ધો.12 પાસ 20 વર્ષનો ભેજાબાજ ઝડપાયો, માત્ર પુરુષોને આવી રીતે શિકાર બનાવી 23 લાખ રૂપિયા ભેગા કર્યા

News18 Gujarati
Updated: October 23, 2020, 8:48 PM IST
ધો.12 પાસ 20 વર્ષનો ભેજાબાજ ઝડપાયો, માત્ર પુરુષોને આવી રીતે શિકાર બનાવી 23 લાખ રૂપિયા ભેગા કર્યા
પકડાયેલા યુવકોની તસવીર

અંકિત અનેક લોકોને જિગોલો ક્લબની સદસ્યતા આપવના નામે ઠગાઈ કરી ચૂક્યો છે. સાઈબર સેલની ટીમે આરોપી પાસેથી ત્રણ મોબાઈલ ફોન, ચાર સિમ કાર્ડ, એક લેપટોપ જપ્ત કર્યો હતો.

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસએ એક શાતિર ઠગની ધરપકડ કરવામાં આવી હતી. આ ભેજાબાજ ઠગ પુરુષોને મેલ પ્રોસ્ટિટ્યૂશનમાં લાવવા અને જિગોલો ક્લબના સભ્ય બનાવવાના નામ ઉપર ઠગાઈ કરતો હતો. પોલીસની ફરિયાદ મળ્યા બાદ આ મામલે તપાસ કર્યાબાદ આરોપીના ઘર ઉપર જઈને દબોચી લીધો હતો. આરોપીની ઓળખ અંકિત કુમારના રૂપમાં થઈ હતી. જે દિલ્હીના ઉત્તમનગર વિસ્તારમાં રહે છે.

ઉલ્લેખનીય છે કે વેસ્ટ દિલ્હી પોલીસના સાઈબર સેલના ઉત્તમ નગર નિવાસી રાકેશ કુમારની ફરિયાદ નોંધાવી હતી કે ફ્રેન્ડશિપ અને જિગોલો ક્લબ જોઈન કરવાના નામ ઉપર એક વ્યક્તિએ 11 હજાર રૂપિયા પડાવી લીધા હતા. તેણે ક્લબનો સભ્ય પણ બનાવ્યો ન હતો. ફરિયાદ મળ્યા બાદ સાઈબર સેલની એક ટીમની રચના કરી હતી.

ગુપ્ત માહિતી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારા ઉપર પોલીસે ગત 20 ઓક્ટોબરે આરોપીના ઘરે રેડ કરીને આરોપી અંકિત કુમારને ઉત્તમનગરના ઘરેથી ઝડપી પાડ્યો હતો. મહત્વની વાત એ છે કે ઘટના સ્થળેથી પોલીસે અનેક પુરાવા મળ્યા હતા. આરોપી અંકિત કુમાર મૂળ બિહારના ખગડિયા જિલ્લાનો રહેનારો છે.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! મહિલા હોમગાર્ડે પડોશી યુવતીને રાત્રે ઘરે બોલાવી, પત્ની સામે જ પતિએ આચર્યું દુષ્કર્મ

અંકિતની ઉંમર માત્ર 20 વર્ષની છે. તેની પાસે જે ફોન મળ્યો હતો. તેનાથી એ વાત જાણવા મળે છે કે તે બધાને આ ફોનથી કોલ કરતો હતો. અને તેની જાણકારી વેબસાઈ ઉપર અપલોડ કરતો હતો. તે પોતાના શિકાર પાસેથી બેન્ક એકાઉન્ટ, પેટીએમના માધ્યમથી પૈસા મંગાવતો હતો. સાઈબર સેલને તેના બેન્ક એકાઉન્ટમાં કુલ 23 લાખ રૂપિયા હોવાની જાણ થઈ હતી.

આ પણ વાંચોઃ-Navratri 2020: અમદાવાદના ત્રિવેદી પરિવારના 95 વર્ષના દાદી કરે છે ગરબા, ચાર પેઢી એક સાથે રમે છે ગરબાઆ પણ વાંચોઃ-જામનગરઃ દિવાળી પહેલા જ બૂટલેગરોના પ્લાન ઉપર પોલીસે પાણી ફેર્યું, 141 પેટી ઇંગ્લિશ દારુ જપ્ત, માથાભારે ટકો ખફી નામ ખુલ્યું

પ્રાપ્ત માહિતી પ્રમાણે અંકિત કુમારે gigolo job India નામથી એક બેવસાઈટ બનાવી હતી. વેબસાઈટ ઉપર પોતાનો નંબર આપી રાખ્યો હતો. તેણે વેબસાઈટ ઉપર ફ્રેન્ડશિપ અને જિગોલો ક્લબની સદસ્યતા માટે અલગ અલગ પેકેજની જાણકારી આપતો હતો. એટલું જ નહીં તે લોકોને આ કામથી સારી કમાણી કરવાનો વિશ્વાસ આપતો હતો. આમ લોકો તેની જાળમાં ફસાવા લાગતા હતા. તે પૈસાની લેવડદેવડ ઓનલાઈન જ કરતો હતો. એક વખત પૈસા મળ્યા બાદ તે લોકોના નંબર બ્લોક કરી દેતો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અંકિત માત્ર 12મું ધોરણ પાસ હતો. અંકિત અનેક લોકોને જિગોલો ક્લબની સદસ્યતા આપવના નામે ઠગાઈ કરી ચૂક્યો છે. સાઈબર સેલની ટીમે આરોપી પાસેથી ત્રણ મોબાઈલ ફોન, ચાર સિમ કાર્ડ, એક લેપટોપ જપ્ત કર્યો હતો.
Published by: ankit patel
First published: October 23, 2020, 8:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading