ફ્રાન્સના વડાપ્રધાન ફિલિપે આપ્યું રાજીનામું, કોરોના સંકટમાં થઈ હતી ટીકા

News18 Gujarati
Updated: July 3, 2020, 3:50 PM IST
ફ્રાન્સના વડાપ્રધાન ફિલિપે આપ્યું રાજીનામું, કોરોના સંકટમાં થઈ હતી ટીકા
ફ્રાન્સમાં કોરોના વાયરસના કારણે ઊભા થયેલા આર્થિક સંકટના કારણે એદુઆર્દ ફિલિપ રાજીનામું આપી દીધું

ફ્રાન્સમાં કોરોના વાયરસના કારણે ઊભા થયેલા આર્થિક સંકટના કારણે એદુઆર્દ ફિલિપ રાજીનામું આપી દીધું

  • Share this:
પેરિસઃ ફ્રાન્સના વડાપ્રધાન એદુઆર્દ ફિલિપ (Edouard Philippe)એ રાજીનામું આપી દીધું છે. ઇમૈનુઅલ મેક્રોં (Emmanuel Macron)ની સરકારમાં તેઓ 3 વર્ષથી વડાપ્રધાન હતા. બીબીસીના રિપોર્ટ મુજબ, ફ્રાન્સમાં કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઊભા થયેલા આર્થિક સંકટના કારણે તેમણે રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે ફ્રાન્સમાં વડાપ્રધાન દ્વારા પાંચ વર્ષના કાર્યકાળમાં રાજીનામું આપવું કોઈ નવા વાત નથી. આવું પહેલા પણ થતું રહ્યું છે.

આગામી વડાપ્રધાનનો ઇંતજાર

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુએલ મૈક્રોંએ એદુઆઈ ફિલિપનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપ્રમુખ તરફથી કહેવામાં આવ્યું છે કે આગામી થોડાક કલાકોમાં નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ નિર્ણય થોડા દિવસો પહેલા મ્યુનિસિપલ ચૂંટણીમાં હાર બાદ લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, મૈકોં આગામી બે વર્ષની અંદર પોતાની છબિ સુધારવા માંગે છે.

આ પણ વાંચો, સામે આવ્યો જસપ્રીત બુમરાહનો હમશક્લ, કરે છે આ કામ

સરકારી ફેરબદલની શક્યતા

એદુઆર્દ ફિલિપના રાજીનામા બાદ સરકારી ફેરબદલ થવાની શક્યતા છે. જ્યાં સુધી એક નવા મંત્રીમંડળનું નામ સામે નથી આવતું ત્યાં સુધી ફિલિપ સરકારી મામલાઓને સંભાળતા રહેશે. થોડા દિવસો પહેલા અટકળો હતી કે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મૈક્રોં કેબિનટેમાં ફેરફાર કરી શકે છે.આ પણ વાંચો, ટૂંક સમયમાં શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, અમેરિકા, કેનેડા સહિત અનેક દેશો સાથે વાતચીત ચાલુ

આ ફેરબદલ મૈંક્રોં પોતાની ગબડતી શાખને સુધારવા અને મોહભંગ થયેલા મતદાતાઓનું ફરી હૃદય જીતવા માટે કરવાના હતા. પીએમ ફિલિપની કોરોના સંકટ સમયમાં ખૂબ ટીકા થઈ હતી.
First published: July 3, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading