Home /News /national-international /ચૂંટણીમાં મફતની રેવડીઓ પર લગામ લગાવશે ચૂંટણી પંચ, ગુજરાત અને હિમાચલ ચૂંટણી પહેલા લાગૂ થઈ શકે છે નવો નિયમ

ચૂંટણીમાં મફતની રેવડીઓ પર લગામ લગાવશે ચૂંટણી પંચ, ગુજરાત અને હિમાચલ ચૂંટણી પહેલા લાગૂ થઈ શકે છે નવો નિયમ

ચૂંટણી પંચ (ફાઈલ ફોટો)

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે રાજકીય પાર્ટીને મફત વચનો આપતા રોકવા માટે તંત્ર બનાવાની પહેલ શરુ કરી છે. જેને ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ લાગૂ કરવામાં આવશે.

  નવી દિલ્હી: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સંભવિત ડિસેમ્બરમાં ચૂંટણી પહેલા ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓને મફતના વાયદા કરવાથી રોકવા માટે તંત્ર બનાવાની પહેલ શરુ કરી છે. જેનાથી તે ચૂંટણીની જાહેરાત કરે તે પહેલા લાગૂ કરી શકે. સૂત્રો અનુસાર, સંભાવના છે કે, આયોગ આ બંને રાજ્યોમાં તથા સંભવત: જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની ઘોષણા ઓક્ટોબરના અંતિમ દિવસોમાં કરી દેશે અને ઘોષણાપત્રમાં આ નિયમોને આ ચૂંટણીથી લાગૂ કરી દેશે.

  ચૂંટણીની જાહેરાતોને વિનયમિત કરવા માટે કરવામાં આવેલી કવાયતમાં આયોગે વિસ્તારથી સુપ્રીમ કોર્ટને 24 એપ્રિલ 2015ના ચુકાદાનો હવાલો આપ્યો છે. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આયોગને અધિકૃત કર્યું હતું કે, તે ઘોષણાપત્રમાં મફતના વચનોને કંટ્રોલ કરવા માટે આદેશ ચૂંટણી આચાર સંહિતામાં સામેલ કરે.આયોગે કહ્યું કે, ચૂંટણીમાં પુરતી જાણકારી ન હોવાના કારણે પાર્ટીઓ દ્વારા આપવામાં આવતી જાણકારીથી તેમનો પ્રભાવ ઘટી રહ્યો છે.

  આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી સર્વે: કોંગ્રેસ-આપ દૂર દૂર સુધી ક્યાંય નથી, ભાજપ કરશે ધમાકેદાર વાપસી

  તો વળી બહુચરણીય ચૂંટણીથી રાજકીય પાર્ટીઓને પ્રતિસ્પર્ધાત્મક ચૂંટણીના વચનો આપવાનો મોકો મળશે, જેમાં તે પણ નથી જણાવતા કે, પ્રતિબદ્ધ ખર્ચ પર આવા વચનોનો શો પ્રભાવ પડી રહ્યો છે. કેટલાય કિસ્સામાં રાજકીય પાર્ટીઓ આયોગને પુરતી જાણકારી નથી આપતા.

  આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ


  સુપ્રીમ કોર્ટે 26 ઓગસ્ટના રોજ મફતના વચનોને કંટ્રોલ કરવા મામલે આ કેસમાં ત્રણ જજોની પીઠને રેફર કરી લીધો હતો. જો કે, કોર્ટે કહ્યું હતું કે, તેમાં અમુક નિર્ણિત કરવાને નથી. કારણ કે, સુબ્રમણ્યમ બાલાજી કેસ (2015)માં સુપ્રીમ કોર્ટે મફત વિશે ચુકાદો આપીને પંચને તેને એમસીસીમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, સંવિધાનના અનુચ્છેદ 324 અંતર્ગત આયોગને ચૂંટણી સંચાલનના નિયમ બનાવાની શક્તિ છે.


  ચૂંટણી પંચે મંગળવારે એક નિવેદન જાહેર કર્યું છે. તેમાં કહેવાયું છે કે, તે ચૂંટણીના વચનો પર પૂર્ણ જાણકારી નહીં આપવા અને તેની નાણાકીય સ્થિરતા પર પડનારી અવાંછનિય પ્રભાવને નજરઅંદાજ કરી શકે નહીં. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે, હાલમાં એમસીસીમાં રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોને પૂછવામાં આવે છે કે, તે પોતાનો વચનોના કારણ સ્પષ્ટ કરે. તેમના નાણાકીય સ્ત્રાત અને કમાણી જણાવે, જેનાથી વોટરને યોગ્ય જાણકારીના અભાવમાં યોગ્ય પાર્ટી અથવા ઉમેદવારને પસંદ કરવાનો મોકો નથી મળતો.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Election commision of india

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन