Home /News /national-international /Free Nipple Movement: ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર નગ્ન તસ્વીરો પણ પોસ્ટ કરી શકશે અમુક લોકો, પ્રતિબંધો હટશે
Free Nipple Movement: ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર નગ્ન તસ્વીરો પણ પોસ્ટ કરી શકશે અમુક લોકો, પ્રતિબંધો હટશે
Free Nipple Movement
આ મહિલાઓએ 2008માં ફેસબુક મુખ્યાલય બહાર પ્રતિબંધના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનો કરનારામાં ફ્રી નિપ્પલ મૂવમેન્ટ (Free Nipple Movement)ની મહિલાઓ જોડાઈ હતી.
નવી દિલ્હી: ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ટૂંક સમયમાં અમુક લોકો માટે ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર નગ્ન શરીરવાળી તસ્વીરો પોસ્ટ કરવાની મંજૂરી આપશે. ફેસબુક આવી તસ્વીરો પર પ્રતિબંધ લગાવાના લગભગ 10 વર્ષ બાદ પોતાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
હકીકતમાં જોઈએ તો, એક દાયકા પહેલા ફેસબુકે નગ્ન તસ્વીરો, ખાસ કરીને મહિલાઓની નગ્ન સ્તનવાળી તસ્વીરો પ્રતિબંધિત કરી દીધી હતી. આ પ્રતિબંધોનું સ્તનપાન કરાવતી મહિલાઓએ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ફેસબુક તેમની સાથે પોર્નોગ્રાફર માફક વ્યવહાર કરી રહ્યુ છે.
આ મહિલાઓએ 2008માં ફેસબુક મુખ્યાલય બહાર પ્રતિબંધના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનો કરનારામાં ફ્રી નિપ્પલ મૂવમેન્ટ (Free Nipple Movement)ની મહિલાઓ જોડાઈ હતી.
'ફ્રી દ નિપ્પલ' નામની કેટલીય મહિલાઓ ગ્લોબલ મૂવમેન્ટ ચલાવી છે. આ મૂવમેન્ટની મહિલાઓની માગ છે કે, તેમને પણ પુરુષોની માફક ટોપલેસ ફરવાનો અધિકાર આપવામાં આવે. આ મહિલાઓની માગ પર અમેરિકાના છ રાજ્યોએ સપ્ટેમ્બર 2019માં ટોપલેસ પરવાની મંજૂરી આપી દીધી હતી.
ફેસબુક પર આ જ મહિલાની માગ જોતા ઓવરસાઈટ બોર્ડે મેટાને સલાહ આપી હતી કે, તે મહિલાઓ અને ટ્રાંસજેન્ડરની નગ્ન છાતીવાળી તસ્વીર પર પ્રતિબંધ લગાવાના પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરે. ઓવરસાઈટ બોર્ડમાં શિક્ષણવિદ, નેતા અને પત્રકાર શામેલ થાય છે, જે કંપનીને તેમની સામગ્રી-મોડરેશન નીતિઓ પર સાલહ આપે છે.
હકીકતમાં, એક ટ્રાંસજેન્ડર અને બિન બાઈનરી કપલે મેટાના આદેશને લઈને બોર્ડનો સંપર્ક કર્યો હતો. આ કપલે આરોપ લગાવ્યો હતો કે, તેમણે 2021 અને 2022માં ઈંસ્ટાગ્રામ પર બે અલગ અલગ કંટેંટ પોસ્ટ કરી હતી. પોસ્ટની તસ્વીરમાં કેપ્શનમાં સ્વાસ્થ્ય દેખરેખ વિશે વાત કરવામાં આવી હતી.
જો કે, મેટાએ બંને પોસ્ટને સેક્સુઅલ સોલિસિટેશન કમ્યુનિટી સ્ટેંડર્ડનું ઉલ્લંઘન કરવાના આરોપસર હટાવી દીધી હતી. બોર્ડે પોતાના નિષ્કર્ષોમાં કહ્યું કે, આ પોસ્ટને હટાવવા માટે મેટાએ સામુદાયિક માપદંડો, મૂલ્યો અથવા માનવાધિકારોની જવાબદારીઓની અનરુપ નથી. આ મામલામાં મેટાની નીતિઓની મૂળભૂત મુદ્દાને પણ ઉજાગર કરે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર