મહિલાઓને CM કેજરીવાલની ભેટ, ભાઈદૂજથી DTC બસોમાં મફતમાં મુસાફરી કરી શકશે

News18 Gujarati
Updated: August 15, 2019, 2:39 PM IST
મહિલાઓને CM કેજરીવાલની ભેટ, ભાઈદૂજથી DTC બસોમાં મફતમાં મુસાફરી કરી શકશે
ફાઇલ તસવીર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વતંત્રતા દિવસ પર આપેલા ભાષણમાં મહિલાઓ ભાઈદૂજ એટલે કે 29મી ઓક્ટોબરથી ડીટીસીની બસોમાં મફતમાં મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરી.

  • Share this:
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) સ્વતંત્રતા દિવસ (Independence Day) અને રક્ષાબંધન (Raksha Bandhan) પ્રસંગે દિલ્હીની મહિલાઓને મોટી ભેટ આપી છે. કેજરીવાલે જાહેરાત કરી કે 29મી ઓક્ટોબર એટલે કે ભાઈદૂજથી (Bhaiya Dooj) મહિલાઓ ડીટીસીની (DTC) બસોમાં મફતમાં મુસાફરી કરી શકે છે. તેમણે કહ્યું કે મેટ્રોમાં પણ મહિલાઓ બહુ ઝડપથી મફતમાં મુસાફરી કરી શકાશે.

કેજરીવાલે કહ્યુ કે 'લોકો મને પૂછે છે કે બધુ મફત કેમ કરી રહ્યા છો? હું તેમને પૂછું છું કે શા માટે બાળકોનું શિક્ષણ ફ્રી ન હોવું જોઈએ? શું દવાઓ ફ્રી ન હોવી જોઈએ? શું સારવાર ફ્રી ન હોવી જોઈએ? શું મહિલાઓની સુરક્ષા માટે ડીટીસી અને મેટ્રોમાં મુસાફરી મફત ન હોવી જોઈએ?'

તેમણે કહ્યુ કે ડીટીસી અને મેટ્રોમાં ફક્ત 30 ટકા મહિલાઓ સફર કરે છે. પરંતુ ડીટીસી બસોમાં તેમના માટે મફતમાં મુસાફરી શરૂ કરતા હવે વધારે સંખ્યામાં મહિલાઓ બસોમાં મુસાફરી કરશે. વધારે મહિલાઓ કામે જશે. મહિલાઓ ભણવા માટે બહાર નીકળશે. આનાથી દેશનો વિકાસ થશે. દુકાનદારોનું કહેવું છે કે મહિલાઓ હવે શોપિંગ માટે વધારે બહાર નીકળશે. શોપિંગ વધતા દુકાનદારોનો મંદીનો માહોલ ખતમ થશે.

આ સાથે જ દિલ્હી સરકાર મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવી રહી છે. મહિલાઓ જ્યાં જ્યાં કેમેરા લગાવવાનું કહેશે ત્યાં ત્યાં કેમેરા લગાવવામાં આવશે.
First published: August 15, 2019, 2:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading