ફ્રી ઢોંસાથી લઇને ડેટા સુધી, કર્ણાટક ચૂંટણીમાં વોટર્સને મળ્યા આ ગિફ્ટ

News18 Gujarati
Updated: May 12, 2018, 3:47 PM IST
ફ્રી ઢોંસાથી લઇને ડેટા સુધી, કર્ણાટક ચૂંટણીમાં વોટર્સને મળ્યા આ ગિફ્ટ

  • Share this:
કર્ણાટકમાં મતદાન થઇ રહ્યુ છે. મતદાન દરમિયાન કેટલીક રસપ્રદ વસ્તુઓ સામે આવી રહ્યી છે. મતદાતાને પોલિંગ બુથ સુધી લાવવા માટે ઘણી આકર્ષક ઑફર કરવામાં આવી છે. અનેક રેસ્ટોરન્ટ્સમાં મતદાતાઓને મસાલા ઢોંસા ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે. તે જ સમયે, બેંગ્લોરમાં ઇન્ડિયન ઓઇલે આજે મતદાતાઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 1 ની છુટ આપી છે.

સિલીકોન વેલી બેંગલુરુમાં સાયબર કાફે અને રેસ્ટોરાં આજે તેમની સેવા પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યુ છે. અહીં નોંટિસ લખી છે: 'મત આપો અને ફ્રીમાં ખાઓ.' જે આ વ્યક્તિ મત આપીને અહીથી નિકળે છે તેને રેસ્ટોરન્ટમાં કામકરનાર લોકો તેમને રોકે છે અને આંગળી પર શાહી જોઇને ફ્રીમાં ફિલ્ટર કોફી પીવડાવી રહ્યા છે. નૃરૂપથુગામાં નિસર્ગ હોટલના માલિક, ક્રૃષ્ણરાજે જણાવ્યું હતું કે અહીં આવતા કેટલાક યુવાન લોકોએ તેમને આ આઇડિયા આપ્યો હતો.

રેસ્ટોરન્ટ-હોટલ્સ ઉપરાંત, સાયબર કાફેમાં પણ નેટ ફ્રીમાં ઉપલબ્ધ છે. બેંગલુરુના રાજાજીનગરમાં સાયબર કેફેમાં મતદાન કર્યા પછી, મતદાર ફ્રીમાં ઇન્ટરનેટ ઍક્સેસ કરી શકે છે. અહીં ફોટો સ્ટેટસ મેળવવામાં મટે પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.

જો કે, આ રેસ્ટોરાં અને સાયબર કેફેમાં પણ આ વાત પર ખાસ કાળજી લઇ રહ્યા છે કે તેઓ કોઈપણ પક્ષમાં નથી. આ માટે તેઓએ તેમના આઉટલેટ્સ પર નોટિસ પણ લગાવેલી છે, "જેમા લખ્યુ છે- અમે કોઈ ચોક્કસ પક્ષનુ સમર્થન નથી કરતા. અમે સુવિધાઓ આપીને યુવાઓને પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. જેથી તેઓ વધુ અને વધુ સંખ્યામાં મત આપે. '

એવું નથી કે હોટેલ અને સાઇબર કૅફેમાં આવી રાહત આપવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલે પણ મતદારોને ઓફર કરી છે. બેંગ્લોરમાં, ઇન્ડિયન ઓઇલે જાહેર કર્યું કે ગમે તેઆજે મતદાન કરશે, તેને પેટ્રોલ અને ડીઝલની કિંમત પર રૂ. 1 નું ડિસ્કાઉન્ટ મળશે. તો બીજી તરફ, અનેક સરકારી સંસ્થાઓ, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનો અને સલુન્સમાં પણ આ રીતે ઓફર કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઇએ કે રાજ્યમાં કુલ 224 વિધાનસભા બેઠકો છે. પરંતુ, આજે 222 બેઠકો પર ચૂંટણી યોજાય છે. બાકીની બે બેઠકો આર.આર.નગર અને જયાનગરમાં 28 મી મે, 2014 ના રોજ યોજાશે. 15 મેના રોજ 222 બેઠકોના મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે.
First published: May 12, 2018, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading