપારીએ 16 લાખ રૂપિયા ગુમાવ્યા

  વડાપ્રધાન કહ્યુ કે, આપણા જેવા બહુલવાદી અને વિવિધ અને સન્માનજનક સમાજમાં આપણે આપણા શબ્દોના પ્રભાવને સમજવો પડશે, આપણા કામથી બીજા પર શું પ્રભાવ પડશે તે સમજવું પડશે. ખાસ કરીને એ સમાજ અને વસ્તી કે જેઓ આજે પણ ભેદભાવ સહન કરવા માટે મજબૂર છે. તેમણે એવું પણ કહ્યું કે આ સમાજ આ મુદ્દાઓ અંગે જવાબદારીપૂર્વક જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયાર છે.
  આ પણ જુઓ-  ટ્રૂડોએ યૂરોપીય સંઘના નેતાઓ સાથે પહેલા થયેલી વાતચીતનો ફરીથી ઉલ્લેખ કરતા કહ્યુ કે, તેમણે ફ્રાંસમાં તાજેતરમાં થયેલા ભયાનક આતંકી હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે આ બિલકુલ ઉચિત નથી. કેનેડા પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા પોતાના ફ્રાંસ મિત્ર સાથે ઊભું છે. અમે આ કૃત્યને વખોડી કાઢીએ છીએ.
  Published by:Vinod Zankhaliya
  First published: